→ કવિ બોટાદકરની જન્મભૂમિ છે. તેઓ સૌરાષ્ટ્રને 'સ્વર્ગ કુંજ સરખી અમ માતૃભૂમિ' તરીકે ઓળખાવે છે.
→ બોટાદના પાળિયાદમાં શિક્ષક પ્રેમશંકર દવે દ્વારા સ્થાપિત 'વિરાટેશ્વર મહાદેવ'નું મંદિર આવેલું છે.
→ પાળિયાદમાં ઉનડ બાપુનું ધાર્મિક સ્થળ આવેલું છે.
→ દર વર્ષે બોટાદ ખાતે મેઘાણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
→ અહીં શ્રી તખ્તસિંહજી જાહેર ગ્રંથાલય આવેલું છે.
ગઢડા
→ એક સમયે ગઢપુર નામથી ઓળખાતું ગઢડા ઘેલો નદીના કિનારે આવેલું છે.
→ અહીં શ્રીજી મહારાજ (સ્વામી સહજાનંદ) તેમના જીવનના છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન તેમના સેવક દાદા ખાચરને ત્યાં રહ્યા હતાં. અહીં દાદાખાચરના ઢોલિયા પર બેસી સ્વામીજીએ ઉપદેશ આપ્યો હતો.
→ નૂતન ગ્રામ વિદ્યાપીઠ તથા જે.પી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ ગઢડામાં આવેલી છે.
સ્વામિનારાયણ મંદિર, ગઢડા
→ આ મંદિરનું નિર્માણ ગઢડા ખાતે શ્રીજી મહારાજે (સ્વામી સહજાનંદ) કરાવ્યું હતું. આ વડતાલ ગાદી હસ્તકનું સ્વામિનારાયણ મંદિર છે.
→ આ મંદિરને 'ગોપીનાથજી મંદિર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ શ્રીજી મહારાજના સેવક દાદા ખાચર દ્વારા આ મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપવામાં આવી હતી.
બરવાળા
→ નીલકા નદીના કિનારે આવેલું પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવનું મંદિર બરવાળા તાલુકામાં સ્થિત છે. આ મંદિરમાં ભીમે તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હોવાની લોકવાયકા છે.
→ બરવાળા તાલુકાના કુંડળ ખાતે સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર આવેલ છે.
કષ્ટભંજન હનુમાનજીનું મંદિર, સાળંગપુર
→ બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આવેલું છે.
→ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત અક્ષરનિવાસી બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજની અંતિમવિધિ સાળંગપુર સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી હતી.
રાણપુર
→ રાણાજી ગોહિલ દ્વારા ઈ.સ. 1310માં ભાદર અને ગોમા નદી વચ્ચે કિલ્લો બાંધીને રાણપુરની સ્થાપના કરવામાં આવી હતી. આ રાણાજી ગોહિલનો કિલ્લો જોવાલાયક છે.
→ રાણપુર તાલુકામાં આવેલ 'વેજલકા' સિંધુ સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ છે. અહીંથી સિંધુ સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે.
→ સાહિત્યકાર કુમારપાળ દેસાઈનો તેમજ સમાજ સુધારક એવા પૂર્ણિમાબેન પકવાસાનો જન્મ રાણપુર ખાતે થયો હતો.
→ ઝવેરચંદ મેઘાણી તથા મહાન પત્રકાર અમૃતલાલ શેઠની કર્મભૂમિ રાણપુર રહી છે.
→ રાજકોટનું પ્રસિદ્ધ હાલનું અખબાર 'ફૂલછાબ'ની શરૂઆત રાણપુર ખાતેથી કરવામાં આવી હતી.