Ad Code

Pronouns | સર્વનામ

Pronouns | સર્વનામ
Pronouns | સર્વનામ

→ નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવામાં આવે છે.

→ Mr. Chirag Rana is a Doctor.

He is an ENglish Teacher

He does his duty well.

→ All students respect him.

→ ઉપરોક્ત વાક્યમાં He, His અને Him સર્વનામ તરીકે વપરાયા છે.

→ સર્વનામો કર્તા, કર્મ અને સબંધક વિભક્તિમાં વપરાય છે.

→ સર્વનામ પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષમાં પ્રયોજાય છે.

→ ત્રીજા પુરુષમાં સર્વનામમાં લિંગભેદ - પુલિંગ, સ્ત્રીલિંગ અને નાન્યેત્તર જોવા મળે છે.

→ એકવચન અને બહુવચનમાં સર્વનામનાં અલગ રૂપો છે.

→ સર્વનામો કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિમાં વપરાય છે.

કર્તા વિભક્તિ Subjective Case કર્મ વિભક્તિ Objective Case સંબંધક વિભક્તિ Possessive Case
I (હું) ME (મને) MY, MINE (મારું)
WE (અમે) US(અમને) OUR, OURS (અમારું)
YOU (તમે) YOU (તને, તમને) YOUR, YOURS (તમારું)
HE (તે) HIM (તેને) HIS (તેનું)
SHE (તેણી) HER (તેણીને) HER, HERS (તેણીનું)
IT (તે) IT (તેને) ITS (તેનું)
THEY (તેઓ) THEM (તેમને) THEIR, THEIRS (તેમનું)
WHO (કોણ, જે) WHOM (કોને, જેને) WHOSE (કોનું, જેનું)
ONE (કોઈ એક) ONE (કોઈ એકને) ONE'S (કોઈ એકનું)


Persons & Pronouns

વ્યક્તિવાચક સર્વનામો (Personal Pronouns)
→ વ્યક્તિવાચક સર્વનામોમાં ત્રણ પુરુષો (Persons) છે.

  1. The First Person Pronouns
  2. The Second Person Pronouns
  3. The Third Person Prounouns
The First Person Pronouns : જે સર્વનામો બોલનાર વ્યક્તિ કે વ્યક્તિઓ માટે વપરાય છે તેને First Person Pronouns કહે છે. જેમ કે : I, We, Me, Us, My, Our, Mine, Ours, Myself, Ourselves.

The Second Person Pronouns : જે સર્વનામો સાંભળનાર વ્યક્તિ કે વ્યક્તિઓના સંદર્ભમાં વપરાય છે તેને Second Person Pronouns કહે છે. જેમ કે : You, Your, Yours, Yourself, Yourselves

The Third Person Prounouns : જે વ્યક્તિ કે વ્યક્તિઓ,વસ્તુ કે વસ્તુઓ વિશે વાત કરવામાં આવે છે તેમના માટે વપરાતા સર્વનામોને The Third Person Prounouns કહે છે. જેમ કે : He, Him, his, himself, it, its, itself, she, her, hers, herself, they, them,, their, theirs, themselves


Number and Prounous

વ્યક્તિવાચક સર્વનામોમાં એકવચન અને બહુવચનનો ભેદ પડે છે. જેમકે
એકવચન બહુવચન
I, Me, My, Mine, Myself We, Us, Our, Ours, Ourselves
You, Your, Yours, Yourself You, Your, Yours, Yourselves
He, His, Him, Himself, She, Her,hers,Herself, It, Its, Itself They, Them, Their, Themseleves


Gender and Prounous

→ ત્રીજા પુરુષ એકવચનમાં સર્વનામમાં ત્રણ લિંગભેદ પડે છે : પુલિંગ (Masculine), સ્ત્રીલિંગ (Feminine) અને નપુંસકલિંગ (Neuter or Common)

→ Masuline Pronouns : He, Him, His, Himself

→ Feminine Pronouns: She, Her, Hers, Herslef

→ Neuter Pronouns : It, Its., Itself

→ બીજા પુરુષને લગતાં નીચેના સર્વનામો કોઈવાર કવિતામાં વપરાય છે અને ભગવાન કે દેવોના સંબોધન કરવા વપરાય છે.

