→ ખેડા જિલ્લાના વિભાજન પહેલા જિલ્લાનું મુખ્ય મથક ખેડા હતું અને વિભાજન બાદ નડિયાદને મુખ્ય મથક બનાવવામાં આવ્યું છે.
→ વર્ષ 2013માં ખેડા જિલ્લો તથા પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લાને છૂટો પાડવામાં આવ્યો.
નદી કિનારે વસેલા શહેરો
→ ખેડા અને મહેમદાવાદ વાત્રક નદીના કિનારે વસેલું છે.
→ નડિયાદ શેઢી નદીના કિનારે વસેલું છે.
→ કપડવંજ મહાર નદીના કિનારે વસેલું છે.
→ ગળતેશ્વર મહી નદીના કિનારે વસેલું છે.
→ ગુજરાતની સૌથી લાંબી સહાયક નદી વાત્રક નદી છે. જે સાબરમતી નદીની સહાયક નદી છે.
→ મહી નદી ખેડા અને પંચમહાલ જિલ્લાની વચ્ચે સરહદ બનાવે છે. આ ઉપરાંત, ખેડા અને વડોદરાની પણ સરહદ બનાવે છે.
પ્રદેશોની ઓળખ
→ ખેડા જિલ્લાની શેઢી નદીની ઉત્તરે આવેલ પ્રદેશને 'માળ' તરીકે ઓળખવામાં આવે છે.
→ મહી અને શેઢી વચ્ચેનો ખેડા અને આણંદ જિલ્લાનો ભાગ 'ચરોતર પ્રદેશ' કહેવાય છે. આ, ઉપરાંત અમુક જગ્યાએ ઢાઢર અને વાત્રક નદી વચ્ચેના પ્રદેશને ચરોતર પ્રદેશ તરીકે દર્શાવાયો છે, જે ગુજરાતના હરિયાળા બગીચાની ઉપમા ધરાવે છે.
→ ઈ.સ. 1918 માં થયેલા ખેડા સત્યાગ્રહના કારણે આ ભૂમિ જાણીતી થઈ છે.
→ ખેડામાં આવેલા વસોના રાજા ગોપાળદાસે ઈ.સ. 1915 માં મોંટેસરી પદ્ધતિ દ્વારા ગુજરાતમાં શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી.
નડિયાદ
→ નડિયાદ એ ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે.
→ નડિયાદ સાક્ષરનગરી તરીકે જાણીતું છે.
→ સરદાર વલ્લભભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, મનસુખરામ સૂર્યરામ, ઝવેરીલાલ યાજ્ઞીક, રણછોડભાઈ ઉદયરામ,મણિલાલ નભૂભાઈ, ફુલચંદ માસ્તર, રવિશંકર મહારાજ (વ્યાસ) પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા પુરુષોની જન્મભૂમિ છે.
→ સંતરામ મહારાજનું મંદિર અને પૂજયશ્રી મોટા (ચુનીલાલ ભાવસાર) નો આશ્રમ આવેલો છે.
→ "સરસ્વતીચંદ્"ર ના રચયિતા ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન આવેલું છે.
→ નડિયાદનો લીલો ચેવડો જાણીતો છે.
→ સંતરામ મહારાજનું મંદિર આવેલું છે.
મહેમદાવાદ
→ આ શહેર વાત્રક નદીના કિનારે આવેલુ છે.
→ વાત્રક નદીનું પ્રાચીન નામ : વાત્રદર્ની
→ આ શહેર મહંમદ બેગડાએ વસાવેલું છે.
→ મહંમદ બેગડા નું સાચું નામ : ફતેહખાં
→ મહંમદ બેગડા દિવસના 250 નંગ કેળાં, 1 કટોરો ઘી અને 1 કટોરો મધ પીતો હતો.
→ અહીં આઠ ખંડો ધરાવતો "ભમ્મરિયો કૂવો" તથા બેગડાએ તેની બેગમની યાદમાં બંધાવેલો "ચાંદો સૂરજ" મહેલ આવેલો છે.
→ અહીં રોજા - રોજીનો રોજો અને મુબારક સૈયદનો રોનો આવેલો છે.
