Ad Code

Responsive Advertisement

ચંદ્રગુપ્ત 2જો | Chandragupta - 2



ચંદ્રગુપ્ત 2જો (ઈ.સ. 380થી ઈ.સ. 412)

→ પિતા : સમુદ્રગુપ્ત
અન્ય નામ

→ ચંદ્રગુપ્ત– વિક્રમાદિત્ય (સામ્રાજ્ય વિસ્તારના કારણે)

→ દેવરાજ (સાંચિના અભિલેખમાં)

→ દેવગુપ્ત (પ્રવરસેનના અભિલેખમાં)

ઉપાધિ

→ સિંહવિક્રમ : ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ માળવાના વિશાળ પ્રદેશ આ વિજયથી ગુપ્ત સામ્રાજ્યમાં ભળ્યા હતા. આ વિજયની યાદમાં તેણે 'સિંહવિક્રમ' ઉપાધિ ધારણ કરી હતી.
→ શકારી : પશ્ચિમ ભારતમાં શક - ક્ષત્રપ રાજ્યોનો અંત આણી શકારી બિરુદ પ્રાપ્ત કર્યુ.

લગ્ન

→ નાગવંશી, વાકાટક વંશ અને કદંબ વંશ સાથે

→ રાજકુંવરી કુબેરનાગા (નાગવંશી) સાથે તેણે લગ્ન કર્યા હતા.

→ કુબેરનાગા (નાગવંશી) થી થયેલ પુત્રી પ્રભાવતીને વાકાટક વંશના બ્રાહ્મણ રાજા રુદ્રસેન બીજા સાથે પરણાવવામાં આવી હતી.

રાજધાની

→ પાટલીપુત્ર

→ બીજી રાજધાની ઉજ્જૈનમાં સ્થાપિત કરી. (શક વિજય પછી , સાંસ્કૃતિક પાટનગર)

→ તેણે સામ્રાજ્યની સીમાઓ પશ્ચિમના સૌરાષ્ટ્રથી લઈને વાયવ્ય હિંદ અને પૂર્વ હિંદમાં બંગાળ સુધી વિસ્તારી હતી.


ચંદ્રગુપ્ત– વિક્રમાદિત્યના નવ રત્નો



  1. કાલિદાસ (કાવ્ય, નાટક)
  2. અમરસિંહ (શંબ્દવિજ્ઞાન)
  3. વરાહમિહિર (જ્યોતિષ વિજ્ઞાન)
  4. વેતાળભટ્ટ (જાદુ)
  5. વરરૂચિ (વ્યાકરણ)
  6. ઘટકર્પર
  7. ક્ષપણક (જ્યોતિષશાસ્ત્ર)
  8. ધન્વંતરિ (ચિકિત્સા)
  9. શંકુ (કવિ)

ચંદ્રગુપ્ત– વિક્રમાદિત્ય (ચંદ્રગુપ્ત 2જા)ના પદાધિકારી



→ ચંદ્રગુપ્ત– વિક્રમાદિત્ય (ચંદ્રગુપ્ત 2જા)ના પદાધિકારી

ક્રમ નામ હોદ્દો
1. ઉપરીક પ્રાંતનો રાજ્યપાલ
2. કુમારામાત્ય વહીવટી અધિકારી
3. દંડપાશિક પોલીસ વિભાગનો પ્રધાન
4. મહાદંડનાયક મુખ્ય ન્યાયાધીશ
5. બલાધિકૃત સૈન્ય કોષના અધિકારી
6. મહાપ્રતિહાર મુખ્યદૌવારિક






યુદ્ધ વિજયો



→ સાંચી પાસે આવેલ ઉદયગિરી ગુફામાં બે અભિલેખોમાં તેના લશ્કરી વિજયોનો ઉલ્લેખ છે.

→ એક અભિલેખમાં તેને સમગ્ર પૃથ્વી જીતવાનો અભિલાષી પણ કહેવામાં આવ્યો છે.

→ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્વિમ માળવાના પ્રદેશ આ વિજયથી ગુપ્ત સામ્રાજ્યમાં ભળ્યા હતા. આ વિજયની યાદમાં “સિંહવિક્રમ” ઉપાધિ ધારણ કરી હતી.

→ ચંદ્રગુપ્તે પશ્વિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કર્યા હોવાનો ઉલ્લેખ રૂદ્રદામનનો જૂનાગઢનાં શિલાલેખ પરથી જાણવા મળે છે.


શક વિજય



→ ગુજરાતનાં શક રાજા રૂદ્રસેન ત્રીજાને હરાવી શક રાજ્યને ગુપ્ત સામ્રાજ્યમાં જોડી દીધું.

→ પશ્વિમ ભારતમાં શક – ક્ષત્રપ રાજ્યોનો અંત આણી શકારી બિરુદ પ્રાપ્ત કર્યું.


બંગાળ



→ ચંદ્રગુપ્તના બંગાળ વિજયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે..

→ આ બધા ઉલ્લેખોને આધારે કહી શકાય કે, ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો. .


અન્ય માહિતી



→ ચંદ્રગુપ્ત– વિક્રમાદિત્ય (ચંદ્રગુપ્ત 2જા)ના સમયમાં ચીની બૌદ્ધ યાત્રાળુ ફાહિયાન (399 -414) ભારતમાં આવ્યો હતો અને “ફ્વો-ક્વો-કી” ગ્રંથ લખ્યો હતો. તેણે ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનતંત્ર વિશે અને તે સમયના ભારત વિશે મહત્ત્વપૂર્ણ માહિતી લખી છે.

