→ તેમણે અમદાવાદમાં પ્રાથમિક માધ્યમિક અને કૉલેજ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
→ વર્ષ 1930માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતાં.
→ તેમણે અમદાવાદમાં મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં હેડમિસ્ટ્રેસ અને એસ.એન.ડી.ટી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવી હતી.
→ વિનોદીની નીલકંઠ પોતાની આગવી લેખનશૈલીને કારણે કટારલેખન કરનાર પ્રારંભિક મહિલા સાક્ષર ગણાય છે.
→ તેમને નિબંધ, નવલકથા, નવલિકા અને બાળ સાહિત્ય જેવા ક્ષેત્રો પર પોતાની પ્રતિભાના ઓજસ પાથર્યા છે.
→ તેમણે વર્ષ 1940 થી 1987 સુધી ગુજરાત સમાચારની કટાર ઘર-ઘરની જ્યોતનું સંપાદન કયું હતું.
→ તેઓએ સ્ત્રીશિક્ષણ માટે વનિતાવિશ્રામ નામની સંસ્થા શરૂ કરી હતી, જે આજે પણ કાર્યરત છે.
→ વિનોદીની નીલકંઠની ટૂંકીવાર્તા દરિયાવ દિલ પરથી વર્ષ 1979માં એક અનોખી ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરો રજૂ થઈ હતી. જે લોકપ્રિય હિન્દી ફિલ્મ મધર ઇન્ડિયાની સમકક્ષ હતી, અને જેને સમીક્ષકો દ્વારા ખૂબ વખણાયી હતી.
સાહિત્યસર્જન
→ નિબંધ સંગ્રહ : રસદ્વાર
→ નવલકથા : કદલીવન
→ વાર્તાસંગ્રહ : આરસીની ભીતર કાર્પાસી અને બીજી વાતો, દિલ દરિયાવના મોતી, અંગુલીનો સ્પર્શ, નિજાનંદ
0 Comments