Ad Code

Responsive Advertisement

Gupta Empire | ગુપ્ત સામ્રાજ્ય



ગુપ્ત સામ્રાજ્ય





ગુપ્તવંશાવલી



  1. શ્રીગુપ્ત : Click here

  2. ઘટોત્કચ : Click here

  3. ચંદ્રગુપ્ત – 1 : Click here

  4. સમુદ્રગુપ્ત : Click here

  5. રામગુપ્ત :

  6. ચંદ્રગુપ્ત – 2 : Click here

  7. કુમારગુપ્ત : Click here

  8. સ્કંદગુપ્ત : Click here

  9. પુરૂગુપ્ત

  10. કુમારગુપ્ત – 2

  11. બુદ્ધગુપ્ત

  12. નરસિંહગુપ્ત

  13. ભાનુગુપ્ત

  14. વૈન્યગુપ્ત

  15. કુમારગુપ્ત – 3

  16. વિષ્ણુગુપ્ત

→ ગુપ્ત સામ્રાજ્ય ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે.

→ ગુજરાતમાં ક્ષત્રપ શાસનના અંત ઈ.સ. 398 પછીના 70 વર્ષ પછી ગુપ્ત સામ્રાજ્ય સ્થપાયું.

→ ગુજરાતમાં મગધના ગુપ્ત સામ્રાજયની સત્તા કુમારગુપ્તના પહેલાના સમયમાં શાસનકાળ ઈ.સ. 414 – 455 દરમિયાન પ્રસરી હતી. જે ઈ.સ. 470 સુધી શાસન રહ્યું હતું.

→ ક્ષત્રોપોના અંત અને ગુપ્તકાળના શરૂઆત વચ્ચે સત્તરેક વર્ષ દરમિયાન ભટ્ટાર્ક ની રાજસત્તા હતી.

→ “ત્રિશુળ” ના ચિન્હવાળા તેમના સિક્કાઓ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મળી આવ્યા છે.

→ “સર્વ” રાજાનું વિશેષ નામ છે. જ્યારે “ભટ્ટાર્ક”નો અર્થ “સ્વામી” થાય છે. જે તેમનું બિરુદ છે.

→ આ ઉપરાંત “રાજા” અને “મહાક્ષત્રપ” એ પણ સર્વ ભટ્ટાર્કના બિરૂદો હતાં.

→ અમદાવાદ જિલ્લાના સાણંદમાંથી 9 સિક્કા છેલ્લા ક્ષત્રપ રાજાના , 283 સિક્કા સર્વ ભટ્ટાર્કના અને 1103 સિક્કા કુમારગુપ્ત પહેલાના મળી આવ્યા છે.

→ આ સિક્કાઓ મૈત્રક કાળના ભટ્ટાર્ક શાસન દરમિયાન પણ ચાલુ રહ્યા હતાં.

→ ગુપ્ત સામ્રાજ્ય સમયને પ્રાચીન ભારતીય ઈતિહાસમાં “સુવર્ણયુગ” ગણવામાં આવે છે.

→ કેમ કે, આ કાળ દરમિયાન કલા, સાહિત્ય તથા સંસ્કૃતિનો અંત્યાતિક વિકાસ થયો જેનો આપણે ગૌરવ લઈ શકાય.







→ “ગરૂડ” ગુપ્તવંશનું રાજકીય ચિન્હ હતું.

→ મગધના ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ઈ.સ. 401 માં જીત્યું તજ્યારે માળવા જીત્યું તે વખતે ગુજરાતમાં સર્વ ભટ્ટાર્કનું શાસન હતું.

→ ગુપ્ત પુરુષના આદિપુરુષનું નામ “શ્રીગુપ્ત” હતું, તેના ઉત્તરાધિકારી “ઘટોત્કચ” હતાં.

→ પરંતુ ગુપ્તવંશનો વાસ્તવિક સ્થાપક ચંદ્રગુપ્ત – પહેલો (ઈ.સ. 319 – 335) હતો.

→ કુમારગુપ્ત ના સમયમાં સૌરાષ્ટ્રનું વડુમથક ગિરિનગર હતું.

