→ પત્ની :- વિદ્યાગૌરી નીલકંઠ ( સૌ પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ થનારા બે મહિલમાંથી એક )
→ માતા : રૂપકુંવારબા
→ શિક્ષણ : બી.એ., એલ.એલ.બી.
→ વ્યવસાય : લેખક, જજ, વકીલ
→ ઉપનામ : મકરંદ
→ બિરુદ : ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકાર
→ ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્ય નવલકથા ભદ્રભદ્રના સર્જક રમણભાઈ નીલકંઠ
→ ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર, મકરંદ અને ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ (આનંદશંકર ધ્રુવ દ્વારા) જેવા ઉપનામોથી તેઓ જાણીતા છે.
→ તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી હતી.
→ લેખક હોવાની સાથે તેમણે બ્રિટિશ સરકારી નોકરીમાં કારકુન, ગોધરામાં જજ અને વકીલાત તરીકે પણ કાર્ય કર્યું હતું.
→ તેમના લગ્ન વિધાગૌરી નીલકંઠ સાથે થયા હતાં, જે ગુજરાતીમાં સ્નાતક થનારા બે મહિલાઓ વિધાગૌરી નીલકંઠ અને શારદા મહેતા પૈકીના એક હતાં.
→ તેમણે લેખનની શરૂઆત ગુજરાતી કવિતા કલા નિબંધથી કરી હતી. .
→ ગુજરાતી સાહિત્યના પ્રથમ નાટક રાઈનો પર્વતની રચના તેમણે તેમના પિતા મહિપતરામ નીલકંઠના લાલજી મણિયારનો વેશ પરથી કરી હતી..
→ તેમણે ભદ્રંભદ્ર નવલકથાનું મુખ્યપાત્ર ભદ્રંભદ્ર મણિલાલ ત્રિવેદી અને વલ્લભરામનું પાત્ર મનસુખરામ ત્રિપાઠીને અનુલક્ષીને સર્જ્યું છે. .
→ તેમના ધર્મ અને સમાજ વિશેના ધર્મ નામના પુસ્તકમાં સંગ્રહાયેલા છે..
→ તેમની અધૂરી નવલકથા શોધમાં છે, જેને બિપીન ઝવેરીએ પૂરી કરી હતી..
શોભાવેલ પદો
→ તેમણે પ્રાર્થના સમાજના પ્રમુખ તરીકે સેવા આપી હતી તથા તેઓ પ્રાર્થના સમાજના મુખપત્ર જ્ઞાનસુધા અને વસંત પત્રના સંપાદક પણ રહ્યાં રહ્યાં હતાં..
→ તેમણે ગુજરાત વર્નાકયુલર સોસાયટીના મંત્રી તરીકે સેવા આપી હતી તેમજ ગુજરાત સાહિત્ય સભામાં તેમનું નોંધપાત્ર યોગદાન છે..
→ વર્ષ 1923માં અમદાવાદ રેડ ક્રોશ સોસાયટીની સ્થાપના થતા તેઓ આ સંસ્થાના પ્રથમ સેક્રેટરી બન્યા હતાં. .
→ તેઓ વર્ષ 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદના મુંબઈ ખાતેના અધિવેશનમાં પ્રમુખપદે ચૂંટાયા હતાં. આ ઉપરાંત, તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી.
→ તેમણે પિતાના નામ પરથી મહિપતરામ રૂપરામ અનાથાશ્રમની સ્થાપના કરી હતી..
→ તેમને રાવ બહાદુરનો ખિતાબ (1912) અને નાઇટહૂડ(1927)નો ઇલ્કાબ આપવામાં આવ્યો હતો. .
→ તેમના નામથી ગુજરાતી સાહિત્ય અકાદમીએ વર્ષ 2016માં હાસ્યલેખન ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ રમણભાઈ નીલકંઠ એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી. તથા સૌપ્રથમ રમણભાઇ નીલકંઠ એવોર્ડ હાસ્યલેખક વિનોદ ભિને એનાયત કરવામાં આવ્યો હતો..
→ તેમની બે પુત્રીઓ વિનોદિની નીલકંઠ અને સરોજીની નીલકંઠ જાણીતા સામાજિક કાર્યકર અને સાહિત્યકાર હતા તેમજ બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર એ રમણભાઈ નીલકંઠના પ્રપૌત્ર છે.
→ 16 જૂન, 1931ના રોજ સરદાર પટેલના હસ્તે અમદાવ અમદાવાદ મ્યુનિસિપલ કમ્પાઉન્ડમાં રમણભાઈ નીલકંઠની પ્રતિમા મૂકવામાં આવી હતી..
→ અન્ય : ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ, વિવાહવિધિ, જ્ઞાનસુધા.
→ ‘કવિતા અને સાહિત્ય’-1(1904), ‘કવિતા અને સાહિત્ય’-2 (1904), ‘કવિતા અને સાહિત્ય’-3 (1928), ‘વાક્યપૃથકૃતિ અને નિબંધ રચના′ (1903) જેવા ગ્રંથોના વિવેચન - વ્યાખ્યાનો અને ભાષાવિચારણા; 'કવિતા અને સાહિત્ય'-4 (1929) ની કવિતા-વાર્તાપ્રવૃત્તિ;‘ધર્મ અને સમાજ′-1(1932) ′ધર્મ અને સમાજ-2′ (1935)નાં ધર્મ અને સમાજ વિષેની તત્વચર્ચાને લગતાં વ્યાખ્યાનો; ‘ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ' અને‘વિવાહવિધિ' (1889)જેવાં ઇતિહાસ- સંસ્કાર આલેખતાં પુસ્તકો અને 'જ્ઞાનસુધા'નું સંપાદન-એમ અનેકવિધ સાહિત્યિક પ્રદાન દ્વારા તેઓ ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત થયા છે.
0 Comments