મુખ્યમંત્રી : શ્રી અમરસિંહ ચૌધરી
શ્રી અમરસિંહ ચૌધરીનો જન્મ ૩૧ જુલાઈ, ૧૯૪૧ ના રોજ તાપી જીલ્લાના વ્યારા તાલુકામાં આવેલા ડોલવણ ગામમાં થયો હતો.
શ્રી અમરસિંહ ચૌધરી ઈ.સ. ૧૯૪૨ની વિધાનસભાની ચુંટણીમાં વિજયી બની બાંધકામ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા.
શ્રી માધવસિંહ સોલંકીએ રાજીનામું આપતાં ગૃહમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી ૬ જુલાઈ, ૧૯૮૫ના રોજ ગુજરાતના પ્રથમ જનજાતિ (આદિવાસી) ના મુખ્યમંત્રી બન્યા.
"અનામત આંદોલન" ને શાંત પાડવા અનામતનો વધારો સ્થગિત કરવામાં આવ્યો. અનામત આંદોલનનો અંત આવ્યો.
શ્રી અમરસિંહ ચૌધરી એ ઈ.સ. ૧૯૮૮માં "નર્મદા કોર્પોરેશન" ની રચના કરવામાં આવી.
નર્મદામાંથી પીવાના પાણીની પાઈપ- લાઈન યોજનાને મંજુરી આપવામાં આવી.
શ્રી અમરસિંહ ચૌધરીએ ૯ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.