જીલ્લો: અરવલ્લી


જિલ્લામથક :
  • મોડાસા

  • જિલ્લાની રચના :
  • ૧૫ ઓગષ્ટ, ૨૦૧૩ ના રોજ ખેડા અને પંચમહાલ જીલ્લામાંથી અરાવલ્લી જિલ્લાની રચના કરવામાં આવી હતી.

  • ક્ષેત્રફળ:
  • ૩૨૧૭ ચો. કિમી.

  • સ્થાન અને સીમા:
  • પૂર્વ : મહીસાગર જિલ્લો
  • પશ્ચિમ : સાબરકાંઠા જિલ્લો
  • ઉત્તર : રાજસ્થાન રાજ્ય
  • દક્ષિણ: ખેડાજિલ્લો અને ગાંધીનગર જિલ્લો

  • તાલુકાઓ:
  • (૧) મોડાસા (૨) ભિલોડા (૩) બાયડ (૪) ધનસુરા (૫) માલપુર (૬) મેઘરજ.
    વિશેષતા :
  • અરાવલી ગીરીમાળાના નામ પરથી આ જીલ્લાનું નામ રાખવામાં આવ્યું.

  • નદીઓ:
  • મેશ્વો, હાથમતી, વાત્રક, માઝમ વગેરે નદીઓ આવેલી છે.

  • નદીકિનારે વસેલાં શહેર :
  • શામળાજી જે મેશ્વો નદીના કિનારે આવેલું છે.

  • સિંચાઈ યોજના :
  • હાથમતી નદી પર હાથમતી બંધ બાંધવામાં આવ્યો છે જે ભિલોડા તાલુકામાં આવેલો છે.
  • માઝમ નદી પર માઝમ બંધ બાંધવામાં આવેલો છે જે મોડાસા તાલુકામાં આવેલો છે.
  • મેશ્વો નદી પર શ્યામસરોવર બંધ બાંધવામાં આવેલો છે જે શામળાજી માં આવેલો છે.
  • વાત્રક નદી પર વાત્રક બંધ બાંધવામાં આવેલો છે જે માલપુર માં આવેલો છે.

  • મુખ્ય પાક :
  • ઘઉં, મકાઈ, કપાસ, એરંડા, તુવેર, બાજરી અવેરે પાક લેવામાં આવે છે.

  • ખનીજ :
  • બાંધકામ માટેના પથ્થર અને ફાયર કલે મળી આવે છે.

  • વાવ:
  • વણઝારી વાવ અને હીરુ વાવ જે મોડાસા તાલુકામાં આવેલી છે.

  • તળાવ અને કુંડ:
  • કર્માંબાઈનું તળાવ, શામળાજી દેસણનો ભૃગુકુંડ,

  • લોકમેળો
  • આદિવાસી લોકમેળો જે કાર્તિક માસની પૃર્નીમાએ શામળાજીમાં મેળો ભરાય છે.

  • જોવાલાયક સ્થળો:
  • શામળાજી : શામળાજી નું મંદિર ( આ સ્થળ ગદાધરપુરી તરીકે પણ ઓળખાય છે.)
  • ભિલોડા : કીરતિસ્તન્ભ સાથેનું દિગંબર જૈનોનું મંદિર
  • બાજકોટ : દેવરાજધામ