Ad Code

પ્રાણીઓમાં પોષણ (Nutrition in Animals)





પ્રાણીઓમાં પોષણ (Nutrition in Animals)



→ પ્રાણી પોષણમાં, પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે.

→ મનુષ્યમાં ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જે મુખગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. (1) મુખગુહા (2) અન્નનળી (3) જઠર (4) નાનું આંતરડું (5) મોટું આંતરડું જે મળાશય અને (6) મળદ્વાર માં અંત પામે છે.

→ જઠર અને નાના આંતરડાની અંદરની દીવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળગ્રંથિ (Salivary Gland), યકૃત (Liver) અને સ્વાદુપિંડ (Pancreas) વિવિધ પાચકરસોનો સ્ત્રાવ કરે છે.

→ પાચનમાર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચનતંત્ર રચે છે.

→ ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંત:ગ્રહણ (Ingestion) કહેવાય છે.

→ પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે. તેઓને દૂધિયા દાંત (Milk teeth) કહે છે. તેની જગ્યાએ કાયમી દાંત આવે છે. કમી દાંત (Permanent Teeth ) જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં અને દાંતનો રોગ થતાં પડી જાય છે..

→ અન્નનળી (The foodpipe / Oesophagus): ગળેલો ખોરાક અન્નનળી માં થઈને આગળ વધે છે. અન્નનળીમાં ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે..

→ જઠર (The Stomach) : જઠર એક જાડી દીવાલવાળી કોથળી છે. તેનો આકાર પહોળા “J” જેવો છે. તે પાચનમાર્ગનો સૌથી પહોળો ભાગ છે . તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખૂલે છે..

→ જઠરની અંદરની દીવાલ શ્વેલશ્મ, હાઈડ્રોક્લોરિક એસિડ આબે પાચકરસોનો સ્ત્રાવ કરે છે ..

→ શ્વેલશ્મ, જઠરની અંદરની દીવાલને રક્ષણ આપે છે..

→ નાનું આંતરડું (The small intestine) : નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબુ છે..

→ નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે..

→ યકૃત એ લાલાશ પડતાં બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલી ગ્રંથિ છે ..

→ યકૃત એ માનવ શરીરની સૂયાથી મોટી ગ્રંથિ છે..

→ યકૃત પિત્તરસ (Bile Juice) નો સ્ત્રાવ કરે છે, જે પિત્તાસય (Gall Bladder) જેવી કોથળીમાં સંગ્રહાયેલ છે..

→ પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે..

→ સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે..

→ સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કરી કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે..

→ અંશત:પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોચે છે જ્યાં નાના આંતરડાના પાચકરસો ખોરાકના ઘટકોનું પાચન પૂર્ણ કરે છે..

→ કાર્બોદિતોનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ચરબીનું પાચન થઈ તે ફેતી એસિડ અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈ તે એમીનો એસિડમાં ફેરવાય છે..

→ નાના આંતરડામાં શોષણ (Absorption in the small intenstine) : પાચિત ખોરાક નાના આંતરડાની દીવાલની રુધિરવાહીનીમાંથી પસાર થાય છે જેને અભિશોષ્ણ કે શોષણ (Absorption) કહેવાય છે..

→ નાના આંતરડાની અંદરની દીવાલમાં હજારો આંગળીઓ જેવા નાનાં પ્રવર્ધો જોવા મળે છે જેન રસાકુંરો (Villi) કહે છે..

→ રસાકુંરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાકુંર પાસે તેની સપાટીની નજીક પાતળી અને નાની રુધિરકેશીકાઓનું પાતળું જાળું જોવા મળે છે..

→ રસાકુંરોની સપતી પાચિત ખોરાકનું શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોચે ચે. જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે. જેને સ્વાંગીકરણ (Assimilation) કહે છે..

→ કોષોમાં ગ્લુકોઝ ઑક્સીજન દ્વ્રારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઈડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે. .

→ જે ખોરાક અપાચિત ને વણશોષાયેલ છે તે મોટા આંતરડામાં જાય છે..

→ મોટું આંતરડું (Large Intestine) : મોટું આંતરડું એ નાનાં આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે..

→ મોટું આંતરડું અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કરી કરે છે..

→ બાકી રહેલ કચરો મળાશયમાં જાય છે અને તેમાં અર્ધપાચિત માલ સ્વરૂપે રહે છે..

→ આ મળ મળદ્વાર સમયાંતરે નિકાલ પામે છે જેને મળત્યાગ (Egestion) કહે છે..

→ ઘાસ ખાતાં પ્રાણીઓના પાચન : ઘાસ ખાતાં પ્રાણીઓ ખૂબ ઝડપથી ઘાસ ગળી જાય છે અને આમાશય (Rumen) નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહે છે..

.

→ અહીં ખોરાક અર્ધપાચિત હોય છે અને જેને “વાગોળ” (Cud – જઠરમાંથી પાછો જતો ખોરાક) કહે છે..

→ વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોમાં પાછો આવે અને પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું (Rumination) અને આવા પ્રાણીઓને વાગોળનાર (Ruminant) કહે છે..

→ ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે..

→ ઢોર, હરણ વગેરે જેવાં વાગોળનાર પ્રાણીઓના આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે..

→ ઘોડાં, સસલાં વગેરે જેવાં પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડાં વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે. જેને અંદ્યાત્ર કહે છે. .

→ અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ છે. .

.

→ અમીબા કોષરસપટલ , એક ગોળ ઘટ્ટ કોષકેન્દ્ર અને કોષરષમાં ઘણી નાની ગોળકો જેવી રસધાની ધરાવે છે..

→ અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવાં પ્રવર્ધો બહાર કાઢે છે, તેને ખોટા પગ (Pseudopodia) કહે છે જે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે..


Post a Comment

0 Comments