કુમારગુપ્ત – 1 (414 – 455) | Kumar Gupta



કુમારગુપ્ત – 1 (414 – 455)



→ પિતા : ચંદ્રગુપ્ત -2 (ભીલસા અભિલેખમાંથી)

→ માતા : ધ્રુવસ્વામિની દેવી



→ ઉપાધિ :

→ મહેન્દ્રાદિત્ય (મંદસૌર અભિલેખ)

→ શરદકાલીન સૂર્ય (તુમન અભિલેખમાં)

→ મહારાજાધિરાજ (દામોદર તામ્રપત્રમાં)

→ વ્યાઘ્ર – બળ પરાક્રમ, મહેન્દ્રાદિત્ય, અજિત મહેન્દ્ર, અશ્વમેઘ મહેન્દ્ર



→ શાસનના મુખ્ય કેન્દ્રો : મગધ, બંગાળ અને ગુજરાત


સિક્કાઓ



→ કુમાર ગુપ્તના મોટા ભાગના સિક્કાઓ પશ્વિમ ભારત અને ગુજરાતમાંથી પ્રાપ્ત થયા છે.

→ ગુજરાતમાં અમદાવાદ, સાણંદ, ભુજ, ભાવનગર, વલભીપુર, મોરબી, જુનાગઢ, મરેલી અને આણંદમાંથી કુમારગુપ્ત – 1લાના ચાંદીના સિક્કા મળી આવ્યા છે.

→ તેમના એક સિક્કા પર ગરુડની આકૃતિનું રાજચિન્હ જોવા મળે છે.

→ અન્ય એક સિક્કામાં પરમભાગવત મહારાજાધિરાજ તેમજ કાર્તિકેય અને મોરની (તાંબાના સિક્કા) આકૃતિઓ જોવા મળે છે.

વિશેષ કાર્ય



→ કુમાર ગુપ્તના સમયમાં મથુરાની જૈન પ્રતિમા, નાલંદાની સુલતાનગંજની બૌદ્ધ તામ્ર-મૂર્તિ તૈયાર થઈ હતી.

→ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરી.








વિદેશી આક્રમણ



→ આ હૂણ આક્રમણો પણ તેના પુત્ર સ્કંદગુપ્તે સફળતાપૂર્વક મુકાબલો કર્યો હતો.

→ બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કુમારગુપ્ત પ્રથમના કાર્યકાળમાં થઈ હતી. જે “ઓક્સફોર્ડ ઓફ મહાયાન બૌદ્ધ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ બખ્તિયાર ખીલજી (કુતુબુદ્દીન ઐબકનો ગુલામ) એ આ વિશ્વવિદ્યાલય નષ્ટ કરી દીધી હતી.






અભિલેખો



→ સૌથી વધુ અભિલેખ (18) કુમારગુપ્ત પ્રથમના મળ્યા છે.

→ મંદસૌર અભિલેખ : જેમાં તેને આખી પૃથ્વી ઉપર શાસન કરતો રાજવી કહ્યો છે.

→ ભીલસા અભિલેખ : આ અભિલેખ પ્રમાણે ચાર સમુદ્ર પર તેની કીર્તિ પ્રસરી હતી.


→ ભગવાન કાર્તિકેયની પુજા કરતો હતો. / ભક્ત હતો.

→ અજંતાગુફાનું નિર્માણ કરાવ્યું.

→ હૂણ રાજા તોરમાણ સામેના યુદ્ધમાં મૃત્યુ થયું.

→ કુમારગુપ્ત મહેન્દ્રાદિત્યના સમયમાં ગરુડને બદલે “મયુર” ની આકૃતિ તેમનં સિક્કાઓ પર નક્કી થયેલ જોવા મળે છે.











Post a Comment

0 Comments