→ વિશ્વ વાંસ દિવસ ( World Bamboo Day) દર વર્ષે 18 સપ્ટેમ્બરે ઉજવાય છે.
→ વાંસના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા અને રોજિંદા જીવનમાં વાંસની પેદાશોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ વાંસનો ઉપયોગ મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયામાં વિવિધ હેતુઓ માટે થાય છે.
→ વાંસ એ પોએસી કુળનું ઊંચું, ઝાડ જેવું ઘાસ છે. તેમાં 115 થી વધુ જાતિઓ અને 1,400 પ્રજાતિઓ છે.
→ વિશ્વ વાંસ સંગઠન, જેનું મુખ્ય મથક બેલ્જિયમમાં છે, તેની સ્થાપના 2005માં કરવામાં આવી હતી.
→ વિશ્વ વાંસ દિવસ પહેલીવાર ઔપચારિક રીતે બેંગકોકમાં સપ્ટેમ્બર 18, 2009ના રોજ ઉજવાયો હતો.
→ વિશ્વ વાંસ સંગઠને બેંગકોકમાં 18 સપ્ટેમ્બર 2009ના રોજ પ્રથમવાર વિશ્વ વાંસ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.
→ વર્લ્ડ બામ્બુ ઓર્ગેનાઈઝેશને 8મી વર્લ્ડ બામ્બૂ કોંગ્રેસમાં આની ઘોષણા કરી હતી, ત્યારથી દર વર્ષે 18 સપ્ટેમ્બર વિશ્વભરમાં વિશ્વ વાંસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ જેનો ઉદ્દેશ્ય વાંસના ઉપયોગ વિશે જાગૃતિ વધારવાનો અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરવાનો છે.
→ આ દિવસે, લોકોને તેની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેનો વ્યાપક ઉપયોગ કરી શકાય અને કુદરતી સંતુલન સ્થાપિત કરી શકાય.
→ દર વર્ષે વિશ્વ વાંસ દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે.
Theme
→ 2024 : "Next Generation Bamboo: Solution, Innovation, and Design".
0 Comments