Ad Code

ભૂપત વડોદરિયા | Bhupat Vadodaria

ભૂપત વડોદરિયા
ભૂપત વડોદરિયા

→ જન્મ : 19 ફેબ્રુઆરી, 1929 (ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર)

→ અવસાન : 4 ઓક્ટોબર, 2011 (અમદાવાદ)

→ પૂરું નામ : ભૂપત છોટાલાલ વડોદરિયા

→ પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર


→ તેઓ વર્ષ 1946માં સ્નાતકનો અભ્યાસ કરી લોકશક્તિ દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયા હતા.

→ વર્ષ 1955માં 26 વર્ષની વયે ફૂલછાબ દૈનિકના સૌથી યુવા તંત્રી બન્યા હતાં.

→ તેમણે અભિયાન અઠવાડિકમાં પંચામૃત શીર્ષકથી અને ગુજરાત સમાચારમાં ઘરે બાહિરે શીર્ષકથી કટારો પણ લખી હતી.

→ તેમણે સંદેશમાં ન્યૂઝ એડિટર તરીકેની અને ગુજરાત સમાચારમાં સહાયક તંત્રી તરીકેની કામગીરી પણ કરી હતી.

→ તેઓ વર્ષ 1982 થી 1986 દરમિયાન ગુજરાત સરકારના માહિતી વિભાગમાં માહિતી નિયામક રહ્યા હતાં.

→ તેમણે વર્ષ 1986માં સમભાવ ગ્રુપની સ્થાપના કરી હતી જે વિવિધ દૈનિક અને સામયિકોનું પ્રકાશન કરે છે.

→ તેમને પ્રેમ એક પૂજા નવલકથા માટે 1978માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

→ પત્રકારત્વ-સાહિત્યક્ષેત્રે કરેલા પ્રદાન બદલ ઈ. સ. 1980માં તેમને સંસ્કાર ઍવૉર્ડ એનાયત થયો હતો.


સાહિત્ય સર્જન

→ વાર્તાસંગ્રહ : અંતરના રૂપ, કસુંબીનો રંગ, અજાણી રેખાઓ, જીવન જીવવાનું બળ

→ નવલકથા : પ્રેમ એક પૂજા, જિંલ્લી ઝિદાદિલીનું નામ

→ નિબંધ સંગ્રહ : આઝાદીની આબોહવા, ઘરે બાહિરે (ભાગ 1 થી 5), આસુંના મેઘધનુષ્ય


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments