→ ડાંગર અતિશય પ્રાચીન કાળનો પાક છે. તેનો સૌથી પહેલો ઉલ્લેખ 5000 વર્ષ જૂનાં ચીની લખાણોમાંથી મળે છે.
→ ભારતમાં અલ્લાહાબાદ પાસે આવેલ કોલ્ડીવારના પુરાતત્વ સંશોધનમાં મળી આવેલ માટીના વાસણના ટુકડા ઉપર ચોખાના દાણાની છાપ અને દાણા મળી આવ્યાં છે, જે ઈ. સ. પૂ. 6000થી 7000 વર્ષ જેટલાં જૂનાં હોવાનું મનાય છે.
→ હસ્તિનાપુરમાં પુરાતત્વના સંશોધન દરમિયાન ડાંગરના દાણા મળી આવેલ. તે કોલસા-સ્વરૂપે હતા અને ઈ. સ. પૂ. 1000થી 250 વર્ષ જૂના હોવાનું અંદાજવામાં આવે છે.
→ આયુર્વેદીય સંદર્ભપુસ્તક ‘સુશ્રુતસંહિતા’માં ભારતમાં તે વખતે એટલે કે ઈ. સ. પૂ. 1000 વર્ષે થતા જુદી જુદી જાતના ચોખાની વિવિધતાનું વર્ણન છે.
→ પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં યજ્ઞસામગ્રીની જરૂરિયાતમાં ‘ઓદન’ એટલે કે ભાતનો ઉલ્લેખ છે.
→ ચોખાના છોડને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય
વાનસ્પતિક વિભાગ: જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણો તથા
પ્રજનનવિભાગ, જેમાં પુષ્પવિન્યાસ અથવા કંટીનો સમાવેશ થાય છે.
→ ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્ત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટા ભાગે લોકો ખોરાકમાં ચોખા (Rice)નો ઉપયોગ કરે છે.
→ રોપણી બાદ ફૂટની અવસ્થા દરમિયાન અને ત્યારબાદ પણ ક્યારી ચોખ્ખી રાખવા હાથથી નીંદણ કરતા રહેવું પડે છે.
→ વધુ નીંદણ હોય ત્યાં નીંદણનાશક દવાઓનો ઉપયોગ થાય છે. આ માટે બ્યૂટાક્લૉર 50 ઇસી અથવા બેન્થીઓકાર્બ 50 ઇસી 1.25થી 1.5 કિગ્રા. સક્રિય તત્વ અથવા પેન્ડીમિથાલીન (30 ઇસી 1.5 થી 2.00 કિગ્રા. સક્રિય તત્વ)વાળું 500 લિટર પાણીમાં બનાવેલ દ્રાવણ હેક્ટર દીઠ રોપણી પછી તરત છંટાય છે અથવા ક્યારીમાંથી પાણી નીતર્યા બાદ રેતી સાથે દવાને ભેળવી ક્યારીમાં વ્યવસ્થિત વેરવું.
0 Comments