→ અહીં ગંગનાથ, ભીમનાથ, વેજનાથનાં શિવમંદિરો આવેલાં છે.
→ વસંત- રજબ સેવાદળનું કેન્દ્ર આવેલું છે.
ડાકોર
→ ડાકોરનું પ્રાચીન નામ : ડંકપુર
→ પુરાણું તીર્થધામ ગોમતી તળાવના કાંઠે આવેલ ડંકનાથ મહાદેવ અને અહીં જ ડંક ઋષિનો આશ્રમ આવેલો હતો. અને તેમના નામ પરથી આ ભૂમિ ડંકપુર અને સમય જતાં ડાકોરના નામે પ્રસિદ્ધ થઈ.
→ શ્રી કૃષ્ણના ભકત વજેસનગ બોડાણાની એક જૂની દંતકથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી ડાકોર આવીને વસ્યા.
→ રણછોડરાયના મંદરીમાં કાળા પત્થરની રણછોડજીની મુર્તિ આવેલીક હે. આ મંદિર "ઈમાનદાર તાજ્બેકરે" બંધાવ્યું હતું.
→ ડાકોરમાં પુનિત આશ્રમ અને અશક્તા આશ્રમ આવેલાં છે.
→ ડાકોર "ગોટા" માટે પ્રખ્યાત છે.
કપડવંજ
→ અન્ય નામ : કપડવણજ , કર્પડ વાણીવાજ્ય
→ કપડવંજનો અર્થ : કાપડનો વેપાર
→ આ નગરનો ઉલ્લેખ રાજપૂત યુગમાં તથા જઇનસહિયામાં "કર્પટ વાણિજ્ય" નામે થયો છે.
→ આ નાગર મહાર નદીના કિનારે આવેલું છે.
→ કપડવંજમાં આવેલાં કુકાવાવ/ કુંકાવાવ ની લંબાઇ 1300 મીટર છે, જેનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યુ હતું.
→ આ ભૂમિ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ "રાજેન્દ્ર શાહ" ની જન્મભૂમિ છે.
વસો
→ મહાત્મા ગાંધીની હકાલથી પોતાનું સર્વસ્વ છોડીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ઝંપલાવનાર રાજવી દરબાર ગોપાળદાસની આ જન્મભૂમિ છે.
→ દરબાર ગોપાલદાસની હવેલી કાષ્ટકલા માટે જાણતી છે.
→ ઈ.સ. 1915 માં ગુજરાતમાં સૌપ્રથમ બાલમંદિર શરૂ કર્યું અને મોંટેસરી પદ્ધતિથી શિક્ષણ આપવાની શરૂઆત દરબાર ગોપાળદાસે કરી હતી.
→ ગાંધીજીએ જેમને "ચરોતરનું મોતી" કહીને નવાજયા હતા તેવા મોતીભાઈ અમીનની પણ જન્મભૂમિ એટેલે વસો.
→ મોતીભાઈ અમીન "ચરોતર એજ્યુકેશન સોસાયટી" ના સ્થ્પક છે. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિમાં તેમનો મોટો ફાળો છે.
ગલતેશ્વર
→ અહીં મહિ અને ગળતી નદીના સંગમસ્થાને સોલંકી યુગનું શિવાલય આવેલું છે.
→ પુરાણોમાં ગાલવમુનિની "ચંદ્રદાસ" નગરી એટલે કે વર્તમાન ગલતેશ્વર
ફાગવેલ
→ ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે.
ઉત્કેઠેશ્વર
→ વાત્રક નદીના કાંઠે આવેલું અને "ઊંટડિયા મહાદેવ" થી જાણીતું છે.
લસુંન્દ્રા
→ ઠંડા અને ગરમ પાણીના ઝર માટે જાણીતું છે.
વડતાલ
→ વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મહત્વનુ કેન્દ્ર છે.
→ વડતાલમાં ગોમતી તળાવ આવેલું છે.
વિશેષતા
→ ૧૫ ઓગાષ્ટ, ૧૯૭૫ ના રોજ પીજ કેન્દ્રથી ગુજરાતમાં ટેલીવિઝનની શરૂઆત થઈ.
→ ખેડાનું પ્રાચીન નામ "ખેટક" હતું.
→ વાત્રક નદીનું પ્રાચીન નામ "વાત્રધ્ની" હતું.
→ મહી અને વાત્રક નદી વચ્ચેનો વિસ્તાર "ચરોતર પ્રદેશ" તરીકે ઓળખાય છે.
→ ખેડા જીલ્લાનો ચરોતરનો પ્રદેશ "ગુજરાતનો હરિયાળો બગીચો" ગણાય છે.
→ નડિયાદનો લીલો ચેવડો અને ડાકોરના ગોતા ખુબ પ્રખ્યાત છે.
→ ગુજરાતમાં સૌથી વધારે દુધાળા પશુઓ ખેડા જીલ્લામાં જોવા મળે છે.
→ ગુજરાતમાં સૌથી વધારે લાકડાં વહેરવાની મિલો ખેડા જીલ્લામાં આવેલી છે.
→ ગુજરાતમાં સૌથી વધારે નહેરો ધ્વારા સિંચાઈ ખેડા જીલ્લામાં કરવામાં આવે છે.
ઈતિહાસ
→ ‘ખેટક’નો દેશવાચક નામ તરીકે ઈ. પૂ. બીજી સદીના પાણિનિના ગણપાઠમાં ઉલ્લેખ મળે છે, જ્યારે પદ્મપુરાણમાં દિવ્યનગર તરીકે તેનો પ્રાચીન ઉલ્લેખ છે.
→ મૈત્રક દાનશાસનોમાં સાતમી સદીથી (625-43), (660-685) આઠમી સદીના (710-735) ત્રણ ઉલ્લેખો વહીવટી વિભાગ તરીકેના તામ્રપત્રોમાં ખેટકનો વિષય, આહાર અને મંડળ તરીકેના, બ્રાહ્મણોના નિવાસસ્થાન તરીકેના અને રાષ્ટ્રકૂટ રાજાના પાટનગર તરીકેના ઉલ્લેખો મળે છે. તેની નીચે 750 ગામો હતાં.
→ ‘દશકુમારચરિત’ની નિમ્બવતીની કથામાં, ‘આચારાંગ સૂત્ર’ની વૃત્તિમાં મેરુતુંગના ‘પ્રબંધ ચિંતામણિ’, ‘પુરાતન પ્રબંધસંગ્રહ,’ ‘વિવિધ તીર્થકલ્પ’ વગેરેમાં તેનો ઉલ્લેખ છે.
→ પ્રદેશવાચક ‘ખેટક’ તરીકેનો ઉલ્લેખ પ્રાચીન છે જ્યારે નગર તરીકેના તેના ઉલ્લેખો સાતમીથી બારમી સદીના છે.
→ ખેડાનો ‘પદ્મપુરાણ’ના 133મા અધ્યાયમાં, સાતમી સદીના ‘દશકુમારચરિત’માં, મૈત્રકોનાં તામ્રપત્રોમાં (525-845) તથા રાષ્ટ્રકૂટોનાં તામ્રપત્રોમાં ‘ખેટક’ કે ‘ખેટકપુર’ તરીકે ઉલ્લેખ મળે છે.
→ રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્ર ત્રીજાની તે રાજધાની હતું.
→ હ્યુ એન સંગે હીનયાન અને મહાયાન બૌદ્ધ સંપ્રદાયના 10 વિહારો, 1000 ભિખ્ખુઓ અને અન્ય ધર્મનાં 50થી 60 દેવાલયોનો ઉલ્લેખ કર્યો છે.
→ 942-1304 દરમિયાન તે ચૌલુક્યોને તાબે હતું. ત્યાર બાદ 1763 સુધી તે મુસ્લિમ શાસન નીચે રહ્યું હતું.
→ દામાજીરાવ ગાયકવાડે 1763માં તે જીતી લીધું હતું. તેનો કિલ્લો મહમદખાન બાબીએ બંધાવ્યો છે.
→ 1803માં આનંદરાવ ગાયકવાડે અંગ્રેજોને સહાયકારી યોજનાના ખર્ચ પેટે આ શહેર અને જિલ્લો સોંપ્યાં હતાં.
→ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર હોઈ અહીં અંગ્રેજોની છાવણી હતી.