ઘઉં (Wheat)


ઘઉં (Wheat)

→ ઘઉં (Wheat) પોએસી (Poeceae) કુળમાંથી ઊતરી આવેલ છે. ટ્રિટિકમ પ્રજાતિ(Genus triticum)નો આ પાક વિવિધ જાતિઓ (species), જેવી કે ઍસ્ટિવમ, ડ્યૂરમ, ડાયકોકમ, મૉનોકોકમ, સ્પેલ્ટા આદિમાં વહેંચાયેલો છે.

→ ઘઉં ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્ત્વનો ધાન્ય પાક છે.

→ ઘઉં ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમાં વધુ થાય છે.

→ સામાન્ય રીતે ગુજરાતની કાળી કપાસની જમીનમાં તથા નવા કાંપની જમીનમાં ઘઉંનું વાવેતર થાય છે.

→ ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન, વરસાદ અને લણણી સમયે તડકાની જરૂર હોય છે.

→ ગુજરાતમાં ઘઉંનો પાક શિયાળુ પાક તરીકે લેવાય છે.

→ આ પાકની સંતોષકારક વૃદ્ધિ તેમજ દાણાના સારા વિકાસ માટે તેના વૃદ્ધિકાળ દરમિયાન ઠંડું અને ભેજવાળું વાતાવરણ તેમજ પાકવાનાં 6થી 8 અઠવાડિયાં દરમિયાન સૂકું, પ્રકાશવાળું અને ગરમ વાતાવરણ તેમજ સરેરાશ 18° થી 19° સેન્ટિગ્રેડ તાપમાન જરૂરી છે.



ઘઉંની ખેતી

→ ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઘઉંની વધુ ખેતી થાય છે.

→ ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન અમદાવાદ જિલ્લામાં થાય છે. બીજા નંબર પર મહેસાણા આવે છે.

→ અમદાવાદનો ભાલપ્રદેશ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. ભારતમાં તે શિયાળામાં પકવવામાં આવે છે.

→ ધાન્ય પાકોના ઉત્પાદનમાં ગુજરાતમાં ઘઉંનો ક્રમ પ્રથમ આવે છે.

→ ભારતમાં ઘઉંના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની દૃષ્ટિએ ગુજરાત સાતમાં નંબર પર આવે છે.

→ ઘઉં સંયુક્ત રાજ્ય અમેરિકા, કૅનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઑસ્ટ્રેલિયા અને ભારતમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.

→ ઘઉંની ખેતી ભારતમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં થાય છે.

→ પંજાબમાં ઘઉંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોઈ તેને 'ઘઉંનો કોઠાર' કહેવામાં આવે છે.


ઘઉંનું સંશોધન કેન્દ્ર

→ ગુજરાતમાં પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર વિજાપુર જે મહેસાણા જિલ્લામાં આવેલ છે.

→ ગુજરાતમાં બિનપિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર અરણેજ જે અમદાવાદમાં આવેલ છે.

→ ભારતમાં આધુનિક વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆત 1905માં પુસા (બિહાર) ખાતે સ્થાપવામાં આવેલ ભારતીય કૃષિ અનુસંધાન પ્રતિષ્ઠાન (જે શરૂઆતમાં ઇમ્પીરિયલ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નામે ઓળખાતું હતું)





ઘઉંના પાકમાં જોવા મળતા રોગો અને નિયંત્રણ

ઊગસૂકનો રોગ

લક્ષણો
→ આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થતો હોય છે.
→ આ રોગમાં ધરુના મૂળમાં અથવા અંકુરમાં સડો લાગવાથી ધરુ ઊગ્યા પછી સાત-આઠ દિવસમાં સુકાઈ જતાં હોય છે.
→ આ રોગની અસર સ્ફુરણ થયા બાદ 15 દિવસમાં જોવા મળે છે.
→ આ રોગથી પાકમાં છોડની સંખ્યા ઘટી જાય છે.



નિયંત્રણ :
→ બીજને વાવતાં પહેલાં 1 ટકાવાળી પારાયુક્ત દવાઓમાંથી એગ્રોસાન, સેરેસાન અથવા થાયરમ કે કૅપ્ટન જેવી કોઈ પણ એક દવાનો, એક કિલો બીજમાં 3થી 4 ગ્રામના પ્રમાણમાં પટ આપવાથી રોગને ફેલાતો અટકાવી શકાય છે.

અંગારિયો

લક્ષણો
→ ફૂગથી થતો અંગારિયાનો રોગ ઘઉંની મેક્સિકન જાત એટલે કે સોનેરા-64 તથા શરબતી સોનારામાં જોવા મળે છે.
→ પાકમાં જ્યાં સુધી ઊંબી ન આવે ત્યાં સુધી આ રોગની ખબર પડતી નથી કારણ કે આ રોગ બીજ દ્વારા વ્યવસ્થિત ફેલાતો હોવાથી શરૂઆતમાં જાણી શકાતો નથી; પરંતુ જ્યારે ઘઉંના પાકમાં ઊંબીઓ નીઘલવા લાગે છે ત્યારે ઊંબીની અંદર દાણાની જગ્યાએ કાળા રંગનો પાઉડર જોવા મળે છે અને દાણા બિલકુલ બેસતા નથી.


