→ તેમણે BAPS (Bochasanwasi Akshar Purushottam Swaminarayan sanstha) સંસ્થાના સ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજ દ્વારા વર્ષ 1940માં અમદાવાદની આંબલીવાડી પોળમાં બાબુભાઈ પટેલના ઘરમાં પાર્શદી દીક્ષા આપવામાં આવી હતી.
→ તેમનું દીક્ષા સમયનું નામ નારાયણસ્વરૂપ દાસ હતું.
→ વર્ષ 1950માં શાસ્ત્રીજી મહારાજે તેમને BAPS ના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.
→ યોગીની મહારાજે પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે પ્રમુખ સ્વામીને ઘોષિત કર્યા હતા.
→ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બાદ તેઓ સંપ્રદાયના 5મા આધ્યાત્મિક વારસદાર હતા.
→ ઠાકોરજીની પ્રાસાદિક મૂર્તિ તેઓ હંમેશા પોતાની સાથે રાખતા હતા.
ધાર્મિક-આધ્યાત્મિક યાત્રા
→ તેમણે ગુજરાત કેન્દ્રીત BAPS સંસ્થાને વિશ્વ ફલક પર ફેલાવી અને નવી દિલ્હી તેમજ ગુજરાતના ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની સ્થાપના કરી હતી. જે આંતરરાષ્ટ્રીય સ્તરે હિંદુ સામાજિક આધ્યાત્મિક સંસ્થા બની રહી છે.
→ લંડન ખાતેનું સ્વામિનારાયણ મંદિર ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન ધરાવે છે અને ન્યુ જર્સી ખાતે સ્વામિનારાયણ મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર છે. હાલમાં અબુધાબી ખાતે મંદિરનું નિર્માણ કાર્યરત છે.
→ તેઓએ ભારતીય સંસ્કૃતિનું જતન કરવા વિશ્વભરમાં 1100 કરતા વધુ હિન્દુ મંદિરોનું નિર્માણ કરાવ્યું અને 1000થી વધારે સંતોની ભેટ આપી છે. જે બાબત ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી છે.
→ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટન તેમના મોટા ભક્ત હતા.
→ ક્લિન્ટન જયારે અક્ષરધામની મુલાકાતે ગયા ત્યારે તેમના સેક્રેટરીને કહ્યું હતું કે Look in Swamiji's eyes, He is Seeing God.
→ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ ક્લામ પણ તેમના પરમ ભકત હતા તથા ક્લામ સાહેબએ પ્રમુખ સ્વામી પર એક પુસ્તક Transcendence : my spiritual Experiences with Pramukh swamiji લખીને પ્રત્યેનો પોતાનો અહોભાવ અને આદર પ્રગટ કર્યો હતો.
→ બ્રિટનની પાર્લામેન્ટમાં પ્રમુખસ્વામીનું સન્માન કરવામાં આવ્યું હતું.
→ સહજાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી. જેમણે શિક્ષાપત્રી અને વચનામૃત જેવા અમૂલ્ય ગ્રંથોની ભેટ આપી છે.
→ પ્રમુખ સ્વામીએ 18000 કરતા વધુ ગામડા અને શહેરોમાં ધર્મસભા કરીને સામાન્ય જનતાને જીવન રાહ બતાવ્યો હતો. તેમજ અઢી લાખ કરતા વધુ ઘરોમાં જઈને લોકોને વ્યસનમુકત બનીને જીવન જીવવાની પ્રેરણા આપી હતી.
→ પ્રમુખસ્વામી દ્વારા BAPS સંસ્થાના 9000 જેટલા સંસ્કાર કેન્દ્રો ચાલી રહેલા છે અને 55,000થી વધુ સ્વયંસેવકોની ટુકડી ભૂકંપ, પૂર જેવી કુદરતી આફતોમાં સમાજ સેવાની જવાબદારી ઉપાડી છે
→ આ ઉપરાંત તેમણે શાળાઓ, હોસ્પિટલો બનાવી શિક્ષિત સમાજ તૈયાર કર્યો છે.
→ સાક્ષરતાથી લઇને જળસંચય અભિયાન પણ ચલાવ્યા હતા. તેમણે કોમી રમખાણો અને આંદોલનોમાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો કર્યા હતા તેમજ દહેજ અને સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા સામાજિક દૂષણોને દૂર કરવા લોકજાગૃતિ કેળવી હતી.
→ તેમણે નિ:સ્વાર્થ ભાવે સેવા કરીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ નોંધાવેલ છે.
→ તેમના આ ભગીરથ કાર્યાને ટેકો આપવા દેશ-વિદેશના અનેક યુવાનો જોડાયા છે. જેમાં ડોક્ટર, કમ્પ્યૂટર નિષ્ણાંત, ઇજનેરો, સંગીતકારો, સાહિત્યકારો અને ચિત્રકારો વગેરેનો સમાવેશ થાય છે.
→ તેમણે વર્ષ 2000માં યુનાઇટેડ નેશન્સની ધર્મપરિષદમાં ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર પ્રવચન આપીને ગુજરાતી ભાષાને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું હતું. "
→ વર્ષ 2022માં સ્વામી મહારાજની 101મી જન્મ શતાબ્દી ઉજવવામાં આવી હતી. જેનું આયોજન BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદ શહેર ખાતે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં BAPS સંસ્થા દ્વારા સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
→ તેમણે તેમના અનુગામી તરીકે મહંત સ્વામી કેશવ જીવનદાસજીને BAPSના છઠ્ઠા આધ્યત્મિક વારસદાર બનાવ્યા છે.
→ ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મૃતિમાં વર્ષ 2016માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
0 Comments