→ Second Person Singular : Thou (તું), Thee (તને), Thy (તારું), Thine (તારું), Thyself (તારી જાતે)

→ second Person Plural : Ye (તમે)

→ Thou નું બહુવચન ye થાય છે.

→ Love they neighbour as thyself.

→ Gather ye rosebuds while ye may.

→ Note : Thouની સાથે આવેલ art એ to be નું ક્રિયાપદ રૂપ છે. Thou ની art આવે છે, are નહીં.


Type of Pronouns

  1. Personal Pronouns
  2. Reflexive Pronouns
  3. Emphatic Pronouns
  4. Possessive Pronouns
  5. Reciprocal Pronouns
  6. Demonstrative Pronouns
  7. Distrubutive Pronouns
  8. Introgative Pronouns
  9. Relative Pronouns

Personal Pronouns (વ્યક્તિવાચક સર્વનામો)

→ I, me, my, mine, we, us , our, ours, you, yours, he, him, his, she, her, hers, it


Reflexive Pronouns Emphatic Pronouns

→ Reflexive Pronouns અને Emphatic Pronouns (ભારવાચક સર્વનામો) બન્ને સ્વરૂપની દ્રષ્ટિએ સરખા છે,પરંતુ ઉપયોગની બાબતમાં અલગ પડે છે.

→ Reflexive Pronouns વાક્યમાં ક્રિયાપદના કર્મ તરીકે આવે છે, જ્યારે Emphatic Pronounsનો ઉપયોગ ભારપૂર્વક રજૂઆત કરવા માટે થાય છે.

→ આ સર્વનામો મોટેભાગે નામ કે સર્વનામ પછી તરત જ મૂકવામાં આવે છે.


Possessive Pronouns (માલિકી દર્શાવતાં સર્વનામો)

→ સબંધક સર્વનામો : My - Mine, our-ours, his-his, her-hers, it-is, their- theirs


Reciprocal Pronouns (પારસ્પરિક સર્વનામો)

→ each other અને one another આ બંને પારસ્પરિક સર્વનામો છે.

→ each otherનો ઉલ્લેખ બે વ્યક્તિના સંદર્ભમાં વપરાય છે.

→ one anotherનો ઉલ્લેખ બેથી વધુના સંદર્ભમાં વપરાય છે.


Demonstrative Pronouns (દર્શક સર્વનામો)

દર્શક સર્વનામો : this, that, these,those
Distrubutive Pronouns (વિભાગવાચક સર્વનામો)

→ વિભાગવાચક સર્વનામો : Each, Either, Neither

→ તેઓ વ્યક્તિ કે વસ્તુઓ માટે વપરાય છે.

→ તેમના પછી ક્રિયાપદ હંમેશા એકવચનમાં આવે છે.

→ Either અને Neither બે વ્યક્તિ કે વસ્તુન સંદર્ભમાં વપરાય છે. બેથી વધુ વ્યક્તિ કે વસ્તુઓના સંદર્ભમાં Either અને Neither જગ્યાએ અનુક્રમે any અને none નો ઉપયોગ થાય છે.


Introgative Pronouns (પ્રશ્નાર્થ સર્વનામો)

→ પ્રશ્નાર્થ સર્વનામો : who, whome, whose, what, which.

→ તેમનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થતો હોવાથી પ્રશ્નાર્થ સર્વનામ તરીકે ઓળખાય છે.

→ આ સર્વનામો Detrminers તરીકે પણ આવી શકે છે.


સંબંધક સર્વનામો

→ સંબંધક સર્વનામો : whom, who, whose, which, that,what, as, but

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments