જીલ્લો : ભાવનગર
જીલ્લો : ભાવનગર
જીલ્લામથક
→ ભાવનગર
જીલ્લાની રચના
→ ૧ લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ભાવનગર જીલ્લાની સ્થાપના કરવામાં આવી હતી.
સ્થાન અને સીમા
→ પૂર્વ : ખંભાતનો અખાત
→ પશ્ચિમ : અમરેલી જીલ્લો
→ ઉત્તર : બોટાદ અને અમદાવાદ જીલ્લો
→ દક્ષિણ : અરબ સાગર
ક્ષેત્રફળ
→ ૮૩૩૪ ચો.કિ.મી.
તાલુકાઓ
ભાવનગર, વલભીપુર, ઉમરાળા, શિહોર, ઘોઘા, ગારીયાધાર, પાલીતાણા, તળાજા, મહુવા અને જેસર.
પ્રાચીન નામ
→ પાલીતાણા - પાદલિપ્તપુર
→ મહુવા - મધુપુરી
→ તળાજા - તાલધ્વજપુરી
→ ભાવનગરનો પ્રદેશ - દ્રોણ મુખ
ઉપનામ
→ સૌરાષ્ટ્રની સંસ્કારનગરી - ભાવનગર
→ અહિંસાપુરી - પાલિતાણા
→ સૌરાષ્ટ્રનું કાશ્મીર - મહુવા
નદીઓ
→ ઘેલો
→ સૂકભાદર
→ કાળુભાર
→ રંઘોળી
→ શેત્રુંજી
→ માલણ
→ બગડ
→ કેરી
નદીકિનારાના શહેર
→ વલભીપુર - ઘેલો નદી
→ મહુવા - માલણ નદી
→ બગદાણા
કુંડ
→ બ્રહ્મકુંડ - શિહોર
તળાવ
→ ગૌરીશંકર તળાવ - ભાવનગર
→ શિહોર તળાવ - ભાવનગર
→ બોર તળાવ - ભાવનગર
સિંચાઈ યોજના
→ શેંત્રુંજી યોજના - રાજસ્થળી ડેમ - પાલિતાણા
→ કાળુભાર ડેમ - કાળુભાર નદી
બંદરો
→ ભાવનગર
→ મહુવા
→ તળાજા
→ ઘોઘા
→ અલંગ
ગુફાઓ
→ તળાજાની બૌદ્ધ ગુફાઓ
મહેલ
→ નીલમબાગ પેલેસ - ભાવનગર
સાંસ્કૃતિક વન
→ પાવક વન - પાલિતાણા
યુનિવર્સિટી / વિદ્યાપીઠ
→ લોકભારતી વિદ્યાપીઠ - સણોસરા
→ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી - ભાવનગર
સંગ્રહાલય
→ ગાંધીસ્મૃતિ મ્યુઝિયમ - ભાવનગર
→ બાર્ટન મ્યુઝિયમ - ભાવનગર
સંશોધન કેન્દ્ર
→ ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન - વલ્લભીપુર
→ સેંટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ભાવનગર
લોકમેળો
→ શ્રાવણ માસની પૂનમે ગોપનાથનો મેળો ભરાય છે.
→ અહીં દરિયાકિનારે ગોપનાથનું શિવાલય આવેલું છે.
→ જ્યાં નરસિંહ મેહતાએ શિવઆરાધના કરતાં ભગવાન શિવે તેમને કૃષ્ણલીલાના દર્શન કરાવ્યાં હતા.
પ્રાદેશિક નામ
→ ભાવનગર જીલ્લાના ઘેલો અને શેન્ત્રુજી નદી વચ્ચેનો પ્રદેશ "ગોહિલવાડ" કહેવાય છે.
પાક
→ દાડમ, જામફળ, જુવાર, ઘઉં, કપાસ, મગફળી, બાજરી, ડુંગળી, કેળાં
રાષ્ટ્રીય ધોરી માર્ગ
→ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 51 પસાર થાય છે.
ડુંગરો
→ શેત્રુંજ્ય
→ થાપો
→ ઈસાળવા
→ શાંતશેરી
→ મોરધાર
→ મિતિયાળ
→ શિહોરી માતાનો ડુંગર
→ લોંગડી
→ ખોખરા
→ તળાજાના ડુંગરો
અભ્યારણ્ય
→ હાથબ કાચબા ઉછેર કેન્દ્ર - હાથબનો દરિયાકિનારો
→ લવેળાવદર બ્લેકબક (કાળિયાર) નેશનલ પાર્ક - તા. વલભીપુર
ડેરી
→ દૂધ સરિતા ડેરી - ભાવનગર
ઉદ્યોગ
→ અલંગમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ
→ વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ
→ હીરા ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ખેતીના ઓજારો બનાવવાનો ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, માટીનાં વાસણો બનાવવાનો ઉયોગ, અને મત્સ્ય ઉદ્યોગ વિકસ્યો છે.
ગૃહ ઉદ્યોગ
→ ગારિયાધાર તાલુકામાં કણબી કોમની મહિલાઓ કણબી ભરતકામ કરે છે.
વિશેષતા
ભાવનગર એ સૌરાષ્ટ્રની "સંસ્કારી નગરી" કહેવાય છે..
ભાવનગર જીલ્લાના દરિયાકિનારે "પિરમ બેટ" અને "માલબેંક ટાપુ" છે.
ગુજરાતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જીલ્લામાં થાય છે..
ગુજરાતમાં જામફળના ઉત્પાદનમાં અમદાવાદ પછી બીજા સ્થાને ભાવનગર જીલ્લો આવે છે.
ગુજરતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર જીલ્લમાં થાય છે.
ગુજરાતમાં સૌથી વધુ "મુલ્તાની માટી" અને પ્લાસ્ટિક કલે" નું ઉત્પાદન ભાવનગર જીલ્લામાં થાય છે..
ભાવનગરના ગાઠીયા અને પટારા જાણીતા છે.
ગુજરાતમાં ભાવનગરનું એકમાત્ર એવું રેલ્વે સ્ટેશન છે, જ્યાં મહિલાઓ કુલી તરીકે કામ કરે છે.
વિશ્વમાં કાળીયાર નો સૌથી મોટો નેશનલ પાર્ક ભાવનગર જીલ્લાના વલભીપુર તાલુકામાં આવેલો છે.
ભાવનગર જીલ્લાના હાથબના દરિયાકિનારે "કાચબા ઉછેર કેન્દ્ર" છે.
ભાવનગર જીલ્લામાં સૌથી વધુ નીલગીરી ના વૃક્ષો થતા હોવાથી તેને યુકેલિપ્તસ જીલ્લો કહેવાય છે.
મહુવા હાથીદાંતની બનાવટો માટે જાણીતું છે.