જીલ્લો : ભરૂચ



    જીલ્લામથક :
    ભરૂચ

    જીલ્લાની રચના :
    ૧ લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ભરૂચ જીલ્લાની સ્થાપના કરવામાં આવી હતી.

    સ્થાન અને સીમા :
    પૂર્વ : નર્મદા જીલ્લો
    પશ્ચિમ : ખંભાતનો અખાત
    ઉત્તર : આણંદ અને વડોદરા જીલ્લો
    દક્ષિણ : સુરત જીલ્લો

    ક્ષેત્રફળ :
    ૬૫૨૭ ચો.કિ.મી.

    તાલુકાઓ :
    ભરૂચ, આમોદ, અંકલેશ્વર, વાગરા, હાંસોટ, જંબુસર, ઝગડિયા, વાલિયા અને નેત્રંગ

    વિશેષતા :
  • ભૃગુતીર્થ કે ભૃગુકચ્છ તરીકે જાણીતું ભરૂચ એક સમયમાં સમૃદ્ધ બંદર હતું.
  • એશિયાનું પ્રથમ કેમિકલ પોર્ટ દહેજ ભરૂચ જીલ્લામાં આવેલું છે.
  • ગુજરાતના સૌથી મોટા તેલક્ષેત્રો ભરૂચ જીલ્લામાં આવેલાં છે.
  • "કડીયા ડુંગર" અને "સારસા માતાનો ડુંગર" ભરૂચ જીલ્લામાં આવેલા છે.
  • વિશ્વનો સૌથી મોટો યુરીયા પ્લાન્ટ ચાવજમાં આવેલો છે.
  • ભરૂચ જીલ્લાની "સુજની" રજાઈ માટે જાણીતો છે.
  • ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ ઈ.સ. ૭૬૦મા ગન્ધારમાં બાંધવામાં આવી હતી.
  • ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં છે.
  • ગુજરાતનો નદી પરનો સુંથી લાંબો પુલ "ગોલ્ડન બ્રિજ" જે નર્મદા નદી પર આવેલો છે.

  • નદીઓ :
    ઢાઢર, નર્મદા, કરજણ, અમરાવતી, કીમ, મેણ અને ભાદર

    નદીકિનારે વસેલાં શહેર :
    ભરૂચ જે નર્મદા કિનારે વસેલું છે.

    ડુંગર :
    કડિયો ડુંગર અને સારસા માતાનો ડુંગર

    પાક :
    ઘઉં, જુવાર, બાજરી, કપાસ, જામફળ, મગફળી,ડાંગર વગેરે પાક થાય છે.

    બંદર :
    દહેજ, ભરૂચ, હાંસોટ, કાવી અને ટંકારી

    ખનીજ :
  • ગુજરાતમાં સુંથી વધારે અકીક બરૂચ જીલ્લામાંથી મળી આવે છે.
  • ભરૂચ જીલ્લાના બાલનેર, મતીબાણ અને સીસોદારામાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે.



  • _______________________***********_______________________