→ ચંદ્રગુપ્ત બીજાએ પશ્વિમના શકો પર વિજયા મેળવ્યો, ત્યારથી તેમણે “વિક્રમાદિત્ય” ઉપાધિ ધારણ કરી અને વ્યાઘ્ર સિક્કાઓ ચલણમાં મુક્યા તેમણે સૌપ્રથમ ગુજરાત જીત્યું હતું.

→ ચંદ્રગુપ્ત બીજા “વિક્રમાદિત્ય” ના દરબારમાં 9 વિદ્વાનો હતાં જેમને “નવરત્ન” તરીકે ઓળખવામાં આવે છે.

→ ચંદ્રગુપ્ત બીજા “વિક્રમાદિત્ય” ના સમયમાંજ ચીની યાત્રાળુ ફા – હિયાન ભારતમાં આવ્યો હતો.

→ કુમારગુપ્ત મહેન્દ્રાદિત્યના સમયમાં ગરુડને બદલે “મયુર” ની આકૃતિ તેમના સિક્કાઓ પર અંકિત થયેલ જોવા મળે છે.

→ સ્કંદગુપ્ત પ્રતાપી રાજા હતો.

→ જેમને હૂણો ને હરાવ્યા હતાં, જેનો ઉલ્લેખ જૂનાગઢ અભિલેખમાં જોવા મળે છે.

→ મૌર્યકાળમાં ચંદ્રગુપ્ત મૌર્યના સુરાષ્ટ્રના રાજયપાલ વૈશ્ય “પુષ્યગુપ્ત” દ્વારા ગિરિનગર (જૂનાગઢ)માં બંધાવેલ સુદર્શન તળાવનું ઈ.સ. 150માં રૂદ્રદામાએ પ્રથમવાર સમારકામ કરાવ્યુ હતું.

→ ઈ.સ. 455 માં અતિવૃષ્ટિથી બંધ તૂટી ગયો.

→ જે ફરીથી બીજીવાર ગુપ્તકાળમાં સ્કંદગુપ્તના સમયમાં ઈ.સ. 456માં ચક્રપાલિત દ્વારા સમારકામ કરવામાં આવ્યું.

→ સ્કંદગુપ્તના સિક્કા પરથી ગરુડની જગ્યાએ નંદીનું અથવા વેદી નું ચિન્હ હતું.

→ ગુપ્ત સામ્રાજ્યનું પતન પછી સામાજિક જાગૃતિ આવી તથા ચતુર્મુખી પ્રગતિ તથા વિકાસ થયો.

→ સાહિત્યક્ષેત્રે, વાસ્તુનિર્માણ ખગોળ, વિજ્ઞાન , ગણિત, ચિકિત્સા વગેરે ક્ષેત્રે નવા સંશોધનો પણ થયા તેથી જ આ કાળને સુવર્ણયુગ કહેવાય છે.





→ ગુપ્તકાળમાં વરાહમિહિર, આર્યભટ્ટ, ચરક, વિષ્ણુશર્મા, કાલિદાસ, દંડી, ભારવી, ભાસ જેવા વિદ્વાનો થયાં.

→ ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું શાસન માત્ર ૫૫ વર્ષ રહ્યું હતું.

→ સમુદ્રગુપ્ત અને કુમારગુપ્ત પહેલાએ “અશ્વમેઘ” સિક્કાઓ ચલણમાં મુક્યા.

→ સોનાના સિક્કા “દિનાર”

→ ચાંદીના સિક્કા “રૂપૈકા”

→ જબલપુરમાં પાર્વતિ મંદિર, દેવગીરી વિષ્ણુ મંદિર, ઉદયગીરી ટેકરી વિષ્ણુ મંદિર, ભૂમરાહ શિવ મંદિર આ સમયમાં બન્યા હતાં.

→ ભાનુગુપ્તના એરણ અભિલેખમાં સતીપ્રથાનો ઉલ્લેખ જોવા મળે છે.



Also Read




→ ગુપ્ત સામ્રાજયનું વહીવટીતંત્ર : More inforamtion Click Here

→ ગુપ્તકાલીન અર્થવ્યવસ્થા: More inforamtion Click Here

→ ગુપ્તકાલીન સમાજ : More inforamtion Click Here

→ ગુપ્તકાલીન સાહિત્ય : More inforamtion Click Here

→ ગુપ્તયુગની કલા : More inforamtion Click Here

→ ગુપ્તકાલીન ધર્મ : More information - Click Here











Post a Comment

0 Comments