Ad Code

Responsive Advertisement

બાજરી (Millet)


બાજરી

→ એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ.

→ અંગ્રેજી નામ: Pearl millet

→ વૈજ્ઞાનિક નામ: Pennisetum glaucum {Pennisetum typhoides (Burm. F.)}

→ તે જાડાં અનાજ તરીકે પણ ઓળખાય છે.

→ વાવેતરના વિસ્તારની દષ્ટિએ ગુજરાતના ધાન્ય પાકોમાં બાજરી ત્રીજા નંબર પર આવે છે.

→ બાજરી માટે રેતાળ અને ગોરાડુ જમીન અનુકૂળ છે.

→ બાજરીનો પાક સાવ ઓછા વરસાદવાળા અને છીછરી તથા ઓછી ફળદ્રુપ જમીનવાળા પ્રદેશોમાં લેવામાં આવે છે.

→ બાજરી માટે ઓછો વરસાદ, મધ્યમ તાપમાન અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે.

→ બાજરાના કોષમાં 14 રંગસૂત્રો આવેલાં હોય છે.

→ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં : જામનગર





ઉત્પાદન

→ ભારત સિવાય તેના અન્ય ઉત્પાદક દેશો નાઇજીરિયા, ચીન અને નાઇઝર છે.

→ રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.

→ ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે.

→ બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે અને ત્યાર બાદ બીજા નંબરે ગુજરાત આવે છે.


બાજરીમાં રોગો

બાજરીમાં
→ કુતુલ

→ અરગટ જેવા રોગો આવે છે.


બાજરીમાં કીટકો

→ બાજરાના પાકને Colemania sphenariodes Bol. નામનો તીતીઘોડો, Amsacta albistriga WlK. નામનો વાળ ધરાવતો લાલ કીડો, Lutta sp. નામની ભમરાની જાત વગેરે કીટકો આક્રમણ કરી ખૂબ નુકસાન પહોંચાડે છે.

→ તીતીઘોડાના નિયંત્રણ માટે 22.4 કિગ્રા. પ્રતિ હેક્ટરે 10 % BHCના પાઉડરનો છંટકાવ કરવામાં આવે છે. લાલ કીડા માટે 5 % BHC અથવા DDTનો છંટકાવ કરવામાં આવે છે.



બાજરાની જાતોનું વર્ગીકરણ

→ બાજરાની જાતોનું વર્ગીકરણ મુખ્યત્વે છોડની ઊંચાઈ; ડૂંડાની લંબાઈ, જાડાઈ અને સખ્તાઈ; ડૂંડામાં મૂછોની હાજરી, દાણાનો રંગ અને આકાર તથા પરિપક્વતા વગેરે ગુણોના આધારે કરી શકાય છે.


બાજરીમાં સુધારેલી જાતોમાં

→ બાજરી એચ.બી. - 1

→ એચ.બી. - 2, એચ.બી. - 3, એચ.બી. - 4નો સમાવેશ થાય છે.



Post a Comment

0 Comments