→ પૃથ્વીના ઉદ્દભવ સંબંધિત અનેક ઉત્કલ્પનાઓમાંથી બે વિચારધારાઓ વધુ પ્રમાણમાં સ્વીકૃતિ પામી છે જે આધુનિક ગણવામાં આવે છે
નિહારિકા ઉત્કલ્પના અને
ભરતી ઉત્કલ્પના
નિહારિકા ઉત્કલ્પના (Nebular Hypothesis)
→ જર્મન તત્ત્વજ્ઞ ઈમેન્યુઅલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પના રજૂ કરી હતી.
→ તેના મતાનુસાર અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડું અને ગતિહીન વાયુવીય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું.
→ વાયુવીય વાદળમાં રહેલા વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને આ વાયુવીય વાદળ તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકા (Nebula)માં રૂપાંતર પામ્યું.
→ અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયુવીય વાદળો દેખાય છે તેને નિહારિકા કહે છે.
→ કાન્ટની આ વિચારધારામાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપ્લાસે (Laplace) 1796માં સુધારો કર્યો. તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી. આ નિહારિકાની સપાટી પરથી ગરમી સતત ફેંકાતી હતી. પરિણામે તેની ગરમીમાં ક્રમશ: ઘટાડો થતો ગયો. તે ધીમે ધીમે ઠંડી થવા લાગી તેથી તેની સપાટીના ભાગો સંકોચાઈને ઘટ્ટ બનવા લાગ્યા. આ નિહારિકાના કદમાં ધીમે ધીમે ઘટાડો થતાં તેના અક્ષ ભ્રમણવેગમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. તેથી તેના કેન્દ્રગામી (Centripetal) ભળ કરતાં કેન્દ્રત્યાગી બળ (Centrifugal) વધવા લાગ્યું.
→ કેન્દ્રત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવીય જથ્થો છૂટો પડી વલયાકારે અવકાશમાં ફેંકાયો. આ વાયુવીય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો. આ વાયુવીય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવીય પદાર્થો ધન ગોળાકાર (Sphere)માં પરિવર્તિત થયા. જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા.
→ ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા.
→ મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાયો.
ભરતી ઉત્કલ્પના (Tidal Hypothesis)
→ સાગર જળમાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી (Tide) આવે છે. આ ભરતીને લક્ષમાં રાખીને ઇંગ્લેન્ડના ભૂગોળવિદ્દો સર જેમ્સ જીન્સ (Sir James Jeans) તથા જેફરીઝે સૌર પરિવારની ઉત્પત્તિ માટે 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી.
→ આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આપણા આદિસૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો.
→ આ પ્રવાસી તારો આપણા સૂર્ય કરતાં કદમાં અનેકગણ મોટો હતો. તેથી તેનું ગુરુત્વાકર્ષણ પણ વધુ હતું. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુવીય ભરતી આવી.
→ પ્રવાસી તારો જેમ જેમ સૂર્યની વધુ ને વધુ નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ વધતી રહી.
→ સિગાર કે ચિરૂટ આકારનો વાયુવીય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો.
→ પ્રવાસી તારો સૂર્યથી જેમ જેમ દૂર થતો ગયો તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ ઘટતું ગયું.
→ સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ.
→ સમય જતાં સિગાર આકારનો છૂટો પડેલો ભાગ કરવા લાગ્યો. સંકોચન-પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું. તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ઉપગ્રહો બન્યા.
→ આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો.
→ પૃથ્વી સહિત અન્ય ગ્રહો, ઉપગ્રહોનો ઉદ્ભવ, તેઓનો સૂર્યથી ક્રમ, કદ, ધરીનું નમન, ઉપગ્રહોની સંખ્યા વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ ભરતી ઉત્કલ્પના કારણે પ્રાપ્ત થયા.
0 Comments
Any suggestions, Please comment Below 👇