વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, ડોલવણ અને વાલોડ (પ્રાચીન નામ વડવલ્લી)
નદી :
તાપી, પૂર્ણા , મીંઢોળા, ઝાંખરી, નેસ
વિશેષતા :
સોનગઢ માં સેંટ્રલ પલ્પ મીલ આવેલી છે.
ગાયકવાડનો જૂનો મહેલ વ્યારા માં આવેલો છે.
ગુજરાતનાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનો જન્મ તાપી જિલ્લાના ડોલવણ મુકામે થયો હતો.
ભારતની પ્રથમ સફાઈ વિદ્યાલય વ્યારા તાલુકામાં આવેલી છે.
સૌથી વધારે ખેરના વૃક્ષો વ્યારા તાલુકામાં થાય છે.
વાલોડ પાપડ ઉધોગ માટે પ્રખ્યાત છે.
વાલોડ માં સરદાર પટેલ સહકારી મંડળી આવેલી છે.
જુગતરામ દવેનો "વેડછી આશ્રમ" વેડછી તાલુકામાં આવેલો છે.
સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય (સ્થાપક : નારાયણ મહાદેવભાઈ દેસાઇ અને જય પ્રકાશ નારાયણ) વેડછી તાલુકામાં આવેલી છે.
પીલાજીરાવ ગાયકવાડે ઇ.સ 1719 મા સોનગઢનો (ગાયકવાડી કિલ્લો) બંધાવ્યો હતો. આ કિલ્લાનું વર્ણન શ્રી સુરેશ જોષીએ જનાન્તિકે નામના નિબંધસંગ્રહમાં કર્યું હતું.
તાપી નદીનું ઉદભવસ્થાન મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના ગાવીલગઢની ટેકરીઓ માંથી નીકળે છે.
તાપી નદીનું અંતિમ સ્થાન સુરત થી 18 કિમી દૂર ખંભાત ના અખાતમાં
"હરણફાળ" (નિજર તાલુકામાં આવેલું છે) નામના સ્થળેથી તાપી નદી ગુજરાતમાં પ્રવેશે છે.
તાપી નદી (કુલ લંબાઇ 724 કિમી અને ગુજરાતમાં 224 કિમી) પર ઉકાઈ બંધ (જલવિદ્યુત મથક સાથે તાપ વિદ્યુતમથક આવેલું છે) અને કાકરાપાર (અણુવિદ્યુત મથક){સુરત જીલ્લામાં} બંધ છે.
તાપી નદીના ઉકાઈ બંધમાં મીઠાં પાણીમાથી માછલાનું ઉત્પાદન કરવામાં આવે છે.
તાપી નદી પર ઉકાઈ બંધ બાંધવાથી રચાયેલા સરોવરને "વલ્લભસાગર સરોવર" કહેવામા આવે છે.
તાપી નદીની અષાઢ સુદ 7 ના દિવસે ઉજવણી કરવામાં આવે છે.
પુર્ણા નદી પીપલનેરના ડુંગરમાથી નીકળે છે અને જેની લંબાઇ આશરે 80 કિમી છે અંતે તે અરબસાગર ને મળે છે.
તાપી અને સુરત જીલ્લાના દુબળા આદિવાસીઓ "હાલી નૃત્ય" કરે છે.
Social Plugin