→ મૌર્ય સમ્રાટ અશોકે કોતરાવેલા શિલાલેખો. અભિલેખ (કોતરેલું લખાણ) ટકાઉ સાધન હોઈ દીર્ઘકાલીન અતીતની જાણકારી માટેય મહત્વનો સ્રોત બની રહે છે.
→ લેખો પર્વતની મોટી મોટી શિલાઓ પર કોતરેલા છે, તેને ‘શૈલલેખ’ તરીકે ઓળખવામાં આવે છે.
→ લેખો શિલાસ્તંભ પર કોતરેલા છે, તેને ‘સ્તંભલેખ’ કહે છે.
→ લેખો ગુફાની દીવાલ પર કોતરેલા છે, તે ‘ગુહાલેખ’ કહેવાય છે.
→ અશોકના અભિલેખ જેમ્સ પ્રિન્સેપ અને અન્ય યુરોપીય વિદ્વાનોના પુરુષાર્થ દ્વારા 19મી સદીના પૂર્વાર્ધમાં ઉકેલી શકાયા હતા. આ લેખોમાં અશોકનો નિર્દેશ ‘देवानां प्रिय પ્રિયદર્શી રાજા’ તરીકે કરાયો છે.
→ અશોકના અભિલેખો-શિલાલેખો એના જીવનની જાણકારી માટે મહત્વની વિગતો પૂરી પાડે છે.
0 Comments