Ad Code

ગુપ્ત સામ્રાજયનું વહીવટીતંત્ર | Administration of the Gupta Empire



ગુપ્ત સામ્રાજયનું વહીવટીતંત્ર




કેન્દ્રિય વહીવટીતંત્ર



→ રાજા

→ વડો : કેન્દ્રિય વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો

→ ઉપાધિ : ચક્રવર્તી, મહારાજાધિરાજ, વિક્રમાદિત્ય, પરમભટ્ટાર્ક, પરમેશ્વર, પરમભાગવત

→ રાજયની નીતિ : શાંતિ અને યુદ્ધના સમયમાં અને આક્રમણ સમયે સૈન્યનું સંચાલન

→ ન્યાયિક કાર્ય : તે સર્વોચ્ચ ન્યાયાધીશ હતો.

→ હિન્દુ ધર્મના નીતિ- નિયમોનુસાર પ્રજાને ન્યાય આપતો.


વહીવટી કાર્યો



→ કેન્દ્ર અને પ્રાંતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની નિમણૂંક

→ આધિપત્ય સ્વીકારનાર રાજ્યના વહીવટમાં તે દખલગીરી કરતો નહીં, વિદેશી બાબતો તેના વડપણ હેઠળ આવતી.


મંત્રીપરિષદ



→ રાજાને મદદ કરવા માટે એક મંત્રીપરિષદ રહેતી.

→ તેમની સાથે મંત્રણા કરી રાજા વહીવટીતંત્ર ચલાવતો.


પ્રાંતીય વહીવટીતંત્ર



→ પ્રાંત (રાજ્ય) : પ્રાંતોને ભૂક્તિ કે મંડળ પણ કહેતાં.

→ વડો : ઉપરીક

→ નિમણૂક : રાજા દ્વારા

→ જિલ્લો : જિલ્લાને વિષય કહેતા હતા.

→ વડો : વિષયપતિ

→ તાલુકો : તાલુકાને વિથિ કહેતા

→ વડો : વિથિપતિ

→ ગ્રામ : વહીવટનું સૌથી નાનું એકમ

→ વડો : ગ્રામધ્યક્ષ


ગુપ્ત સામ્રાજ્યનું ન્યાયતંત્ર



→ ગુપ્ત સામ્રાજ્યમાં મૃત્યુદંડની સજાનો અભાવ હતો. (ચીની પ્રવાસી ફાહિયાનના મતે)


ન્યાય વ્યવસ્થા



→ મહાદંડનાયક : મુખ્ય ન્યાયાધીશ

→ ઉપરીક : પ્રાંતમાં ન્યાય આપવાનું કાર્ય

→ વિષયપતિ : જીલ્લામાં ન્યાય આપવાનું કાર્ય

→ મુખી : ગામમાં સામાન્ય કિસ્સામાં ન્યાય આપતા








ગુપ્ત સામ્રાજ્યનું લશ્કરીતંત્ર



→ સર્વોચ્ચ વડો : રાજા

→ સૈન્યનો પગાર : રોકડમાં આપવામાં આવતો


લશ્કરી તંત્ર



→ રણભાંડાગારિક : શસ્ત્ર નિર્માણનું કાર્ય કરતો

→ સંધિવિગ્રહ : યુદ્ધ મંત્રી

→ મહાબાલાધિકૃત : લશ્કરી વડો

→ પીલુપતિ : હાથીઓની સેનાનો વડો

→ અશ્વપતિ : અશ્વદળનો વડો

→ નરપતિ : પાયદળનો વડો


ગુપ્ત સામ્રાજ્યનુ મહેસૂલી તંત્ર



→ આવકનો મુખ્ય સ્ત્રોત : જમીન મહેસૂલ

→ મહેસૂલી તંત્રનો સર્વોચ્ચ વડા : ગોપાશ્રમિન અને અક્ષપટલાધિકૃત

→ વડાનું કાર્ય : મહેસૂલ નક્કી કરવાનું, હિસાબ રાખવાનું

→ પુસ્તપાલ : દસ્તાવેજ તૈયાર કરી તેને દફતરે રાખવાનું કાર્ય કરતો. જમીનનું સર્વેક્ષણ અને માપ કરાવતો.






કર



→ કામાંદના "નીતિસાર" અને "નારદસ્મૃતિ"માં જણાવ્યા પ્રમાણે ગુપ્ત સામ્રાજયમાં
→ મહેસૂલનો દર : આવકનો છઠ્ઠો ભાગ

→ શુલ્ક : વેપાર- વાણિજ્ય કર

→ અન્ય કર : વિષ્ટિ (વેઠ) અને બલી (રાજાનો અધિકાર)


રાજાની આવક



→ રાજકુળની જમીન અને જંગલમાંથી મળતી આવક

→ ખાણોમાંથી મળતાં ખનીજ તત્વો અને રત્નો

→ મીઠાના ઉત્પાદન પર


ગુપ્ત સામ્રાજ્યના અન્ય અધિકારીઓ



→ મહાપ્રતિહાર : રાજમહેલના રક્ષકોનો વડો

→ સ્થપતિપાલ : રાજયમાં થતાં સમારોહો અને રાજમહેલના કાર્યક્રમોની વ્યવસ્થા

→ દૂતક : ગુપ્તચર તંત્ર સાથે સંકળાયેલ અધિકારી હતો.

→ કુમારામાત્ય : તે મુખ્યમંત્રી હતો અને અન્ય મંત્રીઓના કામકાજની દેખરેખ અને રાજકુમારોને તાલીમ અને માર્ગદર્શન આપતો.



Also Read




→ ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા: More inforamtion Click Here

→ ગુપ્તકાલીન સમાજ : More inforamtion Click Here

→ ગુપ્તકાલીન સાહિત્ય : More inforamtion Click Here

→ ગુપ્તયુગની કલા : More inforamtion Click Here

→ ગુપ્તકાલીન ધર્મ : More information - Click Here











Post a Comment

0 Comments