Ad Code

ભૂપેન ખખ્ખર | Bhupen Khakhar

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ચિત્રકાર ભૂપેન ખખ્ખર
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ચિત્રકાર ભૂપેન ખખ્ખર

→ જન્મ : 10 માર્ચ, 1934 (મુંબઇ)

→ ક્ષેત્ર: ચિત્રકાર

→ અવસાન : 08 ઓગસ્ટ, 2003

→ વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી ચિત્રકાર


→ તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. અને વર્ષ 1956માં બી.કોમ.નો અભ્યાસ કર્યો હતો.

→ તેઓ વર્ષ 1964માં વડોદરાની M.S. યુનિવર્સિટીમાંથી કલા-વિવેચનાના વિષય સાથે એમ.એ. થયા.

→ તેમના ચિત્રોની પ્રેરણા આધુનિક ભારતનો મધ્યમવર્ગ રહ્યો છે.

→ 'જનતા વૉચ કંપની', 'ગુરુ જયંતી', 'સૌને ખુશ રાખવાનું અશક્ય છે' અને 'જલેબી ખાતો હું' વગેરે તેમના જાણીતા ચિત્રો છે.

→ વર્ષ 1965માં મુંબઇમાં તેમનું પ્રથમ વ્યક્તિગત ચિત્ર પ્રદર્શન યોજાયું. ત્યારબાદ દેશ વિદેશમાં ઘણા ચિત્ર પ્રદર્શનો યોજાયા.

→ વર્ષ 1976માં તેઓ ભારત સરકારના સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ હેઠળ રશિયા ગયા.

→ તેમણે દેશવિદેશમાં અનેક કલાવિષયક પરિસંવાદ, કાર્યશાળા તથા પ્રવચનશ્રેણીમાં ભાગ લીધો છે તેમજ આયોજન પણ કર્યું છે.

→ તેમના સન્માનમાં વર્ષ 1984માં ગ્રેટ બ્રિટનની આટર્સ કાઉન્સિલે 'મેસેજિઝ ફ્રૉમ ભૂપેન ખખ્ખર' નામની ફિલ્મ બનાવી હતી.

→ આ ઉપરાંત તેમણે ગુજરાતીમાં ટૂંકી વાર્તાઓ પણ લખી છે તેમજ 4 વર્ષ સુધી ગુલામ મોહમ્મદ શેખ સાથે 'વૃશ્ચિક' સામયિકના સહતંત્રી તરીકે પણ કાર્ય કરેલ છે.

→ તેમણે કરેલ સર્જનમાં 'મગનલાલનો ગુંદર' વાર્તાસંગ્રહ અને 'મોજીલા મણીલાલે' નાટક ખૂબ જાણીતા થયા હતા.

→ ભારત સરકાર દ્વારા તેમણે વર્ષ 1984માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ તેમની કલાશૈલી ઠીકઠીક વિવાદ જગવતી રહી છે. તે ‘નૅરેટિવ-પેઇન્ટિંગ’ના નામે ઓળખાય છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments