Ad Code

વનસ્પતિ અંત: સ્ત્રાવો | Vanaspati Antahstravo

વનસ્પતિ અંત: સ્ત્રાવો
વનસ્પતિ અંત: સ્ત્રાવો

→ વનસ્પતિ અંત:સ્ત્રાવો વનસ્પતિ અને તેની ક્રિયાઓ વચ્ચે સમન્વય સ્થાપિત કરનાર રાસાયણિક પદાર્થ છે. જે વનસ્પતિની વૃદ્ધિ અને ચયાપચયની ક્રિયાઓને નિયંત્રિત અને પ્રભાવિત કરે છે. આવા હોર્મોન બે પ્રકરના છે

વૃદ્ધિ હોર્મોન : ઓક્સિન, જીબ્રેલીન, સાઈટોકાઈનીન

વૃદ્ધિ અવરોધક હોર્મોન : એબ્સીસીક એસિડ, ઇથિલીન

→ આ બધા અંત: સ્ત્રાવોમાં સૌથી મહત્વનો અંત: સ્ત્રાવ ઓક્સિન છે.


ઓક્સિન (Auxins)

→ આ હોર્મોન્સની શોધ ચાર્લ્સ ડાર્વિને ઈ.સ. 1880માં કરી હતી.

→ તે વિવિધ અંત: સ્ત્રાવોનો સમૂહ છે.

→ આ હોર્મોન્સ વનસ્પતિના વૃદ્ધિનું નિયમન અને નિયંત્રણ માટે જવાબદાર છે તથા પાનનું ખરવું અને ફળનું છૂટું પડવું આ હોર્મોન્સને આધારે થાય છે. ઉ.દા. IAA, 2, 4-D


જીબ્રેલીન (Gibberellins)

→ આ અંત: સ્ત્રાવોની શોધ ઈ.સ. 1926માં કુરોસાવાએ કરી હતી.

→ જે બીજના અંકુરણ તથા ફૂલ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.


સાઈટોકાઈનિન (Cytokinins)

→ શોધ : સ્કુગ અને મિલર

→ આ હોર્મોન્સ ડાળીમાં રહેલા કલિકાઓની વૃદ્ધિ તથા વનસ્પતિના પ્રોટીનના સર્જન માટે જવાબદાર છે.

→ વનસ્પતિના હરિતકણ ટકાવી રાખવા જરૂરી છે.


એબ્સીસીક એસિડ (Abscisic Acid)

→ પાણીની અછત જેવી સ્થિતિઓમાં પર્ણરંધ્રો બંધ કરી વનસ્પતિમાં રહેલી બાષ્પને વાતાવરણમાં ઉત્સર્જિત થતી અટકાવે છે.

→ ફળ પાક્યા પછી વૃક્ષ પરથી પડી ન જાય તે માટે આ હોર્મોન્સનો છંટકાવ કરવામાં આવે છે.


ઈથિલીન (Ethylene)

નોંધ :
→ તે ફળ પકવવા માટે જવાબદાર છે.

→ માદા પુષ્પોની સંખ્યામાં વૃદ્ધિ કરે છે.

→ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ પણ ફળ પકવવા માટે કરવામાં આવે છે.

→ ફૂલ ખીલવા માટે ફ્લોરિજેન્સ હોર્મોન જવાબદાર છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments