→ દર વર્ષે 9 નવેમ્બરને ભારતમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ (National Legal Services Day) તરીકે મનાવવામાં આવે છે.
→ Theme 2024 : Empowerment of Justice: Accessible Legal Aid for All
→ આ દિવસની શરૂઆત વર્ષ 1995માં ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા સમાજના નબળા અને ગરીબ લોકોને મફત કાનૂની સેવા પૂરી પાડવા માટે કરવામાં આવી હતી
→ આ દિવસની ઉજવણી દેશના તમામ રાજયોના પાટનગર ખાતે કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદેશ્ય કાયદા અને બંધારણ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવાનો છે.
→ અનુચ્છેદ - 39(A) સામાન્ય ન્યાય અને ગરીબ તેમજ નબળા વર્ગ માટે મફત કામની સહાય માટેની જોગવાઇ કરે છે.
→ સુપ્રીમકોર્ટ દ્વારા વર્ષ 1987માં કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ (Legal Service Authority Act) પસાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વર્ષ 1995માં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તાધિકાર (National Legal Services Authority- NALSA ) ની રચના કરવામાં આવી હતી.
→ ઉદ્દેશ્ય : મહિલાઓ, બાળકો, વિકલાંગો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST),અન્ય પછાત વર્ગો (OBC) તથા કુદરતી આપત્તિ અને માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને મફતમાં કાનૂની સેવા પૂરી પાડવાનો તેમજ લોકોને તેમના કાનૂની અધિકારો અને જવાબદારીથી જાગૃત કરવાનો છે.
→ NALSA દ્વારા દેશમાં રાષ્ટ્રીય સ્તરે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. ન્યાયદીપ એ NALSA નું મુખપત્ર છે. તેનું નેતૃત્વ ભારતના મુખ્ય ન્યાયાધીશ કરે છે. .
→ કાનૂની સહાય મેળવવા માટેની પાત્રતા : જે વ્યકિતએ કેસ ફાઈલ કરવાનો હોય અથવા જેને બચાવ કરવાનો હોય તેવી દરેક વ્યક્તિ આ અધિનિયમ હેઠળ કાનૂની સેવા મેળવવા હક્કદાર ગણાશે.
→ 24 ક્લાક કાર્યરત કાયમી મફત સલાહ કેન્દ્ર ગુજરાત રાજય કાનૂની સેવા પ્રાધિકરણના નેજા હેઠળ કાયમી, હંમેશા મફત સલાહ અને સક્ષમ કાનૂની સેવા કેન્દ્ર, બં. નં. 12, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાતે 24 કલાક કાર્યરત છે.
→ ભારતમાં વિવિધ સ્તરે મફત કાનૂની સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA)
0 Comments