Ad Code

ભારત રત્ન | Bharat Ratna

રાષ્ટ્રગીત : વંદે માતરમ્

→ ભારતમાં 2 જાન્યુઆરી, 1954ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 'ભારત રત્ન'નો પ્રારંભ થયો હતો.

→ ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ સન્માન દર વર્ષે વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓને આપી શકાય છે.

→ આ સન્માન માટે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે.

→ 'ભારત રત્ન' શરૂઆતમાં ફક્ત કલા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેર સેવાના ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પરંતુ ડિસેમ્બર, 2011માં થયેલા સુધારા મુજબ હવે આ પુરસ્કાર વિસ્તૃત રીતે 'કોઈપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે.

→ ભારત રત્ન સાથે કોઈ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. ભારત રત્ન મેળવનાર વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળના પાનના આકારનું સન્માન ચિહ્ન આપવામાં આવે છે.

→ વર્ષ 1954માં સૌ પ્રથમ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, શ્રી સી. રાજગોપાલાચારી અને શ્રી સી.વી.રામનને આ પુરસ્કાર એનાયત થયો હતો.

→ નોંધ - ભારતમાં 'ભારત રત્ન પુરસ્કાર'ની સાથે 'પદ્મ પુરસ્કાર' (પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ, પદ્મ શ્રી)નો પ્રારંભ પણ 1954થી જ થયો હતો.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments