Ad Code

માંડવી | Mandvi


માંડવી

→ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક

→ તેની ઉત્તરે નખત્રાણા, ઈશાનમાં ભુજ, પૂર્વમાં મુંદ્રા, પશ્ચિમે અબડાસા તાલુકાઓ તથા દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે.

→ ભૌગોલિક સ્થાન : તે 22° 50´ ઉ. અ. અને 69° 21´ પૂ.રે. પર રુક્માવતીના કાંઠે આવેલું છે.

→ ‘માંડવી’નો અર્થ જકાતનાકું થાય છે. જૈન પ્રબંધોમાં તેનો ‘રિયાણપત્તન’ તરીકે ઉલ્લેખ છે. તે ‘રાયપુર’ પણ કહેવાતું હતું. 1580માં રાવ ખેંગારજીના સમયમાં તેની સ્થાપના થઈ હતી.

→ રૂકમાવતી નદીના કિનારે આવેલું માંડવી બંદર સૌથી જૂનું બંદર છે.

→ માંડવીમાં આવેલું રામપર-વેકરા સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ છે.

→ અહીં ગંગાજી તથા જમનાજી નામના પવિત્ર કુંડ આવેલા છે.

→ કારતક સુદ પૂનમના રોજ રૂકમાવતી નદીના કિનારે મેળો ભરાય છે.

→ ટી.બી. ના ઉપચાર માટેનું ટી.બી સેનેટોરિયમ માંડવી ખાતે આવેલું છે.

ગુજરાતનું સૌપ્રથમ વિન્ડફાર્મ અહીં સ્થપાયું હતું.

→ (અગત્યની નોંધ : GCERT પ્રમાણે ભારતનું પ્રથમ વિન્ડફાર્મ તમિલનાડુના તુતીકોરીન ખાતે સ્થાપવામાં આવ્યું હતું.)

→ ભારતની સ્વતંત્રતા માટે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર શ્યામજીકૃષ્ણ વર્માનું જન્મ સ્થળ માંડવી છે. વર્ષ 2003માં તેમનાં અસ્થિ જીનીવાથી માંડવીમાં લાવ્યા બાદ વર્ષ 2009માં નરેન્દ્ર મોદીએ 'ક્રાંતિ તીર્થ' સ્થાપવા માટે શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સોસાયટીની રચના કરી હતી. ક્રાંતિ તીર્થના પાયાનો પથ્થર 13 ડિસેમ્બર, 2010ના રોજ મુકાયો હતો.

→ જૈનોનું પવિત્ર સ્થળ બૌતેરા જિનાલય માંડવી ખાતે આવેલું છે.

→ આ તાલુકાની રુક્માવતી નદી ભુજ તાલુકાના ચાડવાની ટેકરીમાંથી નીકળે છે. ખોજાચોરા, રામપર, વેકરા, કોડાઈ અને માંડવી આ નદીને કાંઠે આવેલાં છે. આ નદી પર માંડવી નજીક વિજયસાગર બંધ બાંધવામાં આવ્યો છે.

→ અહીં રાવ ખેંગારજી પહેલાના સમયમાં 1574માં ટોપણશાહે બંધાવેલા સુંદરવરના વૈષ્ણવ મંદિરનો 1627માં સુંદરજી શિવજીએ જીર્ણોદ્ધાર કરાવેલો. તે મંદિર ઉપરાંત વાઘેશ્વરીની મૂર્તિ સહિતનું રાણેશ્વરનું શિવમંદિર, રણછોડજીનું બે માળનું મંદિર, સ્વામિનારાયણનું જીર્ણોદ્ધાર કરાયેલું પ્રાચીન મંદિર, પ્રસાદીનો કૂવો, 1605માં બંધાયેલી જુમા મસ્જિદ, 1608માં બંધાયેલી કાજીવાળી મસ્જિદ, 1741–60 દરમિયાન રાવ લખપતે બંધાવેલ ત્રણ મજલાનો મહેલ, કિલ્લો તથા દીવાદાંડી જોવાલાયક સ્થળો છે.

Post a Comment

0 Comments