→ લગ્નપ્રસંગે ઉપયોગમાં લેવાતા ઘૂસળ, મુશળ, સંપુટ, રવૈયો, ઈડીપીટી, ત્રાક વગેરે પ્રતીકો માનવ જીવનનાં ગૂઢ રહસ્યોનો ખ્યાલ આપનારાં બની રહે છે એટલું જ નહીં, પણ વરવધૂને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરૂપે કંઈ ને કંઈ કહે છે.
→ આ બધા પ્રતીકોની પાછળ આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ભાવસંકેત છુપાયેલો છે.
→ લગ્ન જીવનનું રહસ્યદર્શન કરાવતાં આવાં પ્રતીકો સંસ્કૃતિ અને સમાજનું પણ દર્શન કરાવે છે.
ગોત્રદેવતા
→
→ લગ્નના પ્રારંભે વરકન્યાના ઘેર ગણપતિ અને ગોત્રેજની સ્થાપના કરવામાં આવે છે.
→ લગ્નના પ્રારંભે વરકન્યાના ઘેર ગણપતિ અને ગોત્રેજની સ્થાપના કરવામાં આવે છે.
→ લગ્ન પ્રસંગ નિર્વિધને ઉકેલવા ગણપતિની પૂજા અને શુભાશીર્વાદ માટે કુળદેવી ગોત્રેજનું અર્ચન કરવામાં આવે છે.
→ બ્રાહ્મણ પલાળેલા ગેરુ કે કંકુ વડે ઓરડાની દીવાલ ઉપર ગોત્રેજનું ચિત્ર આલેખે છે.
પીઠી
→ લગ્નપ્રસંગે વર-કન્યાને પીઠી ચોળવાની પરંપરા જોવા મળે છે.
→ પીઠી શબ્દ સંસ્કૃત 'પિષ્ટ' અને પ્રાકૃત પિટ્ટ ઉપરથી આવ્યો છે. એનો અર્થ થાય છે વાટેલું અથવા લોટ.
→ ઘઉંલા, જવલા, નખલા, કપૂરકાચલી, હળદર, કંકુ, ચણા કે મગના લોટમાં, ગુલાબજળ નાંખીને પીઠી તૈયાર કરવામાં આવે છે.
→ પીઠીથી વર-કન્યાને ઊજળો વાન અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે.
મીંઢળ
→ સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું મીંઢળ લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે.
→ લગ્ન પ્રસંગે મોટા જમણવારમાં વરકન્યાનાં ખોરાકમાં કોઈવાર વિષમય પદાર્થ આવી જાય તો આ મીંઢળ ઉપયોગમાં આવે છે.
કન્યાદાન
→ વરને કન્યા આપવાની વિધિને કન્યાદાન કહેવામાં આવે છે.
→ લગ્ન દ્વારા દીકરી પોતાનો સંસાર માંડે છે. આ કલ્યાણકારી દાન દેવાનો અધિકાર માબાપ કે ભાઈને જ હોય છે.
વરનમણું
→ વનમણું એ આર્યસંસ્કૃતિની સ્વાગત ભાવનાનું આગવું પ્રતિક છે.
→ માંડવા પક્ષની સ્ત્રીઓ વરરાજાના સામૈયા વખતે માથે ઈંઢોણી મૂકી તેના પર બૈડિયું કરી ઉપર વસ્ત્ર ઢાંકી, વરરાજા ઊભા હોય ત્યાં જાય છે અને કળશના પાણી વડે સૌનું સ્વાગત કરે છે. આ બેડિયાને વનમણું કહે છે.
છેડાછેડી
→ કન્યાએ પહેરેલી સાડી ઉપર ચૂંદડી ઓઢાડવામાં આવે છે. આ ચૂંદડીનો છેડો અને વરરાજાની ઉપરણીને સફેદ કપડાથી છેડાછેડી બાંધવામાં આવે છે.
→ ક્યાંક ક્યાંક છેડાછેડીની ગાંઠમાં કૂલ, હળદર, અક્ષત (ચોખા), દુર્વા (ધરો નામનું ઘાસ) અને પૈસો બાંધવામાં આવે છે. એની પાછળની ભાવના એવી છે કે વર-વહુ ફૂલ જેવાં પ્રસન્ન રહે અને પોતાનાં સુકર્મોની સુવાસ સમાજમાં ફૂલની જેમ પ્રસરાવે હળદર સ્વાસ્થ્યનું પ્રતીક છે.
