→ તેમના લગ્ન સમર્થ હાસ્યકાર રમણભાઇ નીલકંઠ સાથે થયા હતાં.
→ તેમની પુત્રી વિનોદિની નીલકંઠ બાળ સાહિત્યકાર અને નિબંધકાર હતાં.
→ તેઓ વર્ષ 1901માં તેમના બહેન શારદા મહેતા સાથે તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થનાર પ્રથમ ગુજરાતી મહિલા બન્યા હતાં.
→ તેમણે સુંદરીસુબોધ, ગુણસુંદરી, શારદા વગેરે સામયિકોમાં ક્યારેક નિબંધ, ક્યારેક ટુચકા, ક્યારેક નાટિકા લખતાં હતાં.
→ તેમણે ગુજરાતના સમાજ સુધારણા, શિક્ષણ, નારી પ્રતિષ્ઠા તેમજ અનેકવિધ ક્ષેત્રોને જીવનની છેલ્લી ઘડી સુધી પોતાની કુશળતાથી સીંચ્યાં હતાં.
→ તેઓ વર્ષ 1900ના છપ્પનિયા દુકાળ વખતે સ્ત્રીઓ અને બાળકોની સેવા કરીને સમાજ સેવામાં જોડાયાં હતાં તેમજ તેઓ પ્રાર્થના સમાજ અને અનાથ આશ્રમની પ્રવૃત્તિઓમાં પણ સામેલ થયાં હતાં.
→ તેમણે લાલશંકર ઉમિયાશંકર મહિલા પાઠશાળા (અમદાવાદ)ની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
→ વર્ષ 1902માં અમદાવાદમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન યોજાયું ત્યારે તેમણે મંચ પર વંદે માતરમ્ ગીત ગાયું હતું.
→ બ્રિટિશ સરકારે તેમને વર્ષ 1926માં કેસર-એ-હિન્દ અને મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાવર એવોર્ડથી નવાજ્યાં હતાં. પરંતુ વીરમગામમાં સત્યાગ્રહી બહેનો ઉપર જે જુલમ થયા હતા તેની જાણ થઈ ત્યારે તેના વિરોધમાં સરકારનો એવોર્ડ તેમણે પરત કર્યો હતો.
→ તેમણે વર્ષ 1928-58 દરમિયાન ગુજરાત વિધાનસભામાં મંત્રી તરીકે સેવા આપી હતી.
→ તેઓ વર્ષ 1932માં અખિલ હિન્દ મહિલા પરિષદના 7માં અધિવેશનમાં પ્રમુખ પદે રહ્યા હતા.
→ તેઓ વર્ષ 1946માં વડોદરા ખાતે આયોજિત ગુજરાતી સાહિત્ય પરિષદના 15મા અધિવેશનમાં પહેલા મહિલા પ્રમુખ બન્યા હતાં, આ અધિવેશનમાં ગુજરાત યુનિવર્સિટી સ્થાપવી જોઈએ તેવો ઠરાવ થયો હતો.
→ તેમને વર્ષ 1957માં એસ. એન. ડી. ટી.યુનિવર્સિટી તરફથી ડી. લિટ્ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
0 Comments