આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ (International Equal Pay Day)
આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ (International Equal Pay Day)
→ આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ (International Equal Pay Day) દર વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે.
→ આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2020થી થઇ છે.
→ ખાસ કરીને મહિલાઓ અને પુરુષો વચ્ચે રહેલી પગારની અસમાનતા દુર કરવા માટે જાગૃતિ ફેલાવવા આ દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
→ સમગ્ર વિશ્વમાં મહિલાઓને પુરુષો કરતા વેતનમાં ઓછી ચુકવણી કરવમાં આવે છે.
→ આથી પગારની અસમાનતા દુર કરવા માટે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 15 નવેમ્બર 2019 ના રોજ ’18 સપ્ટેમ્બર’ને આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ તરીકે મનાવવાનો ઠરાવ અપનાવ્યો હતો.
→ આંતરરાષ્ટ્રીય સમાન વેતન ગઢબંધન (EPIC), યુ.એન. મહિલા સંગઠન અને આંતરરાષ્ટ્રીય મજુર સંગઠન (ILO) મહિલાઓને સમાન વેતન પ્રાપ્ત થાય ટે માટે કાર્ય કરી રહ્યા છે.
→ ભારતીય બંધારણના અનુચ્છેદ -39(d) અંતર્ગત પુરુષો અને સ્ત્રીઓ બંનેને એકસરખા કામ માટે સમાન વેતન મળે ટે માટેની જોગવાઈ કરવામાં આવી છે. સંસદ દ્વારા આ અનુચ્છેદના અનુસરણ માટે સમાન મહેનતાણું અધિનિયમ 1976 પસાર કર્યો છે.
0 Comments