→ હરણાવ બંધ હરણાવ નદી પર ખેડબ્રહ્મા પાસે આવેલો છે.
હરણાવ બંધ હરણાવ નદી પર વણજ, વિજયનગર તાલુકા પાસે આવેલો છે.
ગુહાઈ બંધ જે ગુહાઈ નદી પર ખાંડીયાલ, હિંમતનગર તાલુકા પાસે આવેલો છે.
પાક
→ મગફળી, કપાસ, બાજરી, જુવાર, ડાંગર, ઘઉં, તલ, વરિયાળી, એરંડા વગેરે પાક થાય છે.
ખનીજ
→ અરસોદીયા અને એકલારા માંથી ચિનાઈ માટી મળી આવે છે.
ડેરી ઉદ્યોગ
→ સાબર ડેરી ( સ્થાપક : ભોળાભાઈ પટેલ) {હિંમતનગર}
રાષ્ટ્રીય ધોરી માર્ગ
→ ૪૮ (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જીલ્લામાંથી પસાર થાય છે.
વાવ :
કાજી વાવ જે હિંમતનગરમાં આવેલી છે. તેની સ્થાપના ઇ.સ. 1522 માં મહોમદ બેગડાના સમયમાં થઈ.
કુંડ
→ સપ્તેશ્વર મહાદેવ કુંડ જે સપ્તેશ્વરમાં આવેલો છે.
પાતાળ કુંડ {ઈડર}
તળાવ
→ હંસલેશ્વર તળાવ જે ઇડરમાં આવેલું છે.
રણમલસર રાણી તળાવ જે ઇડરમાં આવેલું છે.
લોકમેળો
→ ચિત્ર-વિચિત્રનો મેળો , ગુણભાખરી જે પોશીના તાલુકામાં મેળો ભરાય છે.
મુધ્રુનેશ્વર (મુધ્રણેસ્વર) મહાદેવનો મેળો, જાદર જે ઇડર તાલુકામાં મેળો ભરાય છે.
મહેલ
→ ઈડરિયો ગઢ (ઈડર)
→ રૂઠીરાણીનું માળિયું (ઈડર)
→ રાજમહેલ (હિંમતનગર)
→ દોલત વિલાસ પેલેસ (હિંમતનગર)
ઈડર
→ “ઈડર સ્ટેટ” તરીકે ઓળખાતું હતું.
→ ઈડરમાં 319 મીટર ઊંચી ટેકરી પર આવેલો વેણી વત્સલા રાજાએ બંધાવેલો “ઈડરીયો ગઢ” અને “રૂઠી રાણીનું માળિયું” નામનો મહેલ જોલાયક છે.
→ અહીંની રાવ રણમલની રણમલ ચોકી (રણમલ છંદ) પણ જોવાલાયક છે.
→ ઈડરના લાકડાનાં રમકડાં વખણાય છે.
→ ચિનાઈ માટીનું એશિયા ખંડનું સૌથી મોટું ક્ષેત્ર "અરસોડીયા” જે સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકામાં આવેલું છે.
→ કુમારપાળે ઈડરિયાગઢ પર જવાના પગથીયાનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો.
→ અહીં રણમલસર તળાવ, સપ્તેશ્વર મહાદેવ કુંડ, હંસલેશ્વર તળાવ વગેરે આવેલા છે.
હિંમતનગર
→ ઇ.સ 1426 માં નાસૂરીદ્દીન અહેમદશાહે હાથમતી નદીના કિનારે અહમદનગર વસાવ્યું હતું. જેનું પાછળથી રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામા આવ્યું.
→ અહીં કાજીવાવ અને જામા મસ્જિદ જોવાલાયક છે.
→ "એશિયન ગ્રેનિટો લિમિટેડ" (AGL) નામની કંપની હિંમતનગરમાં આવેલી છે.
→ અહીં હાથમતી નદીના કિનારે દોલતવિલાસ પેલેસ મહારાજા હિંમતસિંહજી દ્વારા બંધાવવામાં આવ્યો હતો.
→ અહીં સાબરડેરીની સ્થાપના ભોળાભાઈ પટેલે કરી હતી.
→ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રોડા (રાયસીંગપુર) ગામમાં રોડાના મંદિર આવેલા છે, જેમાથી એક પશુ-પક્ષીના મંદિર પણ આવેલું છે.
→ હિંમતનગર તેના લાકડાનાં રમકડાંની બનાવટ માટે જાણીતું છે.
આકોદરા
→ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આકોદરા ગામમાં ભારતની સર્વપ્રથમ "એનિમલ હોસ્ટેલ” આવેલી છે.
→ ભારતનું પ્રથમ ડિજિટલ ગામ આકોદરા છે.
→ આ ગામને ICICI બેંક દ્વારા ડિજિટલ વિલેજ બનાવવાવમાં આવ્યું છે.
વડાલી
→ વડાલી ખાતેથી ઈ.સ. 1208, 1219 અને 1273ના શિલાલેખો મળી આવ્યા છે.
→ વડાલી (વલભીપુરની મુલાકાત વખતે) ખાતે ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે મુલકાત લીધી હતી તેમણે પોતાના પુસ્તકમાં વડાલી નો ઉલ્લેખ ઑ.ચચાલી તરીકે ઉલ્લેખ કર્યો છે.
→ સાબરકાંઠાની સંતનગરી એટલે વડાલી.
ખેડબ્રહ્મા
→ ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે.
→ ખેડબ્રહ્મામાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે. જે રાજસ્થાનના પુષ્કર સિવાયનું ભારતમાં બ્રહ્માજીનું બીજું મંદિર આવેલું છે.
→ ખેડબ્રહ્મામાં બ્રહ્માજીની ચતુર્મુખ મુર્તિ આવેલી છે. જેનાં લીધે તે “ખેડબ્રહ્મા” તરીકે ઓળખાયું.
→ ખેડબ્રહ્મામાં હિરણાક્ષી, ભીમાક્ષી અને કામાક્ષી એ ત્રણેય નદીઓનો ત્રિવેણી સંગમ આવેલો છે.
→ ખેડબ્રહ્મા “નાના અંબાજી” તરીકે ઓળખાય છે. જેને અંબાજી માતાનું મૂળ સ્થાનક માનવામાં આવે છે.
→ ખેડબ્રહ્માનો ડુંગર જાણીતો છે.
→ ખેડબ્રહ્માથી આગળ હરણાવ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.
→ ખેડબ્રહ્મા તાલુકાનાં ડુંગરી ભીલો ઝૂંપડાને “ખોલરું” કહે છે.
પ્રાંતિજ
→ પ્રાંતિજ માંથી કર્કવૃત પસાર થાય છે.
→ પ્રાંતિજમાં ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા કોટયર્ક પ્રભુની ચતુર્ભુજ મુર્તિ આવેલી છે.
→ પ્રાંતિજમાં બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિરો આવેલા છે.
→ પ્રાંતિજમાં "સાબરગ્રામ વિદ્યાપીઠ" (સનોસણા) આવેલી છે.
→ સાબરમતી અને હાથમતી નદીનો સંગમ પ્રાતિજ પાસે થાય છે.
વિજયનગર
→ વિજયનગર તાલુકાનાં પોળો ખાતે પોળોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યાં અનુમૈત્રક કાળમાં બંધાયેલા જૈનોના પ્રાચીન મંદિરો આવેલા છે.
→ પોળો ફોરેસ્ટ તરીકે ઓળખાતું આ સ્થળ રમણીય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.
સપ્તેશ્વર
→ સાબરમતી નદી કિનારે સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
→ એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યું છે.
પોશીના
→ ગુણભાખરી ગામે સાબરમતી, આકુલ અને વ્યાકુલ નદીઓના ત્રિવેણી સંગમ થાય છે. સ્થાનિક લોકો આ સંગમ સ્થાનને “વિરેશ્વર” તરીકે ઓળખે છે.
→ હોળીના બે અઠવાડીયા પછી ચિત્ર- વિચિત્રનો આદિવાસી મેળો ભરાય છે. તે “ગુણભાખરીના મેળા” તરીકે પણ ઓળખાય છે.
→ ચિત્રવીર્ય એન વિચિત્ર વીર્ય શાંતનુ રાજાના બે પુત્રો હતાં.
→ અહીં શ્વેતાંબર જૈનોના ચાર (4) મંદિરો આવેલા છે.
બોલુંદ્રા
→ શિવના અવતાર તરીક પૂજાતા કાળભૈરવનું ગુજરાતનું એક માતા શિખરવાળું ઐતિહાસિક મંદિર આવેલું છે.
વીરાંજલી વન
→ વીરાંજલી વન (સ્થાપના : 2017) સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાનાં પાલદઢ વાવ ગામે આવેલ છે.