→ બાજરી, ઘઉં, તમાકુ, જુવાર, ડાંગર, મગ, એરંડા, વરિયાળી, બટાકા વગેરે.
ડેરી ઉદ્યોગ
→ મધુર ડેરી
→ મધર ડેરી
ખનીજ
→ ઈન્દ્રોડા, વાવોલ, છત્રાલ અને પાનસરમાંથી ખનીજ તેલ તેમજ કુદરતી વાયુ મળી આવે છે.
→ ગાંધીનગરના કલોલ તાલુકાના પાનસર ખાતે તેલક્ષેત્ર આવેલું છે.
ઉદ્યોગો
→ ઈલેકટ્રોનિક્સ ઉદ્યોગના વિકાસ માટે ગાંધીનગરમાં 'ઔદ્યોગિક વસાહત' સ્થાપવામાં આવી છે.
→ ખેતી અર્થે લોખંડના ઓજારો બનાવવાનો ઉદ્યોગ, તા. દહેગામ
→ કલોલમાં IFFCOનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે.
→ ખનીજ તેલ અને કુદરતી વાયુઓનું સ્થળ, તા. કલોલ
વિઘુતમથક
→ ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન ગાંધીનગરમાં આવેલું છે જે કોલસા આધારિત પાવર સ્ટેશન છે. આ સ્ટેશનની મૂળ સ્થાપિત ક્ષમતા 870 મેગાવોટ છે.
સંશોધન કેન્દ્ર
→ ફુટ રિસર્ચ સ્ટેશન (ફળ સંશોધન કેન્દ્ર), દહેગામ
→ રિજનલ સ્ટેશન ફોર ફોરેજ પ્રોડક્શન એન્ડ ડેમોન્સ્ટ્રેશન, ગાંધીનગર
અભયારણ્ય/ઉઘાન
ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર
→ ઈન્દ્રોડા પાર્ક ભારતનું સૌથી મોટુ પક્ષીગૃહ છે. હિંગોળગઢ (રાજકોટ) પછી બીજું સ્થળ છે જ્યાં પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે.
ગાંધીનગરમાં આવેલા ઈન્દ્રોડા પાર્કમાં મગર ઉદ્યાન, સર્પ ઉદ્યાન, સસલાં ઉદ્યાન, હરણ ઉદ્યાન આવેલાં છે તથા અહીં જાતજાતનાં પક્ષીઓ આવતાં હોવાથી પક્ષી નિરીક્ષણ માટેની ઉત્તમ જગ્યા મનાય છે.
મરિતા ઉઘાન, ગાંધીનગર
વિશેષતા
→ ઈ.સ. 1971 માં ગાંધીનગરને ગુજરાતનું નવું પાટનગર બનાવવામા આવ્યું.
→ ૧૩મી સદીમાં રાજા પેથાસીન્હેં "પેથાપુર" વસાવ્યું હતું.
→ ગાંધીનગર જીલ્લાના શેરથાના "મરચાં", રાંધેજાની "ભેળ" અને દહેગામના "ધારીયા" વખણાય છે
→ ગુજરાતની સ્થાપના પછી ઈ.સ. 1964માં ગાંધીનગર સૌપ્રથમ નવરચિત જિલ્લો બન્યો હતો.
→ ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે વિશેષ યોજના કરી બનાવાયેલા છે.
→ ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું.
→ ગાંધીનગર જિલ્લાની રચના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં 1 ડિસેમ્બર, 1964ના રોજ અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી હતી.
→ ઈ.સ. 1965માં હાલના ગુજરાત વિદ્યુત બોર્ડ સ્થિત ધર્મલ પાવર સ્ટેશનનાં સરકીટ હાઉસના મકાનની જગ્યાએ ગાંધીનગરની પ્રથમ ઈમારતની ઈંટ મૂકવામાં આવી હતી.
→ 'પેથાપુર પ્રિન્ટીંગ બ્લૉક'ને વર્ષ 2018-19માં GI ટેગ આપવામાં આવ્યો હતો.
→ વાસણ ખાતે વૈજનાથ મહાદેવનું પ્રાચીન મંદિર તથા હનુમાનજીની વિશાળ પ્રતિમા આવેલી છે.
→ 11 ફેબ્રુઆરી, ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા.
→ નગરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.
→ ગાંધીનગર ગુજરાતનું સાતમું પાટનગર છે. આ અગાઉ પ્રથમ આનર્તપુર, બીજુ ધ્વરાવતી (દ્વારકા), ત્રીજુ ગીરીનગર (જૂનાગઢ), ચોથુ વલ્લભી (ભાવનગર), પાંચમુ અણહીલપુર (પાટણ), છઠ્ઠુ અમદાવાદ અને સાતમું ગાંધીનગર પાટનગર બન્યુ હતું.
→ ચંદીગઢના સ્થાપક લા’કાર્બુઝિયરની દેખરેખમાં સ્થપતિ એચ.કે. મેવાડા અને પ્રકાશ આપ્ટે દ્વારા ડિઝાઈન તૈયાર કરી નાના મોટા 30 સેકટરમાં ગાંધીનગરને વિભાજીત કરીને સુઆયોજિત નગર વસાવવામાં આવ્યું.
→ ગાંધીનગર આશરે 57 ચો. કિ.મી.માં વિસ્તરેલું છે. તેમાં પશ્ચિમથી પૂર્વ 'ક' થી 'જ' આડા રસ્તાઓ અને દક્ષિણથી ઉત્તર '1' થી '7' ઊભા રસ્તાઓ છે અને દરેક એક કિ.મી.ના અંતરે સર્કલ આવેલ છે.
→ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) સ્થાપવાનો પ્રસ્તાવ વર્ષ 2017ની વાઈબ્રન્ટ સમિટમાં મૂકવામાં આવ્યો હતો. જેની સ્થાપનાનો હેતુ નાણાકીય સંસ્થાઓના કામકાજ સરળ બનાવવાનો હતો. ગીફટ સિટીમાં બેલ્જિયમ દ્વારા સૌપ્રથમ વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવ્યું હતું. તથા કઝાકિસ્તાને ડિસેમ્બર 2018માં ગિફ્ટ સિટી ખાતે દૂતાવાસ શરૂ કર્યું હતું.
→ ગિફટ સિટી ખાતે ડિસેમ્બર 2019માં પ્રથમવાર બેંક ઓફ અમેરિકાએ ગ્લોબલ બિઝનેસ સર્વિસ યુનિટ શરૂ કર્યું હતું.
→ એશિયાની સૌપ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે સ્થપાઈ હતી.
→ ભારત દેશનું એકમાત્ર' લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ' ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU, ગાંધીનગર)માં આવેલું છે.
→ ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન 'પુનિત વન' વર્ષ 2004માં 55મા વન મહોત્સવ દરમિયાન સ્થપાયું હતું.
→ ગુજરાત રાજ્યનો ગાંધીનગર જિલ્લો ઉજ્જવલા યોજના અંતર્ગત પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો બન્યો છે.
→ ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ સ્ટોક એકસચેન્જ ગાંધીનગર ખાતે આવેલ ગીફટ સિટીમાં સ્થપાયેલું હતું.
→ વર્ષ 2010માં ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો.
→ વર્ષ 2017માં 'ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટી'ની સ્થાપના ગાંધીનગર ખાતે કરવામાં આવી.
→ ગાંધીનગર ખાતે આવેલી વિધાનસભાનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી 'વિઠ્ઠલભાઈ પટેલ ભવન' રાખવામાં આવ્યું છે.
→ ગુજરાતના શહેરોમાં સૌથી વધુ વૃક્ષો ગાંધીનગર શહેરમાં આવેલા છે.
→ ગાંધીનગર "ઉદ્યાન નગરી" (ગ્રીન સીટી) તરીકે પ્રખ્યાત છે.
→ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા સૌપ્રથમ ગોકુળિયા ગામ તરીકે રાયસણને ઘોષિત કરવામાં આવ્યું હતું તથા તેમના સમયમાં ઈ.સ.1999માં ગાંધીનગર ખાતે ઈન્ફોસિટીનો શિલાન્યાસ થયો હતો.
→ માણસા તાલુકાની સાબરમતી નદીના કિનારે આવેલ જૈનોનું પ્રસિદ્ધ તીર્થ મહુડીનું પ્રાચીન નામ 'મધુપુરી હતું'.
→ અહીં પદ્માવતી માતા વિરાજિત છે તથા દેરાસરમાં ઘંટાકર્ણ ભગવાન મહાવીરની મૂર્તિ વિરાજમાન છે.
→ આ મંદિરનો મહિમા છે કે સુખડીનો પ્રસાદ મંદિરના પટાંગણમાં જ આરોગવો જોઈએ.
→ મહુડીના ઘંટાકર્ણ મહાવીર સ્વામીના મંદિરના સ્થાપક બુદ્ધિસાગર સુરીશ્વરજી હતા
→ મહુડીથી થોડે દૂર ખડાત ગામમાં કોટયાર્ક સૂર્યમંદિરના અવશેષો મળી આવ્યા છે. આ સ્થળ ખડાયતા વણિકોનું તીર્થ સ્થળ ગણાય છે.
→ લોદરા ખાતે બાલાહનુમાનનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે તથા અહી આયુર્વેદ કોલેજ આવેલી છે.
કલોલ
→ કલોલ ખાતે તેલ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર આવેલ છે. અહીં ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઈફકો) નું રાસાયણિક ખાતરનું મોટું સંકુલ આવેલું છે.
→ પાનસર ખાતે ધર્મનાથની મૂર્તિ ધરાવતું જૈન દેરાસર આવેલું છે.
→ શેરીશા ખાતે પાર્શ્વનાથ અને પદ્માદેવીની ભવ્ય મૂર્તિ ધરાવતું જૈન દેરાસર આવેલું છે.
વાવ/ તળાવ/ સરોવર
અડાલજની વાવ
→ ગાંધીનગર તાલુકાના અડાલજ ખાતે ઐતિહાસિક અડાલજની વાવ અથવા રૂડાબાઈની વાવ આવેલી છે જે હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
→ અડાલજનું પ્રાચીન નામ 'ગઢ પાટણ' છે.
→ રાજા વીરસિંહ વાઘેલા 'રાવ' વંશના રાજા હતા. તેમણે રાણી રૂડાબાઈ માટે અડાલજની વાવ બંધાવવાની શરૂઆત કરી હતી, પરંતુ મહમુદ બેગડાના આક્રમણમાં રાજા વીરસિંહ વીરગતિ પામ્યા. તેથી આ વાવનું બાંધકામ રાણી રૂડાબાઈ એ પૂર્ણ કરાવ્યું હતું. આથી તેને 'રૂડા વાવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ સાંપાની વાવ : તા. દહેગામ
→ માણસાની વાવ : તા. માણસા (પાંચ માળની આ વાવનું નિર્માણ માણસાના વાઘેલા કુળ દ્વારા થયું હોવાનું કહેવાય છે)