હસ્તમેળાપ
→ હસ્તમેળાપમાં વરકન્યાના પાંચ પાંચ આંગળા સાથે મળે છે.
→ અર્થાત્ લગ્નજીવનમાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, એમ પાંચે કોપોનું મિલન થાય છે.
મંગલફેરા
→ શાસ્ત્ર મુજબ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આમ ચાર પુરુષાર્થ કહ્યા છે. આ ચારમ પ્રથમ ત્રણ વધૂને આધારિત હોવાથી પ્રથમ ત્રણ મંગળફેરામાં તે આગળ રહે છે- ચોથો મોક્ષ એ વર આધારિત હોવાથી તે ફેરામાં વર આગળ રહે છે.
→ મંગળફેરા ફરતી વખતે બંનેના ઉપવરસાના છેડે ગાંઠ વાળવામાં આવે છે. આ ગાંક એ પ્રેમની ગાંઠનું પ્રતીક છે.
વરરાજાનું પોંખણું
→ વરરાજા તોરણે આવે છે ત્યારે કન્યાની માતા એમને પોંખવા માટે આવે છે.
→ આ પ્રસંગે ગોર મહારાજ એક થાળીમાં ઘૂંસળ, મુશળ, રવૈયો, ત્રાક, જારના સાંઠાના ચાર કટકા, ઈડીપીડી અને સંપુટ લઈ કન્યાની માતાના હાથમાં રમણદીવ લેવડાવી બારણાના તોરણ પાસે જાય છે.
રવૈયો
→ રવૈયો એ ગોપ સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ ગણાય છે.
→ રવૈયાનું પ્રતીક વરને ગાયો પાળવાની કન્યાને દોહતાં-વલોવતાં ને ઘી તાવતાં શીખવાની પ્રેરણા આપે છે.
ઈડીપીડી
→ વરરાજાને પોંખતી વખતે વપરાતી ઈડીપીડી અંગે ડો. પંડયા નોંધે છે કે ઈડી એ શબ્દ મૂળ તો સંસ્કૃત (આપત્તિ-આફત) ઉપરથી આવેલ જણાય છે.
→ ભવિષ્યમાં આપત્તિચક્રમાંથી કે ભૂતપ્રેત, પિશાય આદિ મલિન તત્ત્વોના ત્રાસમાંથી બચવા માટે આચરવામા આવતો ટુચકો છે.
→ ઈડીપીડી ઘઉંના લોટ કે રાખમાંથી અને કેટલીક વાર ચોખા અને કંકુમાંથી મૂઠિયા આકારની બનાવાય છે.
→ કન્યાની માતા ચાર ઈડીપીડી લઈ વરરાજાની આગળથી ઉતારીને ચારે દિશાએ નાંખે છે.
સીમાડિયું
→ લગ્ન પતી ગયા પછી જાન પાછી થાય ત્યારે ગામ આખુ વરકન્યાને વિદાય આપવા આવે છે. આ વખતે માટીની કોરી ચીતરેલી માટલીમાં ઘીનો દીવો મૂકીને જાનની સાથે આપવામાં આવે છે જેને સીમાડિયું કહે છે.
→ જ્યાં કન્યાના ગામનો સીમાડો પૂરો થાય ત્યા ખેતરના શેઢે દીવો કરીને સીમાડિયું મૂકી દેવામાં આવે છે.
→ લોકમાન્યતા મુજબ એનાથી સીમાડાના દેવ પ્રસન્ન રહે છે અને કન્યા સીમાડા બહાર જતી હોવાથી તેને કોઈ કનડગત કરતા નથી
સંપુટ
→ વરને પોંખતી વખતે છેલ્લી વિધિ સંપુટ ફોડવાની છે. માટીના એક કોડિયામા દહીં, દૂર્વા (ધરો), ચોખા કે ડાંગર નાંખી તેના પર બીજું કોડિયું ઊંચું વાળી ઉપર નાડાછડી વીંટવામાં આવે છે જેને સંપુટ કહે છે.
→ વરરાજા પોતાના પગ નીચે સંપુટ ફોડે છે. . સંપુટનો અર્થ એકબીજાની સાથે એક્ય સાપવું કે એકબીજામાં સમાઈ જવું એવો થાય છે.
મુશળ
→ મુશળ એટલે સાંબેલું.
→ ખાંડણિયામાં ખંડાયા બાદ અનાજ ખાવા લાયક બને છે.
→ સ્ત્રીપુરુષોએ સમાજમાં સુખ, દુ:ખ, હર્ષ, શોકની ખાંડણીમાં ખંડાવું પડે છે.
0 Comments