Ad Code

પાનવાળનારા ઈયળ (LEAF FOLDER)

પાનવાળનારા ઈયળ
પાનવાળનારા ઈયળ


પાનવાળનારા ઈયળ (LEAF FOLDER)

→ જીવાતનું ફૂદું પીળાશ પડતા તપખીરિયાં રંગની પાંખોવાળુ હોય છે. તેની ઉપરની પાંખોોમાં ત્રણ પટ્ટી સ્પષ્ટ જોવા મળે છે. જેમાં વચ્ચેની પટ્ટી ઉપર અડધી હોય છે. આ ચોખાનું ખાદ્ય ભોજી છે.

→ ઇયળ ખૂબ જ ચપળ, પીળાશ પડતા લીલા રંગની પાતળી હોય છે.

→ આ ઈયળ પાનની બે ધારોને જોડી ગોળ ભૂંગળી જેવું બનાવી તેની અંદર રહી પાનનો લીલો ભાગ ખાય છે જેના કારણે પાન પર પારદર્શક સફેદ ધાબા જોવા મળે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન સફેદ થઈ સુકાઈ જાય છે.

નુકસાન ગ્રસ્ત પાકો : ડાંગર, તલ, રાઈ, આમળા, ભીંડા

નિયંત્રણ

→ કારટેપ 50%, 10 ગ્રામ અથવા એસીફેટ 75 એસ.પી. 10 ગ્રામ અથવા મોનોક્રોટોફોસ 36 એસ.એલ, 12 મિ.લિ., ડી.ડી.વી.પી. 5 મિ.લિ., ઈનડોકઝાકાર્બ 15.8 ઈ.સી. 10 મિ.લિ., સ્પીનોસાડ 45 એસ.સી. 3 મિ.લિ., પ્રોફેનોફોસ (આંતર પ્રવાહી) 50 ઈ.સી. 10 મિ.લિ. પૈકી કોઈ પણ એક કીટનાશકને 10 લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો.

→ તેનો ઉપદ્રવ ચાલુ હોય ત્યારે બેસીલસ થુરીન્જિયન્સિંસ અથવા બાવેરિયાના અથવા વર્ટીસીલિયમ લેકાની 20 ગ્રામ/10 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો જોઈએ.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments