Ad Code

Responsive Advertisement

રાજા રામમોહનરાય અને બ્રહ્મોસમાજ | Raja Rammohan Rai and Brahmo Samaj


રાજા રામમોહનરાય અને બ્રહ્મોસમાજ

→ રાજા રામમોહનરાયનો જન્મ (22 મે, 1774) બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં રમાકાંતને ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

→ અવસાન : (ઈ.સ. 1833) બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું.

→ 19મી સદીના પ્રારંભમાં આવેલ ભારતીય નવજાગૃતિના અગ્રદૂત રાજા રામમોહન-રાય (1774-1833) અને તેમણે સ્થાપેલ બ્રહ્મસમાજ સંસ્થા હતી.

→ તેમણે પ્રારંભિક શિક્ષણ પટણા અને વારાણસીમાં લીધું હતું.

→ તેમણે બંગાળી ઉપરાંત ઉર્દૂ, સંસ્કૃત, ગ્રીક, હિબ્રૂ, લેટિન, ફારસી, અરબી તથા પાછળથી અંગ્રેજી ભાષા ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું.

→ તેમણે જુદા જુદા ધર્મોના ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો.


→ રાજા રામમોહનરાયની વિચારસરણીમાં વેદાંત ધર્મ, ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતની સંયુક્ત અસર જોવા મળે છે.

→ આધુનિક ભારતીય રાજકીય ચિંતનની શરૂઆત રાજા રામમોહન રાયથી થાય છે.

→ સામાજિક-ધાર્મિક સુધારણાનાં આંદોલન ચલાવવા તેમણે બ્રહ્મોસમાજની સ્થાપના કરી. તેઓ બ્રહ્મોસમાજના આદ્યપ્રણેતા હતા.


સમાજસુધારા

→ રાજા રામમોહનરાયે બંગાળના રૂઢિચુસ્ત સમાજમાં ક્રાંતિકારી સુધારા લાવવા પ્રયત્નો કર્યા. તેમના સમાજસુધારાના ખ્યાલોમાં મુખ્યત્વે

  1. હિંદની પ્રગતિમાં જ્ઞાતિપ્રથા મોટો અવરોધ છે.
  2. કુટુંબમાં સ્ત્રીઓને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થાય તો જ સમાજમાં તેમનું સન્માન વધે.
  3. સતીપ્રથા એ વાસ્તવિક અર્થમાં ખૂન જ છે-વહેલામાં વહેલી તકે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
  4. બાળલગ્ન હાનિકારક છે.
  5. વિધવાઓને પુનર્લગ્ન કરવાની છૂટ મળવી જોઈએ.
  6. બહુપત્નીપ્રથાનો અંત આણવો જોઈએ.
  7. પિતાના વારસામાં પુત્રીનો પણ ભાગ હોવો જોઈએ વગેરેનો સમાવેશ થતો હતો.


→ તેમણે સમાજસુધારા માટે અંગ્રેજી શિક્ષણને મહત્ત્વનું ગણાવ્યું.

→ તેમણે પશ્ચિમી વિજ્ઞાનોના તથા સાહિત્યના અભ્યાસ માટે ડૅવિડ હેર સાથે મળીને 1817માં કોલકાતામાં હિંદુ કૉલેજ શરૂ કરી. ભારતમાં અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ આપતી એ પહેલી શૈક્ષણિક સંસ્થા હતી.

→ અખબારી સ્વાતંત્ર્ય, વાણીસ્વાતંત્ર્ય, સ્ત્રી—અધિકાર, વ્યક્તિસ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી.

→ તેમની સતીપ્રથા ના વિરોધની ઝુંબેશને પરિણામે વિલિયમ બેન્ટિકે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડયો(ઈ.સ. 1829).
→ તેઓ પ્રેસની સ્વતંત્રતાના મહાન હિમાયતી હતા. તેમણે બંગાળીમાં 'સંવાદ કૌમુદી' અને ફારસીમાં 'મિરાત-ઉલ-અખબાર' નામનાં સમાચારપત્રો શરૂ કર્યાં.

→ 1803માં ફારસી ભાષામાં ‘‘તોહફતુલ મુવહદ્દીન’’ ‘‘એકેશ્વરવાદીની ભેટ’’ – આ નામનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો.

→ પોતાના વિચારો ફેલાવવા માટે તેમણે 'આત્મીય સભા'ની સ્થાપના (ઈ.સ. 1815) કરી જે પાછળથી 'બ્રહ્મસભા'માં પરિણમી.

→ 'બ્રહ્મસભા'ના સભ્યો જુદાં જુદાં દેવદેવીઓમાં માનવાને બદલે માત્ર એક જ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા હતા.

→ તેના સભ્યો નાતજાતના ભેદભાવ રાખ્યા વગર એક જ મકાનમાં એકઠા મળીને પ્રાર્થના કરતા, પાછળથી 'બ્રહ્મસભા' 'બ્રહ્મોસમાજ' (1828) નામે ઓળખાઈ.

→ 1827માં ‘બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા યુનિટેરિયન એસોસિયેશન (એકેશ્વરવાદી મંડળ) રચવામાં આવ્યું હતું.





→ 1828માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી. આ સંદર્ભે જે વ્યવસ્થા-પત્ર ટ્રસ્ટ ડીડ – તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં રાજા રામમોહન રાય, દ્વારકાનાથ ટાગોર, પ્રસન્નકુમાર ટાગોર વગેરે દાતાઓની મિલકત બ્રહ્મોસમાજના ત્રણ ટ્રસ્ટીઓને સોંપવામાં આવી હતી.


→ આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો પ્રમાણે
  1. સંસ્થાની સભા નિયમિત મળે અને હિંદુ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ કરવામાં આવેલા સિદ્ધાંતો પ્રમાણે સમુદાયમાં પ્રાર્થના કરવામાં આવે
  2. ધાર્મિક ગ્રંથોનું વાંચન તથા ઈશ્વરસ્તુતિ કરવાં
  3. ધર્મનાં મહાસત્યોનું વિવરણ કરવું તેમજ તેમના પર ચર્ચાવિચારણા કરવી
  4. મનનાં હલકાં તત્ત્વો પર અંકુશ મેળવવા તથા સર્વોચ્ચ ચૈતન્યની નજીક પહોંચવા દૈવી સદગુણ અને દૈવી શક્તિ સંબંધે ધ્યાન-મનન કરવામાં આવે.


→ તેમણે ‘મૉડર્ન એન્ક્રોચમેન્ટ ઑન ધી એન્શ્યન્ટ રાઇટ્સ ઑવ્ ફીમેલ્સ એકૉર્ડિંગ ટુ ધ હિંદુ લૉ ઑવ્ ઇનહરિટન્સ’ નામની પુસ્તિકા પ્રસિદ્ધ કરી.

→ દિલ્હીના મુઘલ બાદશાહ બહાદુરશાહે તેમને 'રાજા'ની પદવી આપી. દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક અંગેનો કેસ લડવા બાબતે રાજા રામમોહનરાયને ઇંગ્લૅન્ડ મોકલ્યા. એ સમયે જ (ઈ.સ. 1833) બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું.



Post a Comment

0 Comments