Ad Code

ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા | Gupta Economy



ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા




કૃષિ

જમીન



→ ગુપ્તકાળના અભિલેખોમાં વિભિન્ન ધર્મ સંસ્થાઓને જમીન ભેટ આપવામાં આવતી હતી, જેને ધર્મદેય કહેવામાં આવતી.

→ પ્રકાર : જમીનના મુખ્ય બે પ્રકાર

→ ક્ષેત્ર : ખેડાતી જમીન

→ અપ્રહત : પડતર જમીન

→ જમીનનું વર્ગીકરણ ફળદ્રુપતા અને ઉપયોગિતાના આધારે થતું.

→ જમીન માપણી : નિવર્તન, કુલ્યવાપ, દ્રોણવાપ શબ્દો વપરાતા.

→ મુખ્ય પાક : ઘઉં, જાવ, ડાંગર, કઠોળ, શાકભાજી, કપાસ અને શેરડી

→ પાકોથી અજાણ : બટાટા, ટામેટાં અને મકાઈથી અજાણ હતાં.


સિંચાઈ વ્યવસ્થા



→ સૌરાષ્ટ્રના જુનાગઢ મુકામે સ્કંદગુપ્તના સમયમાં સુદર્શન તળાવનું સમારકામ કરવામાં આવ્યું હતું.

→ કૂવામાંથી પાણી ખેંચવાની પદ્ધતિ પ્રચલિત હતી.

→ બંગાળમાં જળાશયોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો.

→ ખેતી મુખ્યત્વે વરસાદ આધારિત હતી.


ઘટ્ટીયંત્ર (અરઘટ્ટ)



→ આ પદ્ધતિ કૂવામાંથી પાણી ખેંચવા માટે પ્રચલિત હતી.

→ આ પદ્ધતિમાં ઘડા અને સાંકળને ચક્રગતિમાં રાખીને ઘડા સતત ભરાતા રહે અને બહાર ખેતરમાં બનાવેલા પાકા થાળમાં ખાલી થતાં રહે તેવી ગોઠવણી કરવામાં આવતી.

→ ઘટ્ટીયંત્રની મદદથી ખેતરમાં થતી સીંચાઈની પદ્ધતિનું મહત્વપૂર્ણ વર્ણન બાણભટ્ટના “ હર્ષચરિત” માં પણ જોવા મળે છે.

→ શેરડી જેવા પાકનું ઉત્પાદન ઘટ્ટીયંત્રની મદદથી કરવામાં આવતું.











ઉદ્યોગ



→ શ્રુમા અને પટ્ટવસ્ત્ર જેવી ઉત્તમ રેશમી કાપડની જાતો આ સમયમાં જોવા મળે છે.

→ માટીનાં વાસણો, ધાતુના ઓજારો, સોના - ચાંદીના આભૂષણો, હાથી દાંતની વસ્તુઓ, સુતરાઉ અને રેશમી કાપડ મોટા પ્રમાણમા ઉત્પાદિત થતી હતી.

→ વસ્તુઓની યાદી : અમરકોષ અને બૃહદસંહિતા તથા મંદસૌરના અભિલેખમાં

→ હુન્નર ઉદ્યોગ અને વેપાર વાણિજ્યના કેન્દ્ર : તક્ષશિલા, અહિક્ષત્ર, મથુરા, પાટલીપુત્ર, કોશામ્બી, ભરુચ


વેપાર – વાણિજ્ય



→ વેપારમાં સોનાના સિક્કા જાણીતા હતાં.

→ આ સિવાય ગુપ્ત રાજાઓએ તાંબા, ચાંદી અને સીસાના સિક્કાઓ પડાવ્યા હતા. તે વેપારવાણિજયમાં વપરાતા.

→ ગુપ્ત વહીવટીતંત્રમાં અને સાર્થવાહ વહીવટીતંત્રમાં તે મોખરાનું સ્થાન ધરાવતા હતાં.

→ વેપારકેન્દ્રો : પાટલીપુત્ર એન ઉજ્જૈન રાજધાનીના શહેરો હોવા ઉપરાંત વેપાર વાણિજયના મહત્વના કેન્દ્રો હતા.


શ્રેણી (ઉદ્યોગપતિ)



→ વેપારીઓ અને કારીગરોને પોતાના સંગઠન હતાં. તેને શ્રેણી કહેવામાં આવતી.

→ શ્રેણીના સભ્યો માટે સંઘના નીતિ-નિયમો પાળવા અનિવાર્ય હતાં.

→ શ્રેણી ઘણીવાર મહાજન તરીકે ઓળખવામાં આવતી.

→ તેમનો સામાજિક દરજ્જો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કરતાં નિમ્ન કોટિના ગણાતો.



ભૂમીદાનની પ્રથાને કારણે ખેડૂતોનૂ સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો બન્યો. ગુલામી પ્રથા પણ ખેતીમાં જોવા મળે છે. વાત્સાયનના "કામસૂત્ર" માં બલીકો (જમીનદારો) ની યાતનાઓનો ભોગ બનનાર દાસ - દાસીઓનું હ્રદયદ્રાવક વર્ણન જોવા મળે છે.

Post a Comment

0 Comments