→ શકક્ષત્રપ રૂદ્રસિંહ 3જાની હત્યા બાદ ગુપ્તવંશના રાજા ચંદ્રગુપ્ત 2જાએ ગુજરાતમાં ગુપ્તવંશની સ્થાપના કરી હતી..

→ ઈ.સ. 1401ના આરસામાં ચંદ્રગુપ્ત– વિક્રમાદિત્યએ માળવા જીત્યું અને તે પ્રદેશ માટે ક્ષત્રપ સિક્કાઓ જેવા ચાંદીના સિક્કા પડાવ્યા ત્યારે ગુજરાતમાં પ્રાય: સર્વ ભટ્ટારકનું શાસન ચાલતું હતું..

→ ચંદ્રગુપ્ત 2જાએ દિલ્હીમાં લોહસ્તંભનું નિર્માણ કરાવ્યું હતું તેને હજુ સુધી કાટ લાગ્યો નથી..

→ ચંદ્રગુપ્ત 2જાએ વ્યાઘ્રના અંકિતવાળા સિક્કા ચલણમાં મૂક્યા હતા. .

→ ચંદ્રગુપ્ત– વિક્રમાદિત્ય (ચંદ્રગુપ્ત 2જા)નો શાસનકાળ પ્રાચીન ભારતીય ઈતિહાસમાં સુવર્ણયુગના નામથી ઓળખાય છે..

→ મેહરૌલી સ્તંભલેખમાં રાજા ચંદ્રનું વર્ણન છે, જેમની ઓળખ ચંદ્રગુપ્ત 2જા તરીકે કરવામાં આવી છે..

→ મેહરૌલીના લોહસ્તંભ મુજબ ચંદ્રગુપ્તે સિંધુ પાર બલખાના વાહલિકોને હરાવ્યા હતા..

→ વાહલિકોને સિન્ધો કહ્યા છે..

→ ચંદ્રગુપ્ત બીજાએ સૌથી પહેલા ચાંદીના સિક્કા ચલણમાં લાવ્યા હતા.
→ તેણે ગુજરાતના શક રાજા રુદ્રસેન ત્રીજાને હરાવી શક રાજ્યને ગુપ્ત સામ્રાજ્યમાં જોડી દીધું.
→ સાંચી પાસે આવેલ ઉદયગિરિ ગુફામાં બે અભિલેખોમાં તેના લશ્કરી વિજયોનો ઉલ્લેખ છે. એક અભિલેખમાં તેને સમગ્ર પૃથ્વી જીતવાનો અભિલાષી પણ કહેવામાં આવ્યો છે.

→ ગુપ્ત અભિલેખો અનુસાર ચંદ્રગુપ્ત દ્વિતીય સમુદ્રગુપ્તના ઉત્તરાધિકારી તરીકે ગાદી પર આવ્યો.

→ કેટલાક સાહિત્યિક સ્ત્રોતોમાં તેમજ સિક્કાઓમાં એક અન્ય રાજા રામગુપ્તનો ઉલ્લેખ થયો છે.

→ મહાન સંસ્કૃત નાટયકાર વિશાખદત્તના નાટક -દેવી ચંદ્રગુપ્તમાં ચંદ્રગુપ્ત બીજાએ રામગુપ્તની હત્યા કરી હતી અને ગાદી પર બેઠો હોવાનો ઉલ્લેખ સ્પષ્ટ મળે છે.

→ ઇતિહાસકારોના મત મુજબ ચંદ્રગુપ્ત બીજાનો મોટો ભાઈ રામગુપ્ત ગાદી પર બેઠો અને શક રાજા સામે હાર્યો હતો. રાજ્ય બચાવવા પોતાની રાણી ધ્રુવસ્વામીની તે શકોને હવાલે કરવા તૈયાર થયો. આ બાબત ગુપ્ત રાજ્ય માટે અપમાન સમાન હતી. ગુપ્તોનું ગૌરવ આ ઘટનાથી ખરડાયું હતું. આ સંજોગોમાં ચંદ્રગુપ્ત બીજાએ ધ્રુવસ્વામીની દેવીને બચાવવા શક રાજા સામે લડવાનો નિર્ણય લીધો. તેણે ધ્રુવસ્વામીનીના વેશમાં શછાવણીમાં જઈ શક રાજાની હત્યા કરી અને વિજય પ્રાપ્ત કર્યો.

→ ત્યારપછી મંત્રીમંડળની ઇચ્છાનુસાર પોતાના ભાઈ રામગુપ્તની હત્યા કરીને ભાભી ધ્રુવસ્વામીની સાથે લગ્ન કર્યાં. આમ, ગુપ્ત રાજ્યનું ગૌરવ પાછું મેળવી તે ગાદી પર બેઠો.

→ 'કાવ્યમીમાંસા' અને 'હર્ષચરિતમ્'માં પણ આ ઘટનાનો ઉલ્લેખ છે.

→ રામગુપ્તના કેટલાક સિક્કાઓ મળી આવતા સમ્રાટ સમુદ્રગુપ્ત અને સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય વચ્ચેનો પાંચ વર્ષનો શાસનકાળ રામગુપ્તનો હોવાનું માની શકાય.


Post a Comment

0 Comments