જીલ્લો : અમરેલી


જિલ્લામથક:
અમરેલી

જિલ્લાની રચના:
  • ૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમરેલી જિલ્લાની રચના કરવામાં આવી હતી.

  • ક્ષેત્રફળ:
  • ૭૩૯૭ ચો. કિમી.

  • સ્થાન અને સીમા:
  • પૂર્વ: ભાવનગર જિલ્લો
  • પશ્ચિમ: ગીર્સોમનાથ અને જૂનાગઢ જિલ્લો
  • ઉત્તર: રાજકોટ અને બોટાદ
  • દક્ષિણ: અરબ સાગર

  • તાલુકાઓ:
  • અમરેલી
  • બાબરા
  • લાઠી
  • લીલીયા
  • કુકાવાવ (વડીયા)
  • ધારી
  • ખાંભા
  • રાજુલા
  • જાફરાબાદ
  • સાવરકુંડલા
  • બગસરા.

  • વિશેષતા:
  • અમરેલી જીલ્લાનું પ્રાચીન નામ અમરાવલી હતું.
  • ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદર અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં આવેલું પીપાવાવ બંદર શરુ કરવામાં આવ્યું.
  • અમરેલી જીલ્લાની જાફરાબાદી ભેંસો જાણીતી છે.
  • સાવરકુંડલાના વજન માટેના ત્રાજવા અને વજનીયા જાણીતા છે.

  • પર્વત:
  • ગીરની ટેકરીઓ
  • સરકલા: જે ગીરની ટેકરીઓ માંથી સૌથી ઊંચી ટેકરી છે. તે અમરેલી જીલ્લામાં આવેલી છે. તેની ઊંચાઈ લગભગ ૬૪૩ મીટર જેટલી છે.

  • મુખ્યનદીઓ:
  • શેન્ત્રુજી, માલણ, સર્જનવાડી, વાદી, થેલી, ધાતરવડી અને કાળુભાર.

  • નદીકિનારે વસેલાં શહેર :
  • ખાંબા જે ધાતરવડી નદીના કિનારે આવેલું છે.

  • બંદરો:
  • કોટડા
  • જાફરાબાદ
  • ધારા
  • પીપાવાવ

  • હવાઈ મથક:
  • અમરેલી

  • સિંચાઈ યોજના :
  • ધારી તાલુકામાં શેત્રુંજી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.

  • મુખ્ય પાક:
  • મગફળી, શેરડી, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, ઘઉં, તલ વગેરે ....

  • અભયારણ્ય:
  • પનીયા અભયારણ્ય જે ધારી તાલુકામાં આવેલું છે.
  • મીતીયાલાઅભયારણ્ય જે અમરેલીમાંઆવેલું છે.
  • ગીરઅભયારણ્ય જે સાવરકુંડલા, ધારી અને ખાંબા તાલુકામાં આવેલું છે.

  • ડેરી ઉધોગ:
  • ચલાલા ડેરી

  • ખનીજ:
  • કેલ્સાઈટ, બોકસાઇટ, જિપ્સમ અને ચૂનાના પથ્થર

  • ઉધોગ:
  • તેલ અને ખાંડની મિલો
  • મત્સ્ય ઉદ્યોગ
  • સિમેન્ટ ઉદ્યોગ
  • હીરા ઉદ્યોગ
  • કાઠી કોમની મહિલાઓ લાલ રંગના કાપડ પર કૃષ્ણલીલા અને રામાયણના પ્રસંગોનું ભરતકામ કરે છે. જે કાઠી ભારત તરીકે પ્રખ્યાત છે.

  • રાષ્ટ્રીય ધોરી માર્ગ :
  • ૫૧ નબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ અમરેલી જીલ્લામાંથી પસાર થાય છે.

  • તળાવ અને કુંડ:
  • પંચકુંડ અને ગોપી તળાવ અમરેલીમાં આવેલા છે.

  • મહેલ:
  • લાઠી ના દરબારનો રાજ મહેલ


  • ____________________**********____________________