નિયંત્રણ
→ આ રોગને કાબૂમાં લેવા માટે ઘઉંના બીજને વાવતાં પહેલાં ફૂગનાશક દવાનો પટ આપી ઠંડા પાણીમાં ચાર કલાક પલાળ્યા બાદ ગૅલ્વેનાઇઝ્ડ પતરા ઉપર બીજને સૂર્યના તાપમાં બપોરના 12થી 3 વાગ્યા સુધી રહેવા દેવામાં આવે છે. આવી રીતે બે દિવસ કર્યા બાદ બીજને વાવવાના ઉપયોગમાં લેવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે.



ઘઉનાં પાનનો સુકારો

લક્ષણો
→ આ રોગ ઑલ્ટરનેરિયા ટ્રિટિસીના અને હેલ્મિન્થોસ્પૉરિયમ સટાઇવમ નામની ફૂગ દ્વારા થાય છે.
→ વાવેતર કર્યા બાદ પાક 6–8 અઠવાડિયાંનો થયેથી રોગ દેખાવાની શરૂઆત થાય છે. તેમ છતાં પણ હેલ્મિન્થોસ્પૉરિયમ પ્રજાતિ દ્વારા થતો રોગ સાધારણ વહેલો જોવા મળે છે.
રોગની શરૂઆત છોડનાં નીચેનાં પાન ઉપરથી થાય છે.
→ પાન ઉપર સ્પષ્ટ ઘાટા ભૂખરા રંગનાં મર્યાદિત અંડાકાર ટપકાં જોવા મળે છે. તે પાછળથી વિકાસ પામીને અનિયમિત અને ચળકતી પીળી કિનારીવાળાં બને છે.
→ કેટલાંક ડાઘા-ટપકાં એકબીજા સાથે ભળી એકરૂપ થઈને પાનનો ઘણોખરો વિસ્તાર આવરી લેવાને પરિણામે પાન સુકાઈ જાય છે.
વધારે ભેજવાળું વાતાવરણ રોગના ફેલાવા માટે કારણભૂત બને છે.
→ રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય તો દૂરથી ખેતર આગથી દઝાઈ ગયાં હોય તેવાં સુકાયેલાં લાગે છે.



નિયંત્રણ
→ રોગિષ્ઠ ખેતરમાંથી બીજ પસંદ કરાતું નથી.
→ રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવામાં આવે છે.
→ લિટર પાણીમાં મૅન્ક્રોઝેબ અથવા ઝાયનેબનું 2.5 ગ્રામ પ્રમાણ રાખી 6થી 8 અઠવાડિયાંનો પાક થયેથી છંટકાવ શરૂ કરે છે.
→ દર 10 દિવસના અંતરે બીજા 2થી 3 છંટકાવ કરવામાં આવે છે.


કૃમિ દ્વારા થતો ઈયર કોકલનો રોગ

લક્ષણો
→ આ રોગ કૃમિ દ્વારા થાય છે.
→ છોડનું થડ જ્યાં જમીનને અડકતું હોય ત્યાં આ રોગ લાગ્યા પછી 20 થી 25 દિવસમાં તે કદમાં વધી જાય છે.
→ પાન ચીમળાઈ જાય છે અને છોડ કદમાં નાના રહે છે અને એક છોડમાંથી બીજા ઘણા જ છોડ ફૂટી નીકળે છે અને ઊંબીમાં દાણા બેસતા નથી.


નિયંત્રણ
→ આ રોગને કાબૂમાં લેવા માટે બીજને 20 ટકાવાળા મીઠા અને પોટૅશિયમ ક્લોરાઇડના મિશ્રણમાં ડુબાડી ઉપર તરતી ગાંઠોને દૂર કરી બીજને વાવવાં પડે છે.


ગેરુ
→ ઘઉંના પાકમાં ત્રણપ્રકારના ગેરુરોગ જોવા મળે છે, જેવા કે :
  1. કાળો અથવા દાંડીનો ગેરુ : આ રોગ પાકની પાછળની અવસ્થામાં આવે છે. શરૂઆતમાં થડ, પાન અને ઊંબી પર ટપકાં જોવા મળે છે.
  2. બદામી અથવા પાનનો ભૂરો (કથ્થાઈ) ગેરુ : રોગનાં પ્રારંભિક લક્ષણોમાં મોટા ભાગે પાન પર (દાંડી પર ભાગ્યે જ) છૂટાંછવાયાં, અતિ ઝીણાં, ગોળ, નારંગી કથ્થાઈ રંગનાં ઊપસી આવેલાં નિદાઘબીજાણુપુંજ (uredosorus) જોવા મળે છે.
  3. પીળો અથવા પીળી પટ્ટીનો ગેરુ

  4. નિયંત્રણ
    → રોગનાં ચિહનો દેખાવાની શરૂઆત થયે ઝાયનેબ (0.2 %) અથવા મૅન્ક્રોઝેબ(0.2 %)નો છંટકાવ કરવો જરૂરી છે. એ પછી દર 15 દિવસના અંતરે બીજા બે છંટકાવ પણ કરવાના રહે છે.


અનાવૃત્ત



ઘઉંની સુધારેલી જાત

→ પિયત ઘઉં એન.પી. 824
→ અરણેજ-206
→ સોનાલિકા, જે–2
→ કલ્યાણ સોના
→ જે–1-7
→ લોક - 14
→ ગુજરાત ઘઉં–1139
→ અરણેજ–624 વગેરેનો સમાવેશ થાય છે.

Post a Comment

0 Comments