→ સાહિત્ય અને કલાની જેમ ગુપ્તકાળમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો ખાસ્સો વિકાસ થયો હતો.
→ ખગોળ વિજ્ઞાનનો મહત્ત્વપૂર્ણ વિકાસ જોવા મળે છે.
→ પાંચમી સદીમાં એક મહાન ખગોળ વિજ્ઞાની અને ગણિતજ્ઞ આર્યભટ્ટ થઈ ગયા. જેમણે ભારતના ખગોળ વિજ્ઞાન પર આધારિત સર્વશ્રેષ્ઠ ગ્રંથ 'આર્યભટ્ટીયમ્'ની રચના કરી હતી. તેમણે સૌપ્રથમ વખત સાબિત કર્યુ હતુ કે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, તે સૂર્યની આસપાસ ઘુમે છે, જેને કારણે સૂર્યગ્રહણ થાય છે.
→ તેમણે શૂન્યની શોધ કરી હતી અને દશાંશપદ્ધતિનો પ્રથમ વખત પ્રયોગ કર્યો હતો.
→ વરાહમિહિર પણ આ કાળે થયેલ મહાન ખગોળવિજ્ઞાની હતા. તેમને ખગોળની વિભિન્ન પદ્ધતિઓ પર આધારિત 'પંચસિદ્ધાંતિકા' નામનો મહાગ્રંથ રચ્યો હતો.
→ ગણિતજ્ઞ જેમણે 'બ્રહ્મસ્કૂટ'નો સિદ્ધાંત આપ્યો હતો. તે બ્રહ્મગુપ્ત પણ આ જ કાળમાં થઈ ગયા.
→ ગુપ્તકાળમાં ધાતુ સાથે સંકળાયેલ નવીન ટેક્નોલૉજીનો વિકાસ થયો. આ ટેક્નોલૉજી આપણને ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિઓમાં જોવા મળે છે. મૈહેરોલી સ્થિત લોહસ્તંભ પણ ગુપ્તકાલીન ધાતુ ટેક્નોલૉજીનો વિકાસ દર્શાવે છે. 1500 વર્ષ જૂના આ સ્તંભને હજી સુધી કાટ લાગ્યો નથી.
→ રંગો બનાવવાની ટેક્નિક પણ ગુપ્તકાળમાં ખૂબ વિકસી હતી અને પાકા રંગોનો પ્રયોગ આપણને અજંતાની ગુફાઓમાં થયેલો જોવા મળે છે.
0 Comments