Ad Code

પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો | Different theories about the origin of the earth


પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો

→ પૃથ્વીના ઉદ્ભવ અંગે વિજ્ઞાનીઓ અને તત્ત્વવેત્તાઓએ અનેક ઉત્કલ્પનાઓ રજૂ કરી છે. જેને આપણે ત્રણ વિભાગોમાં વહેંચી શકીએ

  1. એક તારક ઉત્કલ્પના (Monistic Hypothesis) : આ ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે, તેને એક-પૈતૃક કલ્પના પણ કહે છે.
  2. દ્વૈ તારક અથવા યુગ્મતારક ઉત્કલ્પના (Dualistic Hypothesis) : આ ઉત્કલ્પના પ્રમાણે બે તારાના અથડાવાથી પૃથ્વીનો ઉદ્દભવ થયો હોવાનું માનવામાં આવે છે.
  3. વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના : આ ઉત્કલ્પના પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને પૂલ જેવા આદિ પદાર્થોથી થયો હોવાનું મનાય છે.


એક તારક ઉત્કલ્પનાઓ

વાયુગીય રાશિ ઉત્કલ્પના

→ જર્મન તત્ત્વસ ઈમેન્યુઅલ કાન્ટે (Emanual Kant) 1755માં આ ઉત્કલ્પનાની ભેટ આપી.

→ તેના મત પ્રમાણે અવકાશમાં ઠંડું અને ગતિહીન વાયુવાદળ હતું.

→ વાયુવીય વાદળના વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ ભળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક પરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું.

નિહારિકા વાદળ ઉત્કલ્પના

→ 1796માં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતસ લાપ્લાસે (Laplace) કાન્ટની વાયુવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો.

→ તેના વિચાર પ્રમાણે વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે.


યુગ્મતારક અથવા દ્વૈતારક ઉત્કલ્પના

(1) ગ્રહ ઉત્કલ્પના : બે અમેરિકન વૈજ્ઞાનીઓ ટી. સી. ચેમ્બર લેન (T. C. Chamber leain) અને (2) મોલ્ટને (Forest Ray Moulton) 1900માં ગ્રહાણું ઉત્કલ્પના આપી હતી.
→ તેઓના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય -સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં દૂર સુધી વિખરાઈ ગયા. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા.

→ આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને પછીથી સર હેરોલ્ડ જેફરીએ સમર્થન આપ્યું.



વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના

આંતર તારાકોય ધૂલીવાદળ ઉત્કલ્પના

→ રશિયન વિચારક ઓટો શ્મિડે (Otto schmidt. 1943) સૌર-પરિવાર ઉદ્દભવના સંદર્ભમાં આંતર તારાકીય ધૂલી વાદળની ઉત્કલ્પના (Inter stellar Dust Hypothesis) રજૂ કરી.

→ તેના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય હતો જ.

→ લગભગ 600 કરોડ વર્ષ પહેલાં મતોનું નિર્માલ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા. સમયાંતરે આ પરમાણુઓમાંથી વાયુઓ (બ્રાઈડ્રોજન અને હિલિયમ) અને ધૂલી વાદળોની ઉત્પત્તિ થઈ.

→ સૂર્યની આડર્ષણ શક્તિના કારણે તારાના મધ્યમાં રહેલા ધૂલીકણો અને વાયુવીય વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા.

→ ધૂલી અને વાયુવીય વાદળો એક ચપટી તાસકના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિક્રમા કરવા લાગ્યા. પછીથી પૂછી અને વાયુવીય વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ છે.






નિહારિકીય વાદળ ઉત્કલ્પના (Nebular Cloud Hypothesis)

→ જર્મન વિચારક કાર્લ વોન વાઈજાસ્કર (Carl Von weizsacker)ના મતાનુસાર વાયુવીય અને ધુલી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો.

→ સૂર્યના આકર્ષણ બળના કારણે વાયુવીય અને ધુલી વાદળોનો કેટલોક ભાગ સૂર્યનું પરિક્રમણ કરવા લાગ્યો અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફંગોળાઈ ગયો.

→ ધૂલી રજકણો પરસ્પર સંગઠિત થઈ મોતીઓની માળા સ્વરૂપમાં ગોઠવાયા.

→ સમયાંતરે મોટા સ્વરૂપના મોતી 'ગ્રહો” અને નાના સ્વરૂપના મોતી 'ઉપગ્રહો' બની ગયા.



Post a Comment

0 Comments