→ સમુદ્રગુપ્તનો ઈતિહાસ આપણને અલ્હાબાદના અશોકસ્તંભ પરના પછીથી લખાયેલ પ્રયાગ પ્રશસ્તિથી જાણીતા અભિલેખમાંથી મળે છે. આ અભિલેખ તેના એક અગ્રિમ અધિકારી અને રાજકવિ હરિશેણ દ્વારા રચિત 33 વકયોનો બનેલો છે.
→ વિશેષ : સમુદ્રગુપ્તે પોતના લેખ માટે અશોકસ્તંભનો ઉપયોગ કર્યો હતો.
→ ભારતનો એકમાત્ર સમ્રાટ જે ક્યારેય યુદ્ધ હાર્યો નથી.
સામ્રાજ્ય વિસ્તાર
→ પૂર્વ : બ્રહ્મ દેશ
→ વાયવ્ય : પૂર્વ પંજાબ સુધી
→ ઉત્તર : કાશ્મીર સુધી
→ દક્ષિણ : કાશીના પાલવ કૃષ્ણા નદી
સમુદ્રગુપ્તના વિજયો
→ સમુદ્રગુપ્તે જીતેલા પ્રદેશો પાંચ વિભાગના છે.
ગંગા – યમુના દોઆબ – ઉત્તર દિશા હિમાલય સુધી
તિબેટ, નેપાળ , 7 – સિસ્ટર રાજ્ય – ઉત્તર પૂર્વ વિભાગ
અટવિક પ્રદેશ, વિંધ્ય પ્રદેશ – મધ્ય ભારત
દખ્ખણ , દક્ષિણ ભારતના 12 રાજ્યો – દક્ષિણ ભારત
સિંઘ, કાબુલ પ્રદેશ – ઉત્તર પશ્વિમ ભારત
→ યુદ્ધો થકી કરેલા વિજયોને આર્યાવર્તના (9) અથવા ઉત્તરાપથ (ઉત્તર ભારતની) અને દક્ષિણાપથના (12) (દક્ષિણ ભારતના) વિજયો તરીકે ઓળખવામાં આવે છે.
→ તેણે આર્યાવર્તના 9 અને અને દક્ષિણાપથના 12 રાજ્યો જીત્યા હતા.
આર્યાવર્ત / ઉત્તરાપથ : ઉત્તર ભારત
→ સમુદ્રગુપ્તના આ વિજયો વિષે કવિ હરિષેણ રચિત સ્તંભલેખ - પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી મળે છે. તેના જણાવ્યા અનુસાર સમુદ્રગુપ્તે આર્યાવર્તના ત્રણ મહત્વના રાજાઓનો પરભાવ કર્યો.
→ અચ્યુત, નાગસેન અને કુલજ ( પ્રયાગ પ્રશસ્તિ અનુસાર) નામના રાજાઓ ઉપર યુદ્ધ કરીને તેમને જીતી લીધા.
→ અહિચ્છત્ર, ગ્વાલિયર અને કોટાના પ્રદેશમાં આવેલા રાજાઓને તેણે નમાવ્યા.
→ ગંગા ખીણની આસપાસના પ્રદેશોમાં રહેલી તમામ સત્તાઓને હરાવી, ગુપ્ત સામ્રાજ્યનો પ્રસાર કર્યો.
દક્ષિણપથ : દક્ષિણ ભારત
→ સમુદ્ર્ગુપ્તે દક્ષિણાપથના 12 રાજાઓને પરાસ્ત કરીને ધર્મ વિજયનું કામ કર્યું. તેનો ઉલ્લેખ અલ્હાબાદ - પ્રયાગ પ્રશસ્તિમાં છે.
→ તેણે પ્રથમ રાજાઓને જીતી ત્યારબાદ તેમને મુક્ત કરી, તેમની પાસેથી ખંડણી ગ્રહણ કરી. આમ, તેણે પોતાનું આધિપત્ય સામંતશાહી પદ્ધતિથી સ્થાપ્યું હોવું જોઈએ.
અન્ય વિજયો
→ સમુદ્રગુપ્તના અન્ય વિજયોમાં બંગાળ, કામરૂપ, નેપાળ, માલવ, યૌધેય, મદ્ર અને આભિરો સાથેના યુદ્ધોનો સમાવેશ થાય છે. આ રાજાઓને હરાવીને તમામની પાસેથી તેણે ખંડણી સ્વીકારી.
→ ઉત્તરકાલીન કુષાણો કેટલાક શક નાયકો, વાયવ્યના વિદેશી શાસકો તથા સિંહલદેશ (શ્રીલંકા) ના રાજા મેઘવર્ણ સહિતના અનેક ટાપુ રાજ્યના શાસકોએ તેનું આધિપત્ય સ્વીકાર્યું.
→ મેઘવર્ણનને બૌદ્ધિ બનાવવામાં મદદ કરી.
→ સમુદ્રગુપ્તે ઝડપથી આસપાસના વિસ્તારો કબજે કરી ગુપ્ત સામ્રાજયની સરહદો વધારી, દૂર- દૂરના શાસકોએ તેનું આધિપત્ય સ્વીકાર્યું હતું, એટલા માટે સમુદ્રગુપ્તને “ભારતનો નેપોલિયન” કહેવામાં આવે છે.
→ રાજકવિ હરિષેણ હતો જેને પ્રયાગ પ્રશસ્તિ કોતરાવી. જે સંસ્કૃત ભાષાનો સૌથી મોટો શિલાલેખ છે. {પ્રયાગમાં આવેલું એક શિલાલેખ જે સમુદ્રગુપ્તનો ઈતિહાસ પૂરો પાડે છે.}
→ શ્રીલંકાના સાહિત્યમાં સમુદ્રગુપ્ત “અનુકંપાવન” તરીકે ઓળખાય છે.
→ શ્રી વી.એ.સ્મિથ એ સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહ્યો છે.
→ તેના દરબારમાં રાજકવિ હરિષેણ, બૌદ્ધ સાધુ વસુમિત્ર, મહાદંડનાયક તિલભટ્ટ આવ્યા હતા.
→ સૌથી વધારે સોનાના સિક્કા બહાર પાડનાર રાજા
→ અમુક સિક્કાઓમાં લખ્યું છે કે તે પૃથ્વી જીત્યા બાદ સ્વર્ગ જીતવા નીકળ્યો હતો.
0 Comments