મુખ્યમંત્રી : શ્રી ઘનશ્યામભાઈ ઓઝા
શ્રી ઘનશ્યામભાઈ ઓઝાનો જન્મ ૨૫ ઓક્ટોબર, ૧૯૧૧ ના રોજ ઉમરાળા (જીલ્લો : ભાવનગર)માં થયો હતો.
તેમણે L.L.B નો અભ્યાસ કરી વકીલાત શરુ કરી.
સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન રાણપુર સત્યાગ્રહ અને હિન્દ છોડો આંદોલનમાં તેમને ભાગ લીધો હતો.
માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવી.
આદિવાસી જાતિઓના વીકાસ માટે “ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન” ની રચના કરવામાં આવી.
નાના ખેડૂતોને મહેસુલમાંથી મુક્તિ આપતો કાયદો બનાવ્યો.
તેમણે “રૂરલ હાઉસિંગ બોર્ડ” અને ગૃહ નિર્માણ બોર્ડની રચના કરી.
૧૭ જુલાઈ, ૧૯૭૩ ના રોજ શ્રી ઘનશ્યામભાઈએ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું.