→ જન્મ : 3 જાન્યુઆરી, 1831 (સતારા, નયગાવ મહારાષ્ટ્ર)
→ પૂરું નામ : સાવિત્રીબાઇ જ્યોતિરાવ ફૂલે
→ પતિનું નામ : જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે
→ અવસાન : 10 માર્ચ, 1897 (પૂણે)
→ 19મી સદીના સમાજસુધારક, ભારતના પ્રથમ મહિલા શિક્ષક અને બાળ વિધાલયના આચાર્ય તથા પ્રથમ કિસાન સ્કૂલના સંસ્થાપક સાવિત્રીબાઈ ફૂલે
→ વર્ષ 1840માં 10 વર્ષની ઉંમરે તેમના લગ્ન જ્યોતિરાવ ફૂલે (જ્યોતિબા ફૂલે)સાથે થયા હતા, કે જેમણે વર્ષ 1873માં પૂણે, મહારાષ્ટ્રમાં સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી.
મહિલા સશક્તિકરણ ક્ષેત્રે યોગદાન
→ પતિ સાથે મળીને તેમણે બાળલગ્ન, વિધવાવિવાહની મનાઈ, અસ્પૃશ્યતા વગેરે જેવા સામાજિક દૂષણો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
→ ફૂલે દંપતિએ ભારતમાં જાતિપ્રથા નાબૂદી અને શિક્ષણકાર્ય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી છે.
→ વર્ષ 1848માં ભારતની પ્રથમ કન્યાશાળા મહારાષ્ટ્રના ભીડેવાડા ખાતે શરૂ આ કરવામાં આવી હતી. આ કન્યાશાળામાં પ્રથમ મહિલા શિક્ષક તરીકે સાવિત્રીબાઈ ફૂલે હતાં.
→ તેમણે એક વિધવાના પુત્ર યશવંતરાયને દત્તક લીધા હતાં.
→ વર્ષ 1854માં તેમનો કાવ્યસંગ્રહ કાવ્ય ફુલે પ્રગટ થયો હતો.
→ વર્ષ 1882માં તેમણે બાવનકશી સુબોધરત્નાકર જેવા કાવ્યસંગ્રહો પણ રચ્યા હતા.
→ તેમની જન્મજયંતિને મહારાષ્ટ્રમાં બાલિકા દિન તરીકે ઉજવવામાં આવે છે.
→ 10 માર્ચ, 1998ના રોજ સાવિત્રીબાઇ ફૂલેના સન્માનમાં ઇન્ડિયા પોસ્ટ દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ 9 ઓગસ્ટ 2014નાં રોજ પૂણે યુનિવર્સિટીનું નામ બદલીને સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી કરવામાં આવ્યું.
→ તેમનું નિધન પાંડુરંગ બાલાજી ગાયકવાડના પુત્રને પ્લેગની બિમારીના સારવાર આપવા દરમિયાન પૂણે ખાતે થયું હતું.
0 Comments