→ જૂનાગઢ અભિલેખમાંથી જાણવા મળે છે કે ગિરનારનના પ્રશાસક ચક્રપાલિત (પર્ણદત્તના પુત્ર) એ સુદર્શન સરોવરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો.
હૂણો (મલેચ્છો)નું આક્રમણ
→ સ્કંદગુપ્તના એરણના અભિલેખ (ગાઝીપુર) હુણોના આક્રમણની માહિતી આપે છે.
→ તેના સમયમાં ભારતમાં વાયવ્ય સરહદે હૂણોનો ભય ઊભો થયો હતો.
→ સ્કંદગુપ્તે હૂણોને હરાવ્યા બાદ ભીતરીમાં એક વિષ્ણુ મંદિર અને સ્તંભલેખ.
→ ભીતરી અભિલેખ મુજબ એને “વિક્રમાદિત્ય” ની ઉપાધિ ધારણ કરી હતી.
અભિલેખ
→ જૂનાગઢમાંથી તેનો શૈલ્યલેખ મળી આવ્યો.
→ તેમાં સ્કંદગુપ્તના સુબા પર્ણદત્તે સુદર્શન તળાવ ફરી બંધાવ્યાનો ઉલ્લેખ છે.
→ જૂનાગઢનાં શૈલલેખથી સાબિત થાય છે કે તે પ્રજાપાલક રાજવી હતો.
→ સ્કંદગુપ્ત પરમભાગવત હતો.
→ તેનું અવાસન ઈ.સ. 467 માં થયું હતું.
→ ઈતિહાસમાં સ્કંદગુપ્ત બાદ ગુપ્ત વંશના વારસદારોને ગૌણગુપ્તો કહે છે.
→ સ્કંદગુપ્તના અનુગામી ગૌણગુપ્ત રાજાઓમાં બુદ્ધગુપ્ત, વેનગુપ્ત, ભાનુગુપ્ત, નરસિંહગુપ્ત, બાલાદિત્ય, કુમારગુપ્ત બીજો અને અંતે વિષ્ણુગુપ્તનો સમાવેશ થાય છે.
→ સુરાષ્ટ્રના શાસન માટે સ્કંદગુપ્તે પર્ણદત્તની નિમણૂંક કરી હતી.
0 Comments