→ નવરાત્રિ દરમિયાન આસો સુદ નોમના દિવસે ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે વરદાયિની માતાનો પલ્લીનો મેળો ભરાય છે.
→ અહીં માતાજીને શુદ્ધ ઘીનો અભિષેક થાય છે.
લોકવાયકા
→ આ મંદિર વિશે કહેવાય છે કે આદ્યશક્તિ માઁ નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં વિરાજમાન છે.
→ પૌરાણિક સમયે ત્રેતાયુગમાં ભગવાન રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈને ભગવાન રામને અમોધ દિવ્ય બાણ ભેટ આપ્યું હતું આ બાણનો ઉપયોગ ભગવાન રામે રાવણના વધુ સમયે કર્યો હતો.
→ પૌરાણિક દંતકથા મુજબ, દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન વરદાયિની માતાના દર્શન કરીને ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાના શસ્ત્રો સંતાડી જુદાજુદા વસ્ત્રો ધારણ કરી માતાજીના આશીર્વાદ સાથે મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.
→ આસો સુદ નોમના દિવસે પાંડવોએ દ્રૌપદી અને કૃષ્ણની સાથે માતાજીની સોનાની પલ્લી બનાવીને તેના પર પાંચ કુંઠની સ્થાપના કરીને પંચબલિ યજ્ઞ કર્યો હતો.
→ આમ, આ સ્થળ રામાયણ અને મહાભારત યુગ સાથે સંકળાયેલું હોવાથી ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
→ કળિયુગના સમયમાં સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્માએ અવગણના કરતાં તેની સાથે વેર બંધાતા સિદ્ધરાજ જયસિંહે પ્રતિજ્ઞા લીધી કે યશોવર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીશ.
→ સિદ્ધરાજ સેનાને લઈને માળવા પર ચઢાઈ કરે છે પરંતુ ભૂખથી રાજા પીડાવા લાગ્યા તે સમયે સૈન્યનો પડાવ રૂપાલમાં વરદાયિની માતાજીના મંદિર નજીક હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત અવસ્થામાં નિદ્રાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે, "સવારે ઊઠીને ગાયના છાણનો કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું શત્રુનું પૂતળું બનાવી તેનો વધ કરીને અન્ન ગ્રહણ કરજે. તે રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે." આમ, આ પ્રતિજ્ઞા પૂર્ણ કરીને સિદ્ધરાજે યશોવર્માનો વધ કરી રૂપાલ ખાતે વરદાયિની માતાજીની પૂજા કરીને નવેસરથી મંદિર બનાવી માતાજીની મૂર્તિ બનાવડાવી.
→ જે વડના ઝાડ નીચે વિરાજમાન હતી તેથી 'વડેચી' તરીકે પણ ઓળખાય છે.
0 Comments