Ad Code

Responsive Advertisement

જીલ્લો : સુરત



    જીલ્લામથક :
    સુરત

    જીલ્લાની રચના :
    ૧ લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સુરત જીલ્લાની રચના કરવામાં આવી હતી.

    જીલ્લાની સીમા :
    પૂર્વ : તાપી જીલ્લો
    પશ્વિમ : અરબ સાગર
    ઉત્તર : બરૂચ જીલ્લો અને નર્મદા જીલ્લો
    દક્ષિણ : નવસારી જીલ્લો

    ક્ષેત્રફળ :
    ૪૨૧૨ ચો.કિ.મી.

    તાલુકાઓ :
    સુરત સીટી, ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, બારડોલી, મહુવા અને પલસાણા.

    વિશેષતા :
  • સુરત સોનાની મુરત, સુર્યનગરી, મક્કા બારી, બાબુલ મક્કા,અને ડાયમંડ સીટી તરીકે જાણીતું છે.
  • સુરત ભારતનું સુંથી વધુ ઝડપથી વિકાસ પામતું શહેર છે.
  • સુરતનું મઢી તુવેરની દાળ માટે જાણીતું છે.
  • સુરત જીલ્લ્લાની તાપી નદીનો ઉત્તરનો કિનારો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે.
  • જુવાર, શેરડી અને કેળાના ઉત્પાદનમાં સુરત જીલ્લો ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને છે.
  • સુરત શહેર પોંક, ખમણી, ઊંધિયું, ઘારી અને જમણ માટે જાણીતું છે.
  • સુરતનું જરી કામ વિખ્યાત છે.
  • સુરત સુથી વધુ વસ્તીગીચતા ધરાવતો જીલ્લો છે.
  • તાપી નદીસૂર્યપુત્રી તરીકે ઓળખાય છે.

  • નદીઓ:
    તાપી, કીમ, મીંઢોળા, પૂર્ણા અને અંબિકા

    નદીકિનારે વસેલાં શહેર :
    સુરત તાપી નદીના કિનારે વસેલું છે.

    સિંચાઈ યોજના :
    કાકરાપાર યોજના માંડવી તાલુકામાં તાપી નદી પર છે.

    બંદરો :
    હજીરા, મગદલ્લા અને ડુમસ

    પાક :
    કપાસ, બાજરી, જુવાર, ડાંગર, ઘઉં, શેરડી,કેળા,તુવેર, કઠોળ વગેરે પાક થાય છે.

    ખનીજ:
    ફાયર કલે, જિપ્સમ ચિનાઈ માટી વગેરે મળી આવે છે.
    ઓલપાડ અને માંગરોળ પાસેથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે.

    ડેરી ઉદ્યોગ :
    સુમુલ ડેરી, સુરત

    રાષ્ટ્રીય ધોરી માર્ગ :
    ૧૩ અને ૪૮ (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જીલ્લામાંથી પસાર થાય છે.

    ઉદ્યોગો ::
  • હેન્ડલુમ, પાવરલુમ્સ, રેયોન ઉદ્યોગ, કૃત્રિમ રેસાયુક્ત કાપડ અને જરી કાપડના ઉદ્યોગમાં સુરત જીલ્લો પ્રથમ સ્થાને આવે છે.
  • વોટર હિટર બનાવવાના ઉદ્યોગમાં પ્રથમ સ્થાને આવે છે.
  • મીઠું પકવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે.
  • ઉધનામાં રેયોન ઉદ્યોગ અને સિલ્ક કાપડ ઉદ્યોગ વિકસ્યો છે.



  • _______________________***********_______________________