→ 9 જાન્યુઆરી, 1915ના રોજ શ્રી મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતના મુંબઈ ખાતે પરત આવ્યાં હતા. આથી તેમની યાદમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ 'પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ ‘પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણીનો પ્રારંભ વર્ષ 2003થી થયો હતો.
→ આ દિવસની ઉજવણી શ્રી એલ.એમ. (લક્ષ્મીમલ) સિંઘવી સમિતની ભલામણો અનુસાર કરવામાં આવે છે.
→ આ સમિતિના ભલામણના આધારે 8 જાન્યુઆરી, 2002ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી શ્રી અટલ બિહારી વાજપાઈએ 9 જાન્યુઆરીના રોજ 'પ્રવાસી ભારતીય દિવસ' ઉજવવાની જાહેરાત કરી હતી.
→ આ અંતર્ગત ભારતમાં વર્ષ 2003થી દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ આ દિવસ ઉજવાય છે.
→ વર્ષ 2003થી દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે.
→ શ્રી મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવીને સ્વાતંત્ર્ય સંગ્રામનું સફળ નેતૃત્વ કરીને કરોડો ભારતીયોનું હમેશને માટે જીવન પરીવર્તન કરી નાખ્યું હતું. આથી, શ્રી મહાત્મા ગાંધીજીને 'સૌથી મહાન પ્રવાસી' માનવામાં આવે છે.
→ આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ આપે છે. આ દિવસે પ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોના યોગદાનને બિરદાવવા માટે ખાસ આયોજન કરવામાં આવે છે.
→ કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્રારા રિજનલ પ્રવાસી ભારતીય દિવસનું આયોજન ભારત બહાર કરવામાં આવે છે.
→ વર્ષ 2015: 13 મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી નો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.
→ વર્ષ 2021માં થીમ : “આત્મનિર્ભર ભારતમાં ફાળો”
→ વર્ષ 2023માં થીમ : ‘ડાયાસ્પોરા : અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો’
0 Comments
Any suggestions, Please comment Below 👇