→ કાયદાકીય સેવા સત્તામંડળ અધિનિયમ, 1987 હેઠળ સ્થાપવામાં આવેલ એક વૈધાનિક સંસ્થા છે.તે સમાજના નબળા વર્ગને મફત કાનૂની સેવાઓ પ્રદાન કરવા અને વિવાદોના સુખદ સમાધાન માટે લોક અદાલતોનું આયોજન કરવાને કામગીરી કરે છે.
→ 1987ના અધિનિયમની કલમ 12 પાત્રતા ધરાવતા વ્યક્તિઓને કાયદાકીય સેવાઓ આપવા માટેના માપદંડોને સૂચવે છે.
→ બંધારણના અનુ. 39(એ) અનુસાર રાજ્યને નિ:શુલ્ક/મફત કાયદાકીય સહાય પૂરી પાડવા માટે પ્રયત્ન કરશે.
→ બંધારણના અનુ.14 અને 22(1) રાજ્ય માટે ફરજિયાત બનાવે છે કે તે ખાતરી કરે કાયદાની સમક્ષ સમાનતાની અને બધાને સમાન તકના આધારે ન્યાય આપતી વ્યવસ્થાને પ્રોત્સાહન મળે છે.
→ અધ્યક્ષ : NALSAના પેટ્રોન ઈન ચીફ (મુખ્ય આશ્રયદાતા) તરીકે ભારતના મુખ્ય ન્યાયાધીશ-CJI છે અને ભારતના સુપ્રીમ કોર્ટના બીજા કર્મના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ કાર્યકારી અધ્યક્ષ છે.
0 Comments