→ વિશ્વમાં દર વર્ષે 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ (International Forest day) ઉજવવામાં આવે છે.
→ થીમ 2025 : FORESTS AND FOODS
→ વન્ય પેદાશોમાંથી મળતાં અગણિત લાભો, શુધ્ધ હવા, પર્યાવરણીય સંતુલન તેમજ માનવજીવન ઉપર જંગલોના ઉપકારનું મહત્વ સમજી લોકોમાં વન સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે.
→ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સામાન્ય સભા દ્વારા આ દિવસ શરૂઆત કરવામાં આવી હતી.
→ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ-2023 અનુસાર ભારતમાં આશરે 25.17% વિસ્તારમાં જંગલો આવેલા છે.
→ જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે વર્ષ 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી, જે અનુસાર દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ.
→ વર્ષ 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને વર્ષ 1988માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી હતી.
→ દેશમાં જંગલ સંશોધન સંસ્થા દેહરાદૂન ખાતે આવેલી છે.
→ ભારતમાં વિસ્તારની દ્રષ્ટીએ સૌથી વધુ વન મધ્યપ્રદેશ (77493 ચો.કિ.મી.) અને ટકાવારીની દ્રષ્ટીએ સૌથી વધુ વન લક્ષદ્વીપ (91.33%) કેન્દ્રશાસિત પ્રદેશ જ્યારે રાજ્યમાં, મિઝોરમ (84.53%)માં જોવા મળે છે તેમજ સૌથી વધુ મેંગરુવ પશ્ચિમ બંગાળ (2,119.16 ચો.કિ.મી.) જોવા મળે છે.
→ જયારે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ 7.65% છે. ગુજરાતમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ના રેડડેટા બુકમાં સફેદ ખાખરો, ગુગળ, નીલસાટી, સીસમ, આમળી, હરડે વગેરે જેવી વનસ્પતિને ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે.
→ જંગલો ત્યાંની સ્થાનિક પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ, જંગલો માનવજીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે.
→ રાષ્ટ્રીય ઉધાનો, અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કેટલાંક જંગલો આરક્ષિત કરવામાં આવે છે.
0 Comments