Ad Code

Responsive Advertisement

History : Harappan Civilization / Indus Valley Civilization : Part : 2| હડપ્પીય સભ્યતા / સિંધુખીણની સભ્યતા

Harappan Civilization / Indus Valley Civilization
હડપ્પીય સભ્યતા / સિંધુખીણની સભ્યતા

  1. સિંધુ ખીણની સભ્યતાનું સંપૂર્ણ ક્ષેત્ર ત્રિકોણ આકારમાં આશરે કેટલા વર્ગ કિ.મી.માં ફેલાયેલું છે?
    → 13 લાખ વર્ગ કિ.મી.

  2. સિંધુખીણ સંસ્કૃતિની સૌથી મહત્વની યોજના કઈ હતી અને તે અન્ય કયા નામે ઓળખાતી હતી?
    → ભૂગર્ભ ગટર યોજના (મોરી)

  3. હડપ્પન સંસ્કૃતિના લોકોએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો?
    → તાંબુ

  4. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુના ઉપયોગથી અજાણ હતા?
    → લોખંડ

  5. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ વસ્તુની નિકાસ કરતા હતા ?
    → સુતરાઉ કાપડ

  6. હડપ્પન સંસ્કૃતિમાં વાહન-વ્યવહારનું મુખ્ય સાધન કયું હતું ?
    → બળદ ગાડું

  7. સિંધુ સંસ્કૃતિમાં સ્ત્રીઓનું લોકપ્રિય ઘરેણું કયું હતું?
    → કંઠહાર

  8. ખોદકામ દરમિયાન મહત્વનાં નગરો મોટે ભાગે કઈ નદીની ખીણમાં વિસ્તરેલા છે તેમજ તેને કયા નામોથી ઓળખવામાં આવે છે?
    → સિંધુ નદીની ખીણમાં વિસ્તરેલા હોવાથી તેને 'સિંધુખીણની સંસ્કૃતિ' અથવા 'હડપ્પન સંસ્કૃતિથી ઓળખે છે.

  9. સિંધુખીણની સંસ્કૃતિ કેવા પ્રકારની સંસ્કૃતિ હતી?
    → નગર સંસ્કૃતિ

  10. સિંધુ સંસ્કૃતિની લિપિની અંદર કેટલાં ચિન્હો છે?
    → 26 ચિહ્નો

  11. સિંધુ ખીણની સંસ્કૃતિનું રોપડ સ્થળ હાલમાં કયા રાજ્યમાં આવેલું છે?
    → પંજાબ

  12. વિશ્વનું સૌપ્રથમ ખેતર અને ટેરાકોટાનું બનેલું માનવ ધડ કયાંથી મળી આવ્યાં છે?
    → કાલીબંગન (રાજસ્થાન)

  13. સિંધુ સભ્યતાના કયા સ્થળેથી કાળી પકવેલી માટીની બંગડીઓ મળી આવી?
    → કાલીબંગન

  14. કઈ જગ્યાએ મૃતકોની સાથે સામાન અને બકરીને પણ દફનાવવામાં આવ્યું હતું?
    → મેહરગઢ (પાકિસ્તાન)

  15. 'સિંધુ સભ્યતા' એવું નામકરણ કયા અંગ્રેજ અધિકારીએ આપેલું છે ?
    → ઈ.સ. 1924 માં સર જોન માર્શલ

  16. સિંધુખીણ સંસ્કૃતિનો વેપાર કઈ વિદેશી સભ્યતાઓ સાથે થતો હતો?
    → મેસોપોટેમિયા કે સુમેરિયા (હાલનું ઈરાક) અને બહરિન

  17. સિંધુ સભ્યતાના કયા સ્થળેથી બિલાડી-કૂતરાના પંજા અને લિપસ્ટિકના અવશેષો મળ્યા છે ?
    → ચન્હુદડો

  18. સિંધુ સભ્યતાના કયા સ્થળેથી કાંસાનો રથ (રમકડું) મળ્યું છે ?
    → દૈમાબાદ

  19. સિંધુખીણ સંસ્કૃતિના શહેરોના રસ્તાઓની વિશેષતા કઈ હતી?
    → પરસ્પર કાટખૂણે મળતા હતા

  20. સિંધુખીણ સંસ્કૃતિનું અર્થતંત્ર મુખ્યત્વે શેના પર આધારિત હતું?
    → વેપાર-વાણિજય

  21. સિંધુ સંસ્કૃતિના લોકો ખેતીમાં શેનો ઉપયોગ કરતા હોવાનું કહેવાય છે?
    → દાતરડું, પશુઓ, કુહાડી

  22. સિંધુ સંસ્કૃતિના લોકો કયા વૃક્ષની પૂજા વધુ કરતા હોવાનું જણાયું છે?
    → પીપળો

  23. ભારતના પ્રથમ શોધાયેલા સિંધુ સભ્યતાના બે નગરો હડપ્પા અને મોહેં-જો-દડો હાલ કયાં સ્થિત છે ?
    → પાકિસ્તાન

  24. ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલ હડપ્પીય સ્થળનું નામ જણાવો ?
    → રંગપુર (સુરેન્દ્રનગર)

  25. સ્વસ્તિક ચિન્હ કઈ સંકૃતિની દેન છે?
    → સિંધુ ખીણની





Post a Comment

0 Comments