→ સરદાર વલ્લભભાઇ પટેલના માર્ગદર્શંનથી વ્યવસાયે ઇજનેર એવા શ્રી ભાઈલાલ પટેલના અથાગ પ્રયત્નોથી આ સહર વિદ્યાધામ તરીકે વિકાસ પામ્યું છે.
→ ગુજરાતની સૌપ્રથમ એન્જીનિયરીંગ કોલેજ અહી સ્થપાઈ હતી.
→ સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ વલ્લભ વિદ્યાનગરમાં આવેલું છે.
→ ઈ.સ. 1955 વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી સ્થાપવામાં આવી હતી.
લૂણેજ
→ ઈ.સ. 1958માં ગુજરાતમાં સૌપ્રથમ લૂણેજ ખાતેથી ખનીજતેલ અને કુદરતી વાયુ મળી આવ્યો હતો.
→ લૂણેજથી ધુવારણ તાપવિદ્યુત મથકને ગેસ પૂરો પાડવામાં આવે છે.
ઉમરેઠ
→ અગાઉના સમયમાં ઉમરેઠ જૈન સંસ્કૃતિનું તીર્થસ્થળ ગણાતું હતું.
→ ઉમરેઠના અસ્ત્રા જાણીતા છે.
ધુવારણ
→ ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુત મથક (થર્મલ પાવરસ્ટેશન ) ધુવારણમાં આવેલું છે.
→ આ તાપ વિદ્યુત મથકની સ્થાપના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાના સમય દરમિયાન થઈ હતી.
કરમસદ
→ સરદાર વલ્લભભાઇ પટેલનું મૂળવતન અને કર્મભૂમિ છે.
ખ્ંભોળજ
→ ખ્ંભોળજ માં ખ્રિસ્તી ધરમનું તીર્થસ્થાન "નિરાધારાઓની માતાનું મંદિર" આવેલ છે.
અડાસ
→ ઐતિહાસિક લડાઈની યુદ્ધભૂમિ તરીકે જાણીતું છે.
→ 18 ઓગષ્ટ 1942ના રોજ હિન્દ - છોડો ચળવળ દરમિયાયન બ્રિટિશ સરકારના પોલીસ ગોળીબારમાં પાંચ નિર્દોષ યુવાનો શહીદ થયા હતા. તેમનો "સ્મૃતિસ્તંભ" આવેલો છે.
બોરસદ
→ બોરસદ તાલુકામાં બહારવટિયાઓને પકડવામાં નિષ્ફળ ગયેલી સરકારે ત્યાં મૂકેલી વધારાની પોલીસનો ખર્ચ વસૂલ કરવા લોકો ઉપર નાખેલા વધારાના કર સામે ઈ.સ. 1923 માં બોરસદ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો.
→ રવિશંકર મહારાજની જન્મભૂમિ આવેલી છે.
→ બોરસદમાં મહકાળેશ્વરનું શિવાલય, ફૂલમાતા મંદિર, બહુચરાજી માતાનું મંદિર, તોરણમાતા મંદિર અને નારાયણ દેવાનું મંદિર આવેલું છે.
ખંભાત
→ ખંભાત એક ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર અને જાણીતું પ્રાચીન સમયનું બંદર છે.
→ ખંભાતનું પ્રાચીન નામ : સ્તંભતીર્થ કે સ્તંભપુર
→ ખંભાતને "દુનિયાનું વસ્ત્ર" પણ કહેતા હતા.
→ ખંભાતની કોતરણીવાળી જુમા મસ્જિદ પ્રસિદ્ધ છે.
→ ખંભાતના સુતરફેણી, હલવાસન અને તાળા માટે પ્રખ્યાત છે.
→ ખંભાતમાં અકીક પોલીસ કરવાનો ઉદ્યોગ વિકસેલો છે.
→ ખંભાતને અકીકને GI Tag પણ મળ્યો છે.
→ રજની પારેખ આર્ટ્સ કોલેજ અને આર્કિયોલોજી મ્યુઝિયમ ખંભાતમાં આવેલા છે.
→ ખંભાત પાસે "નગરા" નામનું જૂના ખંડેરો ધરાવતું જર્જરિત નાગર છે.
→ ખંભાતથી 5 km દૂર વહોરાઓનું મોટું યાત્રાધામ "કાકાની કબર" આવેલી છે.
→ ખંભાતના દરિયાનું દર્શન સૌપ્રથમવાર મુઘલ બાદશાહ અકબરે કર્યું હતું ત્યારબાદ જહાંગીરે કર્યું હતું. ઉપરાંત મુઘલ બાદશાહ જહાંગીર અને ઇટાલિયન પ્રવાસી માર્કોપોલો ઇબ્નબરતૂતા ખંભાતના દરિયાનું દર્શન કર્